________________
શારદા શિરોમણિ ]
[ ૩૨૭ દુ:ખનું મૂળ મમતા : તમે જે બંગલામાં કે મકાનમાં રહો છો તે મકાનના ચૂનાના કણેકણમાં મારાપણું ભરેલું છે, પછી એ મકાનને વેચી દીધું. એક હાથમાં આવ્યા પછી એ મકાનમાં આગ લાગી. તમને દુઃખ થશે ખરું? ના. કારણ કે હવે એ મકાન મારું નથી. મારાપણું મટી ગયું એટલે મકાન બળી ગયાનું દુઃખ પણ મટી ગયું. હવે એ ચેકના કાગળમાં મારાપણું છે. મોટા મકાનમાંથી મારાપણું ઉઠી ગયું અને ચેકના નાના કાગળમાં આવી ગયું. એ ચેક વટાવીને રૂપિયા લીધા પછી ચેકનો કાગળ ફાટી જાય તો કઈ ચિંતા ખરી ? ના. ના...બધી મમતા રૂપિયાની થેલીમાં આવી ગઈ. હવે એને સંભાળવાની ચિંતા. પછી એ રૂપિયા કેઈમહાજનને આપી દીધા. હવે એ રૂપિયા ચેરાઈ જાય તો પણ એની ચિંતા નથી. એના ખાતામાં રૂપિયા જમા હોવા જોઈએ. હવે ચિંતા એટલી કે એ પેઢી ક્યાંક દેવાળું ફૂંકી ન બેસે. આ પ્રમાણે જેમાં મમતા હોય છે એની ચિંતા રહે છે મમતા દુઃખનું મૂળ છે. વાસ્તવમાં કઈ પદાર્થ આપણે નથી. જે મારું હોય તે મારી સાથે આવે. ખુદ શરીર પણ સાથે આવતું નથી. જગતના તમામ પદાર્થોમાંથી મારાપણું હઠાવી લઈને માત્ર વીતરાગ ભગવંતને દિલમાં વસાવી લે; પછી દુઃખે આપમેળે દૂર થવા લાગશે. આ સંસારમાં બધા ધર્મશાળાના મુસાફર છે. થોડા સમય માટે અહીં રહેવાનું છે. આયુષ્ય પૂરું થતાં સૌને છેડીને જવાનું છે
આપણે વાત એ ચાલતી હતી કે આ જીવને ધન, સંપત્તિ, પુત્ર, પરિવાર આદિને વિરહ તે ઘણીવાર પડયો છે પણ શરીરનો વિરહ પડે નથી. તેજસ-કાશ્મણ શરીર તે જીવની સાથે ને સાથે છે. મનુષ્ય, તિયને દારિક, તેજસ-કાશ્મણ અને નારકી તથા દેને વૈક્રિય, તેજસ-કામણ છે. આપણે અહીં એ વિચાર કરવાને છે કે પિતાનું શરીર પણ જે આપણા તાબામાં રહેતું ન હોય તે પછી શરીરથી ઘણું દૂર રહેલા જાતિમદ, કુળમદ આદિ કરવા જેવા ખરા ? શરીર પણ આપણા તાબામાં નથી તો બીજાનું તો પૂછવું શું ? સનતકુમાર ચક્રવતીના રૂપની પ્રશંસા દેવલોકમાં થઈ. મિથ્યાત્વી દેવાથી આ પ્રશંસા સહન ન થઈ એટલે બે દે પરીક્ષા કરવા મનુષ્યનું રૂપ લઈને પૃથ્વી પર આવ્યા. સનતકુમાર ચક્રી શું કહે છે–અત્યારે તો હું પરસેવાથી રેબઝેબ થઈ ગયો છું. તમારે મારું ખરું રૂપ જેવું હોય તે હું રાજસભામાં બરાબર સજજ થઈને બેઠો હોઉં ત્યારે આવજે. ચક્રીને પિતાના રૂપનો મદ આવ્યું. આ મદ
ક્યાં ટકે? બીજે દિવસે સવારે દેવે રાજસભામાં આવ્યા. સનતકુમારનું રૂ૫ રેતાં ઝાંખા પડી ગયા. તેમનું ડોકું જરા હાલી ગયું. સનતકુમાર પૂછે છે કેમ ! કાલ કરતાં સવાયું રૂપ લાગે છે ને ? દે કહે-સવાયું ક્યાં પૂછે છે ? તારા શરીરમાં તે એક સાથે મોટા સોળ રોગ ઉત્પન્ન થઈ ગયા છે. આ સાંભળતા તે ચેતી ગયા. એ તો નસીબદાર કે આવા સંયેગો ઉત્પન્ન થયા છતાં ચારિત્રના માર્ગે ચાલી નીકળ્યા, જે તેમના બદલે બીજા કેઈ હોત તો આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરીને બીજા કર્મો બાંધત. તમને ગળામાં દુખ્યું. ડોકટરને બતાવ્યું. ડૉકટરે તપાસીને કહ્યું કે કેન્સર છે તે આર્તધ્યાન