________________
શારદા શિરેમણિ ]
|| ૩૪૫ નથી. ધર્માસ્તિકાયને સ્વભાવ ચલણ સહાય, અધર્માસ્તિકાય-સ્થિર સહાય, આકાશાસ્તિકાયને અવગાહનાદાન, કાળ-વર્તનાં લક્ષણ, જીવ-ઉપગ, પુદ્ગલ સડન-પડન આદિ. તમારા ઘરની ભીંત ગમે તેટલી મજબૂત હોય છતાં ખીલી મારો તો અંદર જાય છે તે આકાશાસ્તિકાય, બીજા દ્રવ્યને જગા આપે છે. પુદ્ગલનો સ્વભાવ સડનપડન. મોટા શ્રીમંતોને ઘેર તે શરીરે રેજ સવારે માલિશ કરનારા રાખે. અરે ! ઊઠયા ત્યારથી એની આળપંપાળ ચાલુ હોય છે. એને ગમે તેટલી સાચો છતાં ઘડપણ આવવાનું. તમારો બાલપણને ફોટો જુઓ, યુવાનીને ને હવે ઘડપણને ફેટો જુઓ. ત્રણે ફેટામાં કેટલે ફરક પડે છે? બાલપણને ફેટો તે ઓળખી શકાય નહિ. કારણ કે પુદ્ગલને સ્વભાવ પલટાવાનો છે. એટલે પર્યાયે પલટાયા વગર ન રહે. આ પુદ્ગલને સાચવવા જીવ કેટલા કર્મો બાંધે છે !
યારી આ કાયાને લાડ હું લડાવું, પ્રભુ તારી વાણી કયારે સૂણું, સવારે ઊઠીને નહાવાધવા લાગું, ટાપટીપ કરવામાં બે કલાક બગાડું, સારી રીતે નાસ્તો કરી...હે (૨) દુકાને હું જાઉ...પ્રભુ તારી,
કેવી સરસ વાત કરી ! આ કાયાને લાડ લડાવવા કેટલું કરે છે? પણ યાદ રાખજે કે પાંચ દ્રવ્યો પિતાના સ્વભાવને છેડતા નથી. શરીરને ગમે તેટલું શણગારે પણ અંતે એ પુદ્ગલને સ્વભાવ નાશ થવાનો છે, માટે નાશ થઈ જવાનું છે. તમે ઘડિયાળ બંધ કરી દે, છતાં સાંજ પડવાની તે કાળનું લક્ષણ છે. પાંચે દ્રા પોતાના સ્વભાવમાં બરાબર રહે છે. ભાન ભૂલ્યો છે એક માત્ર જીવ, જીવનો સ્વભાવ જ્ઞાતા અને દષ્ટા છે. એ સ્વભાવમાં બરાબર રહે તો તેને માટે મોક્ષ દૂર નથી. મોક્ષ માટે કાંઈ લટકવાની જરૂર નથી. તે માટે પ્રકૃતિએને બદલાવાની જરૂર છે. પોતાના સ્થાનમાં, સ્વભાવમાં આવવાની જરૂર છે. સ્વભાવમાં આવવા માટે જિનાજ્ઞાના ખીલડે વળગી જાવ. ભલે, બધા સાધુ નથી બની શકતા. આપ ગૃહસ્થપણામાં રહો પણ જિનેશ્વરની આજ્ઞાને ન છોડશે. પ્રભુ ચાર સંજ્ઞાને છેડવાનું ફરમાવે છે. ચાર સંજ્ઞાનું જોર ખૂબ છે. તેમાં મિથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા તે જીવને ખૂબ પજવે છે. ચાર પુરૂષાર્થમાં જેટલું કામ પજવે છે તેટલે અર્થ પરિગ્રહ પજવે છે. ઘરિગ્રહ એટલે જે જીવને ચાર ગતિમાં જકડી રાખે અને પાંચમી ગતિના દર્શન ન થવા દે તેનું નામ પરિગ્રહ આજે કંઈક જી કહે મને તો પનોતી નડે છે. મંગળ નડે છે, શનિ નડે છે, તેથી હાથમાં મંગળની, શનીની વીંટીઓ પહેરે છે પણ હું તો કહું છું કે શની કે મંગળ કંઈ પહેરવાની જરૂર નથી. મોટામાં મોટી પનોતી પરિગ્રહની છે આ પનોતી જીવને જેટલી પજવે છે તેટલી બીજી કઈ પજવતી નથી. સંજ્ઞી મનુષ્યને ૧૦ પ્રાણ છે પણ પરિગ્રહમાં લુપતાવાળા છો પરિગ્રહને ૧૧ મે પ્રાણ માને છે. આ પરિગ્રહ મેળવવા ૧૦ પ્રાણુનો નાશ કરવા તૈયાર થઈ જાય છે. આ પરિગ્રહની પનોતી જીવને કેવી પજવે છે ?