________________
૩૪૮ ]
[ શારદા શિરમણિ પત્નીઓ સામે જોઈને કહે છે કે આજે કંસાર તે બહુ મઝાને સરસ છે પણ પીવાનું પાણી બરાબર નથી. જે ગોપાલપુરનું પાણી આવી જાય તે ઓર મઝા આવે. ગોપાલપુર શબ્દ સાંભળીને સાતે ચમકી. ગોપાલપુર નામ કેમ બોલ્યા હશે? આપણે તે ગોપાલપુર નામ કઈ દિવસ સાંભળ્યું પણું નથી. તેમનું ત્યાં મોસાળ હશે એટલે યાદ કર્યું હશે પણ આપણે ત્યાંનું પાણી તો કેવી રીતે લાવી આપીએ? આટલું બોલીને પુણ્યસાર પાછો ઉદાસ બની ગયો. સાતે કન્યાઓના મનમાં થયું કે જો આવું કરશે તો આપણું જિંદગી કેવી રીતે જશે? સાતે વારંવાર પૂછે છે છતાં કોઈ બેલ નથી. ધુંધવાયેલું લાકડું નહિ સારું, જે બેલી જાય તેને કંઈ ઉપાય થાય.
પુણ્યસાર મનમાં વિચાર કરે છે કે આ રીતે મારે સમય પસાર થઈ રહ્યો છે. જે હું અહીં વધુ સમય બગાડીશ તો ત્યાં પેલી બે દેવીઓ કદાચ ચાલી જશે તો! હું ગોપાલપુર પહોંચીશ કેવી રીતે? જે ત્યાં ન જાઉં અને કદાચ મારા માતાપિતા આપઘાત કરી બેસે તો ! મારે માબાપને ત્યાં જાવું છે. એ વાત પણ સાચી છે. હવે મારે જલદી જવું જોઈએ. બીજે વિચાર એ આવે છે કે હું જાઉં પછી આ બિચારી સાતે કન્યાઓનું શું ! તેમને મારી ઓળખ કેવી રીતે આપવી? તેમને છેતરીને ચાલ્યા જવું એ તો દગો કર્યો કહેવાય. આટલા થડા સમયના અનુભવ પરથી મેં જાણી લીધું છે કે આ સાતે કન્યાઓ સતીઓ છે. હું રત્નસુંદરીને બેટી મહી પડયો છે. આ સાતે કન્યાઓ મારી પાછળ જાન દે તેવી છે. સતી સ્ત્રીઓ જિંદગીમાં એક વાર પરણે છે તે સ્વપ્નમાં પણ પરપુરૂષને ઈચ્છતી નથી. હું એમને મૂકીને ચાલ્યો જઈશ તે કોના ભરોસે એમની જીવનનૈયા ચલાવશે. તો એમને સાથે લઈને જાઉં? પણ એ તો બને કેવી રીતે ? વડ ઉપર કેવી રીતે જવાય ? જે દેવીઓને જાણ થઈ જાય તે ! સાતેને સુખી કરવી છે અને માબાપને બચાવવા છે, તેમની પાસે વહેલી તકે જવું છે. આ કેવી રીતે બને? આ પ્રશ્ન તેના મનમાં મુંઝવી રહ્યો છે. એક બાજુ વાઘ અને બીજી બાજુ નદી. કયાં જવું? એવી સ્થિતિ પુણ્યસારની થઈ છે. આ કારણે ઉદાસ થઈને બેઠે છે પણ હવે જવું છે તે તે માટે કેઈ ઉપાય તે શેધ પડશે ને ?
પેટમાં દુ:ખાવાની કરેલી બનાવટ. આ રીતે વિચાર કરી સાતે પત્નીએ ખૂબ પૂછ્યું ત્યારે જરા હસી પડે પછી પેટમાં ખૂબ દુઃખતું હોય તેમ વાંકે વળી ગયો. એટલે કન્યાઓ કહે છે તમને પેટમાં દુઃખે છે? હા, મને ખૂબ દુઃખાવો થાય છે. આપ સૂઈ જાવ. અમે પિતાને ખબર આપીએ ને વૈદ બોલાવીએ. ના. એવું કાંઈ કરવું નથી. તે અમારી પાસે એક ચૂર્ણ છે તે ફાકી જાવ તો પણ આરામ થઈ જશે. પુણ્ય સારે ચૂર્ણ ફાકયું પછી કહે આપ સૂઈ જાવ. પુણ્યસાર સુખશયામાં સૂતો પણ
એનું દુઃખ બીજું જ હતું. સત્ય હકીકત કહેવાય તેમ નથી અને સમયનો વિલંબ કરે પિષાય તેમ નથી. પહેલાના સમયમાં સંડાસ જવા માટે બહાર જવું પડે. આ પુણ્યસાર તે એકદમ પેટ દબાવીને બેઠો છે. ગુણસુંદરી પૂછે છે આપને જંગલ જવું છે ? હા.