________________
શારદા શિરેમણિ ]
[૩૬૭ જિંદગીમાં કદી જુગાર નહિ રમું. હું અહીંથી સીધો ઘેર જઈને પિતાજીના ચરણમાં પડી માફી માંગી લઉં.
પિતા પુત્રનું મંગલ મિલન : આ વિચારમાં ને વિચારમાં તે તે ચાલ્યો જાય છે. ત્યાં સામેથી પોતાના વૃદ્ધ પિતા લાકડીના ટેકે આવતા જોયા. તેના મનમાં થયું કે અત્યારે મારી ફરજ છે કે મારા પિતા લથડતા પગે જે મને શોધવા નીકળ્યા છે તે મારે સામું જવું જોઈએ. તરત તેણે દેટ મૂકી, અને જઈને પિતાના ચરણમાં નમી પડ્યો. કેણુ? બેટા પુણ્યસાર... પુણ્યસાર ! પિતા શોધ કરી રહ્યા છે. ક્ષણ પહેલા કોઈ દેખાતું ન હતું અને આ રીતે અણધાર્યો દીકરે આવીને પિતાના પગમાં પડે ત્યારે માતાપિતાને કેટલો આનંદ થાય! તે તો અનુભવે ખબર પડે. પુણ્યસાર તો પિતાને એવે વળગી પડ્યો અને બોલવા લાગ્યો. મને ક્ષમા આપો....પિતાજી!..મને માફ કરે. દીકરાને રડતો જોઈને પિતાની આંખમાં આંસુ આવી ગયા. આવી ગયો બેટા ! મને માફ કર. મેં તને ઘણું દુઃખ આપ્યું છે. પિતાજી! માફી તો મારે માંગવાની છે. મેં તમને ઘણે આઘાત લગાડ્યો છે. દીકરાની દશે આંગળીઓમાં હીરાની વીંટી પહેરેલી છે અને પિશાક પણ લગ્નને પહેરેલે છે. પિતા વિચારમાં પડી ગયા કે આ શું ! આ તે કેઈ વરરાજાના રૂપમાં આવ્યા લાગે છે. ૨૪ કલાકમાં આ બધું શું બની ગયું હશે ! ખેર ! જે હશે તે ભલે હોય. રસ્તામાં પૂછવાની જરૂર નથી. હાથમાં મીંઢળ બાંધ્યું છે. તે કેને પરણીને આવ્યો હશે !
પિતા પુત્ર દોનુ મળી આવ્યા નિજ ઘર ચાલ,
પુણ્યશ્રી સાત આઠ પગલા ગઈ, ધવપુત્ર આવતા ભાલ. શેઠાણી તો રાહ જોઈને ઊભા છે. તેમાં દૂરથી પિતા અને પુત્રને આવતા જોયા. તે તેમના સામે ગઈ અને પુયસારને પિતાની છાતી સાથે બાથમાં લઈ લીધે. તેનું હૃદય નાચી ઉઠયું. તેના સાડા ત્રણ કોડ રોમરાય ઉલસી ગયા. દીકરાની દશે આંગળીઓમાં વીંટી જોઈ તથા પહેરેલે પોશાક જોઈને માતાના મનમાં પણ આશ્ચર્ય થયું. અહે ! આ તે પુયસાર છે કે તેના રૂપમાં બીજું કઈ આવ્યું છે? તે પરણીને આવ્યા લાગે છે. હજુ તેને ગયા તે ૨૪ કલાક થયા છે, તેમાં તેના લગ્ન ક્યારે થયા હશે? કેણુ પરણાવનાર મળ્યું હશે ? કારણ કે તેની પાસે તે સવા રૂપિયો પણ હતો નહિ. પરણાવનાર તો મળ્યા પણ તે ખૂબ શ્રીમંત હશે. તે જ દીકરાની દશે આંગળીઓ પર હીરાની વીંટી છે. આખા ગામમાં ખબર પડી ગઈ કે પુણ્યસાર આવી ગયો છે. આ તે ખરે પણું ન થઈને આવ્યો છે બધાને કૌતુક થયું છે. કેઈ કહે>મેં તેને પિતાની સાથે જ જોયો હતો. તેને પોશાક રાજકુમાર જેવો હતો. બધા ઘેર આવવા લાગ્યા. શેઠને થયું કે મને દુકાને જવા દે. જો હું દુકાને નહિ જાઉં તે પૂછનાર મળશે કે શેઠ કેમ દુકાને નથી આવ્યા? રાતે આવીને દીકરાને બધું પૂછીશ.