________________
શારદા શિરેમણિ ]
[૩૪૧ મહેલને જમીનદોસ્ત કરવાનું સામર્થ્ય ધરાવનાર જિનાજ્ઞા તરફ તેની દષ્ટિ જાય ત્યારે. મોહના ઝેરને હટાવવા માટે કિંમતી જડીબુટ્ટી સમાન જિનાજ્ઞા આપણી પાસે છે. તે જિનાજ્ઞા મળ્યાનું આત્મામાં ગૌરવ છે ? જીવનમાં જિનાજ્ઞા પાલનને જ્યારે ભારેમાં ભારે આનંદ હેય છે ત્યારે આ સંસારમાં બનતા ગમે તેવા સારા કે ખેટા પ્રસંગો આત્મામાં જરાય રાગ-દ્વેષની પરિણતિ ઊભી કરી શકતા નથી. અરે, એટલું જ નહિ. પિતાના શરીર માટે કોઈ ખરાબ પરિણતિ ઊભી થતી નથી.
મોહન વિષને મારનાર જડીબુટ્ટી જિનાજ્ઞા કુમારપાળ રાજાને તેમના શત્રુઓ તરફથી ઝેર આપવામાં આવ્યું. થોડી વારમાં તેમની રગેરગમાં વિષ પ્રસરી ગયું, રાજવૈદોને બોલાવ્યા. તેઓ સમજી ગયા કે આ શરીરમાં તો વિષનો પ્રયોગ થયેલું છે. આ વિષને સંહરી લેનાર કેઈ જડીબુટ્ટી મળે તે રાજા વિષમુક્ત બને. મહારાજાએ ભંડારીને કહ્યું, રાજભંડારમાંથી જડીબુટ્ટી લઈ આવે પણ ભંડારમાં જડીબુટ્ટી મળે જ કયાંથી ! રાજાને વિષપ્રવેગ કરતાં પહેલાં વિષહર જડીબુટ્ટી શત્રુઓએ લઈ લીધી હતી. ભંડારીને જડીબુટ્ટી ન મળવાથી બિચારે પૂજતા પગે મહારાજા પાસે પાછો આવ્યું. જે તે લઈને આવ્યો હેત તો મુખ પર હર્ષ હેત પણ નહિ મળવાથી મુખ પર નિરાશા છે રાજા તેનું મુખ જોઈને સમજી ગયા કે જડીબુટ્ટી ગુમ થઈ ગઈ લાગે છે. રાજા કહે ભંડારી ! આપ ચિંતા ન કરે, જડીબુટ્ટી હોત તે ઉપયોગ કરત. તેનાથી સારું થાત તો આ શરીર ધર્મ આરાધનામાં કામ લાગત. જડીબુટ્ટી નથી મળી તો ચિંતા નથી. મને મૃત્યુને ભય નથી. જીવનમાં અને મરણમાં બંનેમાં કુમારપાળ મહારાજાની સમદષ્ટિ રાખવાની વાત આપણા હૈયામાં નવો પ્રકાશ પાથરે છે. આ સાથે એક બીજી વાત વિચારવી છે. વિષને ઉતારનાર જડીબુટ્ટીને તે દુશ્મનેએ ગુમ કરી દીધી હતી પણ મેહના ભયંકર વિષને ઉતારનાર જડીબુટ્ટી તે સહીસલામત છે ને ! કઈ દુશમનેએ તેને ગુમ તે કરી નથી ને!
પરમહંત કુમારપાળ રાજાને તે એક વાર વિષ પીવાનો પ્રસંગ આવ્યે પણ સંસારી જીવે તે કેટલીય વાર મહિના વિઅને પીધે રાખે છે. આવા સમયે જડીબુટ્ટી વિના કેમ ચાલે ? મેહના વિષને ઉતારનાર કેઈ જડીબુટ્ટી છે ? તેને મારવા માટે કયો મંત્ર છે? મેહરૂપી વિષને મારનાર કેઈ જડીબુટ્ટી કહે કે મંત્ર કહે છે તે છે જિનાજ્ઞા. જિનાજ્ઞાનું પાલન મેહના વિષને ખતમ કરે છે. સંસારી રાગ અને દ્વેષ, અહંકાર અને મમતાના પ્રવાહમાં તણાઈ રહ્યા છે. મેહને ભયંકર મંત્ર છે હું અને મારે. શરીરમાં હુંપણાની બુદ્ધિ અને દુન્યવી પદાર્થોમાં મારાપણાની બુદ્ધિ એ મેહનો મંત્ર છે. આ મંત્રનો જાપ જીવને સંસારમાં ભમાવે છે. આત્માએ વિચારવાનું એ છે કે હું કોણ ? જોડશું આ વિનશ્વર શરીર તે હું છું? ના...ના...હું તે નાશવંત શરીરમાં વસવાટ કરીને રહેલે આનંદધન. અનંત સુખનો ખજાનો એ આતમા છું. આમાનું જ્ઞાન દુઃખમાં દુઃખને અનુભવ ન થવા દે. જ્યાં સુધી આત્મ તત્ત્વ પર દૃષ્ટિ ગઈ નથી ત્યાં સુધી સુખ દુઃખ છે.