________________
૩૩૪]
[ શારદા શિરેમણિ કરીને જે ત્યાગી બને છે તે આત્મા કમરહિત થઈને સર્વજ્ઞ અને સર્વદશી બને છે. સંજવલનો લેભ સર્વથા જાય ત્યારે મહનીય કર્મ ક્ષીણ થાય છે. મોહનીયના ક્ષય થવા પર ઘાતી કર્મોનો ક્ષય થાય છે પછી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થઈ જાય છે. માટે લેભને જીતવાની જરૂર છે. લેભ તે સર્વ ગુણોનો નાશ કરે છે.
હેત પ્રીત હણે ક્રોધ, માન વિનયને હણે,
મિત્રતાને હણે માયા, લેભિ તે સર્વને હણે. કોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાને નાશ કરે છે અને લેભ તે સર્વગુણને નાશ કરે છે. લેભી. માણસ પૈસા ખાતર કેટલે ક્રર બની જાય છે અને કેવો ભયંકર અનર્થ કરી બેસે છે. કંઇક વાર સામાન્ય બાબતમાં પણ તે ઘેર પાપ કરતાં પાછું વાળીને જેતે નથી.
લેભે સજેલે અનર્થઃ એક સામાન્ય માણસ નેકરીઓથી છૂટીને સાંજે ઘર તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં દારૂડિયાઓનું ટોળું બેઠેલું જોયું. તે બધા ભેગા થઈને દારૂ પીતા હતા. તે દારૂડિયાઓએ આ માણસને રસ્તામાંથી જતો જોયો. તેમને થયું કે આ માણસનું ખિસ્સે ભારે લાગે છે. નક્કી તેમાં સારી રકમ હશે. એટલે તેઓએ તેને બોલાવ્યો. તેને કહ્યું આટલી નાની બાટલી તો પી. આ માણસ કહે મેં કોઈ દિવસ દારૂ પીધો નથી એટલે મારે પી નથી. તે ભલે નથી પીધે પણ ટેસ્ટ તો કરી જે. ખૂબ મઝા આવશે. તે માણસ ઘણી ના પાડે છે, છતાં દારૂડિયાઓએ તેને પરાણે નાની બેટલ પીવડાવી. તે થોડું ગલ્લાતલ્લા કરવા લાગ્યા પછી પરાણે બીજી પીવરાવી દીધી. એટલે તે બેહોશ જેવો બની ગયો. તેનું ખિસ્સે ભારે દેખાતું હતું એટલે તેમની દાનત બગડી. તેણે પહેરેલું ખમીસ કાઢી લીધું જ્યાં દારૂનો ભઠ્ઠો સળગતે હતા તેમાં બે જણાએ ઉંચકીને તેને નાંખી દીધે. તે માણસ તે તેમાં બળી ગયો. આ પાપ કરાવ્યું કેણે? લેજે. તે માણસના ખિસ્સામાંથી પૈસા કાઢયા. પૈસા ગણ્યા તે હતા માત્ર ૨૫૦ રૂપિયા. આટલા પૈસાના લેભે માણસને જીવતો સળગાવી મૂકે. આટલી મામુલી રકમ ખાતર કેવી ભયંકર હત્યા! લેભ જીવનમાં ફરતા લાવે છે, ઈર્ષ લાવે છે, માયાવી બનાવે છે અને ક્રોધ પણ કરાવે છે, દંભી બનાવે છે અને હિંસક પણ બનાવે છે. એકની પાછળ અનેક અવગુણે આવે છે. દુનિયાના ઈતિહાસ નજર સામે લાવો તો જણાશે કે ધરતીના એક ટુકડા ખાતર લાખો-કરોડે માણસની કલેઆમ થઈ ગઈ છે. તેમને એ ખ્યાલ નથી કે જે ધરતીના ટુકડા માટે આટલા નો કચ્ચરઘાણ વળી ગયે, લોહીની નદીઓ વહાવી તે ધરતીને ટુકડે પિતાને બનાવી શકયા નથી ને આ દુનિયામાંથી વિદાય લઈને ચાલ્યા ગયા છે.
મમ્મણ શેઠ પાસે કેટલી અઢળક સંપત્તિ હતી! પણ લેભે તેના પર એ અો જમાવ્યો હતો કે લાકડાના ટુકડા ખાતર મુશળધાર વરસાદમાં નદીના પૂરમાં પડનારા