________________
૩૨૬]
[ શારદા શિરેમણિ
આત્માની પેઢી પણ ફૂલ થાય ને ! માટે ઇન્દ્રિયના ઘડા જે દોડી રહ્યા છે તેના પર બ્રેક લગાવે. જે માલિક એ આત્મા જાગી જાય તે ઇન્દ્રિયે રૂપી જે નેકરેએ આજ સુધી માલિકને પછાડવાના કર્મો કર્યા છે તે જ ઇન્દ્રિયે આત્માને પ્રગતિ કરવામાં સહાયક બની જાય પણ એક વાર આત્માને ખ્યાલ આવે કે હું માલિક છું. ઇન્દ્રિય રૂપી નોકરો પર મારી સર્વોપરી સત્તા છે. સિંહ એક ગર્જના કરે ત્યાં બિચારા શિયાળિયાઓ ભાગાભાગ કરવા લાગી જાય, તેમ આત્મા રૂપી સિંહની એક જ ગર્જના થાય તે ઈન્દ્રિયે અને મને તેની શરણાગતિ સ્વીકારી લે. તેના તાબે થઈ જાય નવા રાજાના જીવનમાં સત્તાનો મદ આવી ગયો, તેથી સત્તાને દુરૂપયોગ કર્યો અને જુના રાજાને ફાંસીની શિક્ષા અપાવી. ઈન્દ્રિયો અને મને તેના આત્મા પર સવાર થઈ ગયા ત્યારે આ પરિણામ આવ્યું.
મદ કેટલા પ્રકારના છે ? બેલે. ખબર છે આપને ? આઠ પ્રકારના. જાતિમદ, કુળદ, બળદ, રૂપમદ, તપમદ, સૂત્રમદ, લાભમદ, ઐશ્વર્ય મદ. મદ એટલે અભિમાન. આ મદ પણ જીવનને ખુવાર કરી નાખે છે. જ્ઞાની કહે છે કે તમે જે બાબતનો મદ કરશે તે બાબતથી કર્મ સત્તા તમને ભ્રષ્ટ કરી દેશે. નીચ–જાતિમાં જન્મવું હોય તે જાતિને મદ કરજે, જે કુબડા, કદરૂપા બનવું હોય તે રૂપને મદ કરજે. જે ભિખારી બનવું હોય તે સંપત્તિને મદ કરો. જે મૂર્ખ બનવું હોય તે જ્ઞાનને મદ કરજો. આત્મા જે એક વાર પોતાની પરાધીનતાને યાદ કરે તે તેને મદ આવે નહિ. આપણું આ શરીર પણ આપણને સ્વાધીન છે? રોગો કઈ ઘડી ને પળે ઉત્પન્ન થઈ જશે એ ખબર છે? ઘડીકમાં સાજા દેખાતા શરીરમાં ઘડી પછી રોગ ઉત્પન્ન થઈ જાય છે.
આ સંસારના પરિભ્રમણ કાળમાં આ જીવને પ્રત્યેક ગતિની પ્રત્યેક યોનિમાં કઈ નિશ્ચિત વસ્તુની ભેટ મળી હોય તો તે છે શરીર. કારણ કે જીવ સિદ્ધગતિને પામ્યા નથી ત્યાં સુધી સશરીરી છે. મેક્ષમાં ગયા પછી જીવ અશરીરી બની જાય છે. સિદ્ધ સિવાયના સર્વ જે શરીરવાળા છે. ધનસંપત્તિ, પુત્રપરિવાર, ઘરબાર વગેરે વસ્તુઓને વિરહ અનંતકાળમાં અનંતીવાર થયો હશે. જીવ નરકગતિમાં ગયો તો ત્યાં આ કઈ વસ્તુ તેમને મળી ન હતી. નારકી છે નપુંસક હોય છે. જીવ તિર્યંચમાં ગમે ત્યારે ધન, સંપત્તિ નહોતા મળ્યા. આપણે જેવા ઘરબાર નહોતા મળ્યા. દેવગતિમાં ગયા તો ત્યાં સંપત્તિ અઢળક હતી. રહેવા માટે મનુષ્ય કરતાં અનેક ગણું ચઢીયાતા રત્નજડિત મહેલો છે. ત્યાં પુત્ર પરિવાર નથી. જ્યારે જીવ સંજ્ઞી મનુષ્યમાં આવે ત્યારે આ બધી ચીજો મળે છે, એટલે આ બધી વસ્તુઓને વિરહ તે ઘણીવાર પડયો છે પણ શરીરને વિરહ તે કયારેય પડે નથી. એટલા માટે આપણને શરીર જેટલું વહાલું છે તેટલું બીજું કઈ વહાલું નથી. છતાં દરેક વસ્તુ પ્રત્યે મમતા તે છે. દરેક ચીજોમાં મારાપણાની મમતા કરીને જીવ કર્મ બાંધે છે. જ્યાં મારાપણું છે ત્યાં માર છે દુઃખ છે.