________________
૩૪૦ ]
[ શારદા શિરમણિ આપઘાત તે નહિ કરે ને ! અત્યારે પુણ્યસારને તે આનદની ઘડીઓ છે છતાં તેના મુખ પર આ બધા વિચારેના કારણે ઉદાસીનતા છે. પિલી બંને દેવીઓ લગ્નમંડપમાં જેવા માટે ઊભી હતી. તે એકબીજાને કહેતી હતી કે આ છોકરો કેવો ભાગ્યશાળી છે કે તે એક સાથે સાત કન્યાઓને પરો. જો આપણે અહીં આવ્યા ન હતા તે આ બધું કયાંથી જોવા મળત. લગ્ન પછી તે ત્યાંથી રવાના થઈ ગઈ.
પુણ્યસારની ઉદાસીનતાનું કારણ પૂછતી પત્નીએઃ પુણ્યસાર પલંગ પર ઉદાસ થઈને બેઠો છે. તે કેઈના સામું ઊંચું જોતો નથી. સાતે કન્યાઓ વિચાર કરે છે કે હજુ તે પરણીને આવ્યા છે ને એકદમ શું થઈ ગયું? આપણા સામું ય જોતાં નથી. આપણી જિંદગી કેવી રીતે વીતાવીશું ! તે કંઈ બોલતા નથી. ઊંચું જોતાં નથી માટે કંઈક વિચારમાં હશે. એકબીજી એકબીજીને કહે છે તું પૂછ તે ખરી. સૌથી મોટીબેનને કહે-આપ સૌથી મોટા છે, માટે આપ પૂછો ને. મટીએ બીજા નંબરને કહ્યું, એમ એક પછી એક બીજીને કહે છે છેવટે સૌથી નાની ગુણસુંદરીને કહે છે બેન ! તું પૂછી જે. પરણીને પગ મૂકતાં જે બોલતાં નથી તો આપણું શું થશે ? છેવટે ગુણસુંદરી ચરણમાં પડીને કહે છે કે આપ ઉદાસ કેમ છે ! આપને શું ચિંતા છે? અમે તે આપના પગની મોજડીઓ સમાન છે. આપને જે હોય તે કહે. કદાચ અમારા પિતાએ આપને બળાત્કારથી અમારી સાથે પરણાવ્યા હોય તેથી આપને અમારા પ્રત્યે અણગમો છે? શું અમે આપને ગમતા નથી ? આ લગ્નથી તમને દુઃખ થયું છે? જે હોય તે આપ કહો. તમે અમને બોલાવશો તે ભલે, ત્યજશે તે ભલે પણ અમે હવે આપના સિવાય કઈ પુરૂષને મનથી પણ ઇચ્છવાના નથી. આપ અમારું સર્વસ્વ છે. સુખ આપશે તોય તમે અને દુઃખ આપશે તોય તમે. ગુણસુંદરી ખૂબ ડાહી અને ચતુર છે. તેને કેયલના ટહુકાર જે અવાજ સાંભળીને પુણ્યસાર ચમક્યો, તેમને શું જવાબ આપે? તમે મને નથી ગમતાં એમ કહેવું? લગ્નથી મને દુઃખ થયું છે એમ કહેવું? ના... ના...એવું તે છે નહિ. આ લગ્નથી તે મને આનંદ થયો છે. આ સાતે કન્યાઓ મને ગમી ગઈ છે તે કહેવું શું? તે મુંઝવણમાં પડ્યો. પુણ્યસારના મનમાં ચિંતા જુદી છે. તે વિચારે છે કે પેલી બે દેવીઓ જતી રહેશે તે હું મારા માતાપિતા પાસે કેવી રીતે જઈશ? આ રીતે સાતે કન્યાઓ ખૂબ ખૂબ પૂછશે ત્યારે પુયસાર કેવું જુદું કારણ બતાવશે તેના ભાવ અવસરે.
શ્રાવણ વદ ૧૦ ને શનીવાર : વ્યાખ્યાન નં. ૩૯ : તા. ૧૦-૮-૮૫
અનંતજ્ઞાની ભગવાન ફરમાવે છે કે આત્મા આજ દિન સુધી જડનો પુજારી બન્યો છે. જડની સારસંભાળમાં સારું જીવન પસાર કર્યું છે. જડના રાગ ખાતર ચૈતન્યને વિસરી ગયો છે. ભૌતિક પદાર્થોને મોહ આત્માને સ્વગુણોનું જ્ઞાન થવા દેતું નથી. પરિણામે ભવને અંત નજીકમાં દેખાતું નથી. ભવને અંત કયારે દેખાય ? જ્યારે મોહના