________________
શારદા શિરોમણિ ]
| [ ૩૩૫ મમ્મણ શેઠની કેટલી લાચારી ! પરિઝની તીવ્ર મૂછથી તે સાતમી નરકમાં ભયંકર દુઃખ ભોગવવા ચાલ્યો ગયો. આઠ આનામાં સંતોષથી જીવન જીવનારા પુણીયા શ્રાવકની કેટલી અમીરાઈ ! તે ભગવાનને પરમ શ્રાવક બની ગયે. આ લેભને જીતવા માટે અનંત જ્ઞાનીઓના ટંકશાળી વચનો આત્મસાત કરવા પડે તેમ છે. જ્યારે એ વચનો આત્મસાત થશે ત્યારે એને આત્મા પોકારી ઉઠશે.
લોભને કહેજો કે તું સૌનો સરદાર, મારે પણ સંતોષ તણે સહકાર તું ઘા કરે તૃષ્ણ તણો, હું સાથ લઉ તૃપ્તિ તણો પણ લોભી મારે થવું નથી ને દુગતિમાં હવે જવું નથી. દુર્ગુણને કઈ
લોભને કહી દે કે તારે આવવું હોય તે આવ પણ મેં સંતોષનો સહકાર લીધે છે. હવે હું તારી ચાલબાજીમાં ફસાવાને નથી. તું તૃષ્ણને ઘા કરે પણ મારે તૃપ્તિને સાથ છે. હવે મારે લેભી બનવું નથી અને દુર્ગતિમાં જવું નથી. મને દુર્ગતિ નો ભય લાગ્યો છે. હવે તો તારી હાર છે. તારા ઉપર વિજય મેળવીને જંપીશ. આ લેભની વાત થઈ.
હવે છેલ્લો આંતરશત્ર છે હર્ષ. પૂર્વના પુર્યોદયે સંપત્તિ સારી મળે, લોકમાં માન-સન્માન મળે, બધે તમારી વાહ વાહ બોલાય, ભણવામાં પણ ખૂબ આગળ વધ્યા હે, કેઈ સારી પદવી મળી ગઈ, આ બધું મળવા પર અતિ હર્ષઘેલા થવું એ પણ નુકશાનકર્તા છે. અતિ હર્ષમાં માનવી સારાસારને વિવેક ભૂલી જાય છે. પોતે શું બોલે છે એનું પણ એને ભાન નથી રહેતું. કેઈ વાર તો હર્ષમાં આવી જઈને એવા વચનો આપી દે છે કે એનું પાલન કરવું તેને દુઃખરૂપ બની જાય છે. કેઈ વાર વધુ ધન મેળવવાના હર્ષમાં પિતાની સ્થિતિ જોયા વિના ધંધામાં ઝૂકાવી દે છે પરિણામે જે મૂડી હતી તે ગુમાવાનો વખત આવે છે. આ રીતે સંસારની કઈ પણ બાબતમાં હર્ષ ઘેલા થઈ જવાથી અનર્થોની પરંપરા ઊભી થઈ જાય છે. આજે જગતના મોટા ભાગના છે બીજાને દુઃખી થતાં જોઈને હર્ષ મનાવે છે.
એક વાર શ્રીમંતોના બંગલામાં કેઈકે છેષ બુદ્ધિથી દિવાસળી સળગાવીને નાંખી. તે દિવાસળી બંગલામાં કપડાના ઢગલા પર પડી. તેમાં ભારે આગ લાગી ગઈ. બંબાવાળાને ફેન કરીને બોલાવ્યા પણ તેમને આવતા વાર લાગી. આગ તે ભડકે વધતી જતી હતી. આગ જેવું કંઈ શસ્ત્ર નથી.
विसप्पे सव्वओ धारे, बहुपाणि विणासणे ।
થિનારું સર, તer ગોરું ઢીવર | ઉત.અ.૩૫.ગા.૧૨ ભગવાન બેલ્યા છે કે બધી દિશાઓમાં શની ધારા સમાન ફેલાનારી ઘણું અને નાશ કરનારી અગ્નિ સમાન બીજુ કેઈ શસ્ત્ર નથી. એટલા માટે સાધુ કયારે