________________
૩૫૦ ]
[ શારદા શિરમણિ પ્રાપ્તિ થઈ છે. બીજા બધા ભ ઘનઘોર રાત્રી જેવા હતા. એવા ભ કરતા કરતા અત્યારે માનવ જન્મની વીજળી ઝબૂકી છે તે એના પ્રકાશમાં અંતરની સોયમાં ધર્મને દોરો પરોવી લે. આ ભવચક્રમાં જ્ઞાનીએ માનવ જન્મને દુર્લભ કેમ કર્યો ? જે વિચાર કરીશું તે માનવ જન્મ જે ઉપાધિભર્યો એકે જન્મ નથી. જન્મથી લઈને મૃત્યુ સુધીના માનવજીવનનું અવલોકન કરીશું તે ડગલે ને પગલે પરાધીનતા, પુણ્યની પરમ આવશ્યકતા, ઢગલાબંધ ચીજોની અપેક્ષા જોવા મળશે.
જે ભૌતિક સુખોની નજરે જોઈશું તે માનવ કરતાં પશુપંખીઓની દુનિયા વધુ સુખી દેખાશે. તમને થશે કે કેવી રીતે? દેવકની વાત બાજુ પર રાખો. પશુપંખીઓની દુનિયા તરફ નજર કરીશું તે લાગશે કે પશુપંખીઓની દુનિયા કેટલી બધી મસ્ત છે ! માનવને તે વાતે વાતે દુકાન ને ઘર, ફેટલ ને હેસ્પિટલ, ગુલામી ને ગુંડાગીરી તેમજ અનેકની પગચંપી કરી મજૂરી, નોકરીની અપેક્ષા રહે છે. એ અપેક્ષા પૂરી થાય પછી કહેવાતું સુખ એ મેળવી શકતા હોય છે. એ સુખ મળતાં દુઃખની માત્રા વધતી જતી હોય છે. આમાંના કોઈ પણ જાતના તત્વની અપેક્ષા રાખ્યા સિવાય કહેવાતા સુખની મસ્તી માણી શકતી જે કોઈ દુનિયા હોય તો એ પશુપંખીની છે. પશુપંખીઓને પેટ ભરવા માટે ખેતર ખેડવાની, અનાજ ઉગાડવાની કે સગડી સળગાવવાની કઈ જરૂર પડતી નથી. ગરમી, ઠંડી કે વરસાદથી બચવા વસ્ત્રની એમને જરૂર પડતી નથી. ઈંટ, ચૂને, માટી, પથ્થરને અડયા વિના ઘરની જરૂરિયાત પૂરી થઈ જતી હોય છે. તેમને પોતાના જીવનનિર્વાહ માટે કઈ દિવસ, દુકાન, દવા કે દવાખાનાની જરૂર પડતી નથી. આમ છતાં માનવનું જીવન મહિમાવંતુ મૂલ્યવાન ગણાયું છે. દેવનું ગણાયું નથી. તે એની પાછળ એવું કયું કારણ છે?
ભૌતિક્તાને ત્રાજવે જેનું મૂલ્ય ફૂટી કેડીનું ય નથી એ માનવજીવન આધ્યાત્મિકતાના ત્રાજવે જેનું મૂલ્ય ન આંકી શકાય એવું મહત્ત્વપૂર્ણ છે એનું કારણ એક જ છે કે
માગુર્થ દ્િ મુરિદાર, તેનૈવાચત્ત દુમન્ ” માનવીને ભવ મુક્તિના દ્વારમાં પ્રવેશ અપાવી શકે છે. માનવજીવન મુક્તિનું દ્વાર છે. તેથી એ અત્યંત દુર્લભ છે. ભગવાન ફરમાવે છે.
अंतं करन्ति दुक्खाणं, इहमेगेसिं आहियं ।।
ગાધti gણ હિં, તુમેયં સમુરલg સૂય.અ. ૧૫.ગા.૧૭ જીવાત્મા મનુષ્ય ભવમાં સમસ્ત દુઓને નાશ કરી શકે છે. બીજી કોઈ ગતિવાળા જીવે સર્વ દુઃખને અંત કરવા સમર્થ નથી કારણ કે જ્ઞાનાદિ સહિત યથાતથ્ય ચારિત્રનું પાલન મનુષ્ય શરીરથી થઈ શકે છે, પણ મનુષ્ય ભવની પ્રાપ્તિ અતિ દુર્લભ છે જેમ સમુદ્રમાં પડી ગયેલું રત્ન ફરીવાર પ્રાપ્ત થવું દુર્લભ છે તેમ મનુષ્ય જીવન પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. સામાન્ય ન્યાયથી સમજીએ. તમે જે ચેક લખો તે અ મિ તે કાગળ જ છે પણ રકમ અપાવવા દ્વારા એ કિંમતી બની જાય છે. એક