________________
૩૩૦ ]
[ શારદા શિરમણિ સાવધાન શબ્દ સાંભળે અહો ! આ મને શું કહે છે સાવધાન. તત ત્યાંથી ઊઠી ગયા અને સંન્યાસપણું લઈ લીધું. તમે સાવધાન શબ્દ કેટલી વાર સાંભળે ? છતાં હજુ આત્મા સાવધાન બને છે ખરો?
લગ્ન મંડપમાં પણ ઉદાસીનતા : સાતે કન્યાઓ સાથે હસ્તમેળાપ કરાવ્યું. સાત ફેરા ફર્યા. માતાપિતાએ કન્યાદાનમાં દીકરીઓને ઘણું ઘણું આપ્યું. લગ્ન તે ધામધૂપથી પતી ગયા. બધા હરખાય છે પણ જમાઈના મુખ પર હરખ દેખાતું નથી. તેના મનમાં તેણે જે ભૂલ કરી છે તેને હવે ખૂબ પશ્ચાતાપ છે. તેના માતાપિતા તેને યાદ આવે છે. અહો ! મારા માતાપિતા શું કરતા હશે ! મારી માતા તે મારા વિના કેવી રડતી હશે! પુરતી હશે! તેણે તે સાંજના મને જે નથી. કયાં મારા માતાપિતા અને કયાં હું! મારા માતાપિતાએ મને શોધવા માણસો મોકલ્યા હશે પણ મારો પત્તો કયાંથી પડે! કયાં ગોપાલપુર અને કયાં વલ્લભીપુર ! હું અહીં સુધી આ છું એ તે એમને કલ્પના પણ કયાંથી આવે ! મારા પિતાએ ગુસ્સામાં આવીને મને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો તો પણ તેમનું હૈયું રડતું હશે ! મેં બહુ ખોટું કર્યું. કેવા વિચારો આવતા હશે ? તેઓ તો જાતે મારી શોધ કરવા નીકળ્યા હશે અને મારા સમાચાર નહિ મળ્યા છે કે નહિ મળે તેવું એટલે એ પણ કેવા દુઃખી થયા હશે ! મારા કઈ ખબર નહિ મળ્યા હોય ત્યારે મારી માતાએ કે ઝુરાપ કર્યો હશે ! એ ઊી પણ નહિ હેય ને ખાધું પણ નહિ હોય. તે રડી રડીને થાકી ગઈ હશે. તેના મનમાં રાત દિવસ એક જ રટણ હશે કે મારો લાલ કયાં હશે? મારે પુણ્યસાર અત્યારે શું કરતો હશે ?
આ બધું થવામાં મારા કર્મો ભાગ ભજવે છે. મેં હારની ચોરી કરી ત્યારે મને પિતાએ ઘર બહાર કાઢી મૂક્યું ને! હું જૈન દીકરે. મારા માબાપ કેવા આદર્શ, સંસ્કારી છતાં એ ભૂલી જઈને હું કુસંસ્કારી બની ગયા! બધા વ્યસનોને ગુલામ બની ગયે. ચેરી જુગાર બધું મારા જીવનમાં આવ્યું ! મારા પિતાજી મને ઠપકો આપતા હતા પણ હું કઈ વાત કાને ધરતો ન હતે. નાની ચોરી કરતાં રાણીને હાર ચેર્યો ત્યારે મારી આ દશા થઈને! ધિક્કાર છે મને! આ પાપમાંથી હું કયારે છૂટીશ ? આ વિચાર આવતાં તેના મુખ ઉપરનો આનંદ ઓસરી જતો. આ વિચારોની સાથે એ વિચાર પણ આવ્યો કે જે પેલી દેવીઓ ઝાડ લઈને ચાલી જશે તે પછી હું ગોપાલપુર પહોંચીશ કેવી રીતે ? છોકરાના મુખ પર આનદ નથી, એટલે શેઠના મનમાં પણ થાય છે કે જે પરણનાર છોકરો અત્યારથી ઉદાસ છે તે પછી મારી છેકરીઓની જિંદગીનુ શું? તેમની જિંદગી પણ બગડી જાય. શેઠ આ રીતે વિચાર કરે છે. પુયસારના મનમાં તે વિચારોના અવનવા તરંગે ઊઠી રહ્યા છે. ઘડીકમાં માબાપ યાદ આવે છે, ઘડીકમાં ગામ યાદ આવે છે, તે ઘડીકમાં રત્નસુંદરી યાદ આવે છે. પાછે વિચાર કરે છે કે