________________
૩૩૬ ]
[ શારદા શિરોમણિ પણ અગ્નિ સળગાવે નહિ, બીજા પાસે સળગાવે નહિ અને સળગાવે તેને અનુમોદના પણ ન આપે.
બંગલામાં લાગેલી આગ તો પવનવેગે વધવા લાગી. બંગલાની બાજુમાં બેચાર મકાનો અને ૧૫ થી ૨૦ ગરીબોના ઝૂંપડા હતા. આ બધું સળગવા લાગ્યું. મકાનો બળવા લાગ્યા ને ઝૂંપડા તો બળીને ખાખ થઈ ગયા, પણ એટલું સારું થયું કે કઈ માણસો તેમાં ઝડપાયા નહિ. બધા સાવચેત બની ગયા એટલે બચી ગયા. જેના ઝૂંપડા બળી ગયા છે એવો એક માણસ ઊભો ઊભે બીડી પીતા હતા. રસ્તે જતાં એક માણસે પૂછ્યું, ભાઈ ! તમારા બધાના ઝૂંપડા બળી ગયા તેથી તેને ખૂબ દુઃખ થતું હશે ? આ માણસ શું કહે છે–ના....ભાઈ..ના.....એમાં દુઃખ શું ? મને તે આનંદ છે. પેલા માણસને આનંદ શબ્દ સાંભળી આશ્ચર્ય થયું કે પિતાના રહેવાના ઝૂંપડા બળી ગયા છતાં કહે છે મને આનંદ છે. ભાઈ! આ સ્થિતિમાં દુઃખ થવું જોઈએ તેને બદલે તેને આનંદ કેમ થાય છે?
ભાઈ ! મને આનંદ એટલા માટે છે કે મારું તો એક નાનું ઝૂંપડું બળી ગયું છે પણ આ શ્રીમતેના તે બંગલા બળીને ભસ્મીભૂત થઈ ગયા છે. બંગલાની સાથે બીજી કંઈક વસ્તુઓ સાફ થઈ ગઈ હશે. મેં તો કાંઈ ગુમાવ્યું નથી. જ્યારે આ શ્રીમતેએ તે લાખો રૂપિયાની મૂડી ગુમાવી છે. મારા મનમાં ઘણી વાર થતું કે આ શ્રીમંતોને કેવી રીતે મુશ્કેલીમાં મૂકવા ? કેવી રીતે દુઃખી કરવા? મેં તો કાંઈ કર્યું નથી પણ કુદરતે તેને બધું બરાબર બતાવી દીધું છે. એ બધા આ જ દાવના હતા. બીજાને દુઃખી જોઈને આનંદ મનાવનારા જીવો દુનિયામાં ઘણું છે. પણ તેમને ખબર નથી કે આ મારો અલ્પ સમયને આનંદ કેટલા લાંબા સમયની આપત્તિમાં ધકેલી દેશે. ત્યાં કેવા દુઓ ભેગવવા પડશે. બીજાને દુઃખી જોઈને હર્ષ મનાવ એ માનવતાનું લક્ષણ નથી. એવા માનવને દાનવ કહીએ તે કહી શકાય. ભગવાને ચારિત્ર મેહનીયની ૨૫ પ્રકૃતિ બતાવી છે તેમાં ૧૬ કષાય અને નવ નેકષાય. તેમાં હર્ષ એ રતિ નોકષાય છે. કષાયને ઉત્તેજિત કરે તેનું નામ નેકષાય, માટે આ બધી કષાયે છે તેને છોડવા જેવી છે. કામ, ક્રોધ, માન-મદ–લેભ અને હર્ષ આ આંતર શત્રુઓ છે. તેમના પર વિજય મેળવવા માટે સંસારની નશ્વરતા અને કર્મના વિપાકની વિચિત્રતા હંમેશા દષ્ટિ પથ પર રાખવા.
જેણે આંતર શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો છે એવા શ્રમણ ભગવાન મહાવીરના શ્રીમુખેથી જ્ઞાનગંગા વહી રહી છે. તૃષાતુર બનેલા છેઉલ્લાસથી એનું પાન કરી રહ્યા છે. આનંદ ગાથા પતિ પણ એ જ્ઞાનગંગાનું આસ્વાદન કરી રહ્યા છે. ભગવાનની દેશના પૂર્ણ થયા બાદ પરિષદ પાછી ગઈ. જિતશત્રુ રાજા પણ પાછા ગયા. આનંદ ગાથાપતિ રવાના ન થયા. જેને બરાબર ભૂખ લાગી છે તેવા આનંદ ગાથાપતિ બેસી રહ્યા. આનંદ ગાથા પતિને ભગવાનની દેશના સાંભળી ખૂબ હર્ષ-ઉલ્લાસ આવ્યો. કાનેથી સાંભળતા