________________
શારદા શિરમણિ ]
[ ૩૩૩ કરવા કેટલા દેશે અને દુષ્કૃત્ય આચરવા પડે છે. સંસાર સુખની ઇચ્છા એ પાપની માતા છે. એક ઈચ્છા પૂરી કરવા ગયા ત્યાં બીજી અનેક ઈચ્છાઓની ફેજ ઉતરી પડે છે. જેમ કે કઈ માને કે હું પત્ની લાવું એટલે મને સુખ મળે, આ ઈચ્છા પૂરી થઈ. પત્ની પરણ્યા પછી ઘર વસાવવાથી લઈને કેટલી ઈચ્છાઓ જાગે? સંસાર સુખની ઈરછા કયારેય કાયમ માટે શમતી નથી. આજે તમને પેંડા ખાવાનું મન થાય. પેંડા ખાધા એટલે એ ઈચ્છા શમી ગઈ પણ બીજે દિવસે પાછી એવી ઈચ્છા થાય છે. સંસાર સુખની ઈચ્છાઓ દેવ-ગુરૂ-ધર્મને ભૂલાવે, પુણ્યના માર્ગને ભૂલાવે અને બીજી બાજુ અઢળક પાપો કરાવી જીવને દુર્ગતિના દુઃખમાં ધકેલે; માટે યાદ રાખજો કે “સંસાર સુખની ઈચ્છા મારનારી છે અને મોક્ષ સુખની જવલંત ઈચ્છા તોરનારી છે.” સંસારી સુખે મૂકાય તો મોક્ષ મળે. ચકવતીએાએ પણ મૂકયા તો મોક્ષ સુખને પામ્યા, અથવા મોક્ષ સુખની નિકટ થયા. જે ચકવતીઓએ એ સુખને જાતે ન છેડ્યા એમને રૌ રૌ દુઃખભરી નરકમાં પૂરાઈ જવું પડ્યું. જે સુખની મમતા ચક્રવતી જેવાને પણ ડૂબાડે તો પછી આપણું તો પૂછવું શું? જે એમનાય સુખને કાળ ગૂંટવી લે તો આપણી તો વાત જ શી કરવી ! માટે સંસાર સુખની મમતા છોડવા જેવી છે. એ છોડીશું તો મોક્ષ સુખ નજીક થશે.
મેક્ષના સુખ મેળવવા છે તે આંતર શત્રુઓ પર વિજય મેળવા પડશે. આપણે બે દિવસથી વાત ચાલે છે. કામ, ક્રોધ, માન-મદ એ શત્રુઓ આત્માને કેવા અહિતકર્તા છે. એ વાત સમજ્યા. હવે લેભ શત્રુ કેવો છે તે સમજીએ. બધા શત્રુઓમાં સૌથી વધુમાં વધુ ભયંકર હોય તો તે છે લેભ. લેભ જન્મે છે ઈચ્છામાંથી. આ વસ્તુ હું કેવી રીતે મેળવું ? આ જાગેલી ઈરછા એ વસ્તુ મેળવવા માટે જીવ પાસે પ્રવૃત્તિ કરાવે, તેને પુર્યોદય હોય તે પ્રવૃત્તિ સફળ બને છે. તેને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય પછી જીવને તૃપ્તિ થતી નથી. એક વસ્તુની પ્રાપ્તિ થઈ તે બીજી વસ્તુની ઈચ્છા થાય છે. પહેલી ઈચ્છા થાય તેની પૂર્તિ કરવા પ્રવૃત્તિ કરાય. પુર્યોદય હોય તે પ્રવૃત્તિથી ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ-પછી અતૃપ્તિ જ્ઞાની ભગવંત ફરમાવે છે કે “ જાણો તલ્લા રો, ચા સોદો પવજેમ જેમ લેભ થાય તેમ લેભ વધે. એક ઈચ્છા પૂરી ન થાય ત્યાં ૧૦ ઈચ્છાઓ ઊભી થઈ જાય. એ ૧૦ ઈચ્છાઓ બીજી અનેક ઈચ્છાઓને ઊભી કરે. આ રીતે જીવનની સમાપ્તિ થાય પણ ઈચ્છાઓની સમાપ્તિ થતી નથી. આ રીતે જીવન અશાંતિમાં પસાર થઈ જાય છે. પિતાની પાસે છે તેના કરતાં વધુ કેવી રીતે મળે ? ભી આત્મા સદાય આ વિચારે ઘડતો હોય છે. તેની દ્રષ્ટિમાં પિતાની પાસે ગમે તેટલું છે તે નજરમાં નથી આવતું પણ “નથી” તેની સામે દષ્ટિ વધુ દોડે છે. આથી તેનું મન અશાંત રહ્યા કરે છે.
જ્ઞાનીની દૃષ્ટિએ તે સુકમમાં સુક્ષમ લેભ પણ જીવને સર્વજ્ઞ સર્વદશી બનતા અટકાવે છે. “વિળાવ મં નિવE vs અને નાગરિ વસતિ ” આચારંગ સૂત્રમાં ભગવાન સમજાવે છે કે જે નિર્લોભ વૃત્તિથી લેભને જીતે છે અને પ્રથમ લેભને ત્યાગ