________________
૩૬૦ ]
[ શારદા શિરોમણિ
પુણ્યસારની પાછળ અન્નપાણીને ત્યાગ : આ બાજુ પુણ્યસારને ધક્કો મારીને બહાર કાઢી મૂકયા, પછી માબાપ અને રડે છે અને ચારે બાજુ શેાધ કરાવે છે. ગામમાં તા વાત એમ બહાર પડી ગઈ છે કે પુણ્યસારને પિતાએ જરા ઠપકો આપ્યા તેથી એ ઘરની બહાર ગયા છે. તેની શેાધ ચાલે છે પશુ તે જડતા નથી. શેઠાણી તે નિયમ લઈને બેઠા છે કે મારા દીકરો ન મળે ત્યાં સુધી મારે ખાવુ' પીવુ' નહી'. દીકરા ગયા ત્યારથી પાણી પણ પીધું નથી. શેઠને પણ હવે ખૂબ પસ્તાવેા થાય છે. ક્રોધ મારા કાઠામાં પેઠો ત્યારે હુ' ભાન ભૂલ્યા ને મેં આવી ભૂલ કરીને ! આવેશ બહુ ખરાબ ચીજ છે. ક્રોધમાં માનવી વિવેક અને ભાન ગુમાવી બેસે છે અને ગમે તેવુ એલી નાંખે છે પણ જ્યારે મન શાંત થાય ત્યારે એને ખ્યાલ આવે છે કે પેાતે તે પળામાં કેવુ' ખરાખ કયું. હતું ? શેઠના મનમાં ખૂબ પસ્તાવા થાય છે. પુણ્યસારે રાણીના હાર ચા. હતા તે પણ એવા સમયે એણે ચાર્યાં હતા કે જ્યારે રાણીએ તે હાર પાછે મંગાવ્યે હતા અને તે હાર પાછા જુગારનુ દેવું ચૂકત્રવા આપી આવ્યા હતા. શેઠ માટે એ પ્રતિષ્ઠાના, આબરૂનો પ્રશ્ન હતા. પેાતાની પ્રમાણિકતાને કલંક લાગે તેના સવાલ હતા. તેમને ત્યાં ધનની કે રત્નાની કયાં કમીના હતી ! શેઠ એવા એક નહિ પણ હજાર હાર રાણીને આપી શકે એવી સ્થિતિ હતી પણ શેઠને ધન કરતાં ધમ વાદ્યેા હતેા. પુત્ર કરતાં ય પ્રમાણિકતા વધુ પ્રિય હતી. પ્રમાણિકતાને ભાગે એ પુત્રને લાડ લડાવવાનુ પસંદ કરે એવા ન હતા. આ કારણે તેમણે છેકરાને આવી શિક્ષા કરી હતી પણ ગમે તેમ તેા ય પિતૃહૃદય છે ને ! એટલે દુઃખ થયા વિના રહે નહિ. શેઠ દીકરાની શેાધ કરી રહ્યા છે. હવે પિતા પુત્રનુ' મિલન કેવી રીતે થશે તે અવસરે
શ્રાવણ વદ ૧૨ ને સેામવાર :
વ્યાખ્યાન ન. ૪૧
: તા. ૧૨-૮-૮૫
જિનેશ્વર ભગવ`તના મુખમાંથી ઝરેલી વાણી તેનુ' નામ સિદ્ધાંત. ભગવાનની વાણી દુઃખહરણી, સુખકરણી, હિતાનુસારીણિ છે. તે ભાવેાને વાંચતા વિચારતા નિત નિત નવીન નવનીત નીતર્યા વિના રહે નહિ. હે પભુ ! તારી વાણીને કોની સાથે સરખાવું ? વીતરાગ વાણી પ્રશમ રસથી ભરપુર છે. જેના આસ્વાદ માણવા જેવા છે. જે સ્વાદને વધુ વી શકાય તેમ નથી. તેમાં ચૈતન્યથી ભરેલા ભીતરને ભીંજવી દે તેવા અસીમ અગાધ ભાવે ભરેલા છે. વીતરાગ તત્ત્વને પ્રગટ કરવાના તેમાં અદ્ભુત વીલપાવર પડેલા છે. કર્માંની ફ્રીલેાસેાફીને સમજાવતા, સ`સારના સંબધાની નશ્વરતા બતાવતા, કમ ઉદયની સ્વતંત્ર સત્તાને સાબિત કરતા ભગવાન તેમની વાણીમાં ખેલ્યા છે.
संसारमावन्न परस्स अट्ठा, साहारणं जं च करेइकम्भं ।
જન્માતે તા યાછે, ન રંધવા ધનય ૩જેન્તિ | ઉત્ત.અ.૪.ગા.૪ જ્યારે સિદ્ધાંતના આ શબ્દો નજર સમક્ષ આવે છે ત્યારે હૃદય ઝુકી પડે છે. અહે