________________
શારદા શિરેમણિ ]
[ ૩૩૯ જન્મારો સફળ બની ગયો. મારું જીવન ધન્ય બની ગયું. મારા મહાન ભાગ્યદયે મને આપની વાણી સાંભળવા મળી. આ જીવ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં ગયો ત્યાં કાન મળ્યા ન હતાં. આજે પંચેન્દ્રિયપણુમાં આવ્યું તો કાન મળ્યા. કાન મળ્યા તો હું આપની વાણી સાંભળી શક્યો. આનંદ પિતાને હર્ષ વ્યકત કરે છે. હે ભગવાન ! આપના વચનેની હું યથાર્થ શ્રદ્ધા કરું છું. તેની શ્રદ્ધા ડોલતી ધજા જેવી ન હતી પણ મેરૂ જેવી અડોલ હતી. વધુ ભાવ અવસરે.
ચરિત્ર : વસમી વિદાય: શેઠની સાતે દીકરીઓના લગ્ન થઈ ગયા, માતાપિતા તેમની વહાલસોયી દીકરીઓને વળાવી રહ્યા છે. ઘડી પહેલા આનંદ અને ઉમંગમાં નાચતી આંખે આંસુથી છલકાઈ રહી છે. સાત દીકરીએ માતાના ખોળામાં માથું મૂકીને છાતી ફાટ રડી રહી છે. માતાપિતા પણ હૈયાફાટ રડે છે. સગાસંબંધી બધાની આંખમાં આંસુ છે. આટલા વર્ષોથી જે દીકરીઓ પિતાના મેળામાં રમીને મોટી થઈ હતી, માતાપિતાને ખૂબ આનંદ આપતી હતી. એ દીકરીઓ આજે બીજા ઘેર જઈ રહી હતી. આ વિદાય માબાપને માટે ખૂબ વસમી હતી છતાં વિદાય આપ્યા વિના છૂટકે ન હતો. અરે, એક દીકરી સાસરે જાય તો પણ માતાપિતાને દુઃખ થાય છે. તેના બદલે આજે સાત સાત દીકરીઓને એક સાથે વળાવવી પડે એટલે દુઃખ થાય એ તે સહજ છે. પિતાજી કહ–હે દીકરીઓ! આજ સુધી મારે મહેલ આનંદથી ખીલખીલાટ રહેતો હતે. આજે મારે મહેલ સાવ ખાલી ખાલી થઈ ગયો. આ મહેલમાં અમને ગમશે પણ નહિ પણ શું થાય? દીકરી પારકા ઘરની વસ્તી કહેવાય. એ મોટી થાય એટલે સાસરે ચાલી જાય. પિતાના માબાપને મૂકીને નવા માબાપના ઘરે જાય. પિતાનું આખું જીવન પતિને અર્પણ કરી દે. આંસુથી છલકાતી આંખેએ માતાપિતાએ સાતે દીકરીઓને વિદાય આપી અને મંગલ આશીર્વાદ આપ્યા. સાતે દીકરીઓ પુણ્યસાર સાથે પિતાના સાસરે આવી. સાસરું તે હતું જ કયાં! દેવના વચન ઉપર શ્રદ્ધા રાખીને પતિ મેળવ્યો હતો તેથી એક મહેલમાં જ્યાં પુણ્યસારને ઉતારે હતો તે મહેલે ગયા.
પુણ્યસાર એક નહિ પણું સાત સાત કન્યાઓને પતિ બન્યું. તેનું પુણ્ય ખૂબ તપતું હતું પણ તે તે મનમાં કંઈક જુદું જ વિચારતા હતા. ઘડીકમાં માબાપની મીઠી યાદ આવે છે તે ઘડીકમાં વિચાર કરે છે કે
મુજ પિતો જે તે સમયે ઘરથી ન કાઢત બહાર;
સપ્ત વનિતા સુંદર મને, મળત કેમ આ વાર મારા પિતાએ જે મને ધક્કો મારીને ઘરની બહાર કાઢયો ન હોત તો આ બધું બનત કેવી રીતે? આગલા દિવસે તે કાઢી મૂકે છે. હજુ ૨૪ કલાક માંડ થયા હશે
ત્યાં ધનાઢય શેઠને જમાઈ બની ગયો. કયાં પિતાનું કાઢી મૂકવું ને કયાં આ સાત સાત કન્યાઓ પરણવી ! મારા માતાપિતા મને ધશે. અહીં સુધી તે શોધવા આવે કેવી રીતે ! જે મારે પત્તો નહિ પડે તો મારા મા-બાપ મારા વિના ગુરશે. કદાચ