________________
૬૩૨]
( શારદા શિરમણિ શાશ્વત કાળને માટે કાયમ રહે. આ કોઈ જીવ હેય તે શેધી લાવે. મળે જ નહિ. માત્ર મોક્ષને કાળ પ્રવાહ એ છે કે કાળનું ત્યાં કાંઈ ચાલી શકે નહિ. ત્યાંના સુખને લૂંટી શકે નહિ.
અનંતાનંત કાળ વીતશે પણ કાળની ફર્લાગ ત્યાં કાંઈ કરી શકે નહિ. બાકી જે સંસારમાં રહેવું છે તો સમજી લેવું કે જીવ ઠગારાના ગામમાં વસ્યો છે. “સંસાર એટલે ઠગારાનું ગામ.” તેમાં જીવ આજે નહિ તે કાલે પણ લુંટાવાને, માટે મોટા મોટા ચક્રવત એ પણ ઠગાઈવાળા સંસારને બદલે બિનઠગાઈવાળા મોક્ષનો આદર કરે છે. એ મોક્ષ માટે સંસારના સુખોનો ત્યાગ કરે છે. જે ઠગાઈ વિનાનાં મોક્ષના સુખે જોઈએ છે તે ઠગાઈવાળા સંસારના સુખને છેડે. કેઈ કહે કે નરકના જીવેને સુખ નથી. એમને સંસારના સુખ ભોગવવાના નથી તો તેમને મોક્ષ કેમ થતો નથી? ભાઈ! એમણે હૃદયથી સંસારના સુખો છોડયા નથી. હજુ તે સુખની લાલસા છૂટી નથી. એક પરમાધામી નારકીને ઘા કરીને ગયો. ત્યાં બીજે આવે. હજુ અડધી સેકંડ પણ ઘા બંધ પડે છે. એને એટલી અડધી સેકંડ શાતા વળી ત્યાં તેને હાશ થાય છે. મારકુટમાંથી છૂટવા માટે દેડધામ કરે છે. આ હાશ શરીરના સુખની લાલસા છે. એટલું પણ છે ત્યાં સુધી મોક્ષના સુખ કેવી રીતે મળે? ઘાણીમાં પીલાતા મુનિને સંસાર સુખની કે શરીર સુખની લાલસા ન હતી. એટલે મનમાં એમ ન થયું કે ક્યારે આ પિલામણમાંથી છૂટું ! માટે એમને તરત મેક્ષના સુખો મળ્યા. બંધક મુનિની ચામડી ઉતારી પણ મનમાં એમ ન થયું કે હાય! આ ચામડી ઉતારવાની પીડા કયારે મટે ? શરીરના એક સ્થાને ચામડી ઉતરવાની પૂરી થઈ, ક્ષણ પછી બીજે શરૂ થાય. એટલે વચલી ક્ષણમાં પણ એમ નહિ કે હાશ! હે જ સારું લાગ્યું. ના. હે.... જરાય એવા ભાવ નહિ! “હાશ” એ શરીર સુખની લાલસાના ઘરની છે. એમને એ લાલસા ન હતી. ઇન્દ્રિય સુખશાતાની જરૂર ન હતી. એવા સુખો પ્રત્યે જવલંત વૈરાગ્ય હતે. કાળ ખેલાડી જે ઈન્દ્રિય સુખને અવશ્ય ઝૂંટવે એવા સુખને શું મહત્વ આપવું? એને રાગ શા માટે કરે? એ ન જોઈએ માટે એમને તરત મોક્ષ સુખ મળ્યા. એ સુખ મેળવવા માટે સંસાર સુખની માયા મૂકવી પડે કારણ કે સંસારના સુખ રાગ કરાવે છે. એ રાગ હોય ત્યાં સુધી વૈરાગ્ય ન આવે. વૈરાગ્ય વિના વીતરાગભાવ ન આવે અને વીતરાગભાવ વિના મેક્ષ ન મળે.
સંસાર સુખને રાગ જીવને મારનાર છે. એ અપ્રશસ્ત રાગ છે. મેક્ષ સુખને રાગ એ પ્રશસ્ત રાગ છે. એ રાગ સંસાર સુખને મારનારો છે. વીતરાગ બનાવનારે ને મક્ષ અપાવનાર છે. સંસાર સુખનો રાગ સમસ્ત દોષ, દુર્ગણે, અને દુષ્કૃત્યને પિષે છે. મેક્ષ સુખના રાગમાં એવું નથી. મોક્ષ સુખને રાગ એટલે મેક્ષની ઈચ્છા. જેને મોક્ષની ઈચ્છા થઈ એ શું ઈચ્છે? મારી બધી ઈચ્છાઓ નાશ પામે. મારા સંસારને અંત આવે કારણ કે આ સંસાર અનેક વાતની ઈચછાઓ કરાવે છે. આ ઈચ્છાઓ પૂરી