________________
શારદા શિશમણિ ]
[ ૩૨૫
હું મનસુબા મોટા મોટા ઘડું પણ એ પાર પડવા અશકય; છતાં આપ આજે મારા પર પ્રસન્ન થયા છે અને મને માંગવાનું કહે છે તો હું આપની પાસે એ માંગુ છું કે મને માત્ર એક દિવસ માટે રાજા બનાવે.
રાજા ખૂબ ભલા ભોળા હતા. તેમણે કહ્યું–એમાં શી મોટી વાત છે? આવતી કાલે સવારના છ વાગ્યાથી પરમ દિવસના છ વાગ્યા સુધી ૨૪ કલાક માટે તેને રાજા બનાવું છું. રાજાએ સભામાં જાહેર કર્યું કે આવતી કાલે સવારથી ૨૪ કલાક સુધી સર્વોપરિ સત્તા આ રાજાની છે. હું પણ એને ગુલામ. તે મને જે આજ્ઞા કરે તે માટે પાળવાની. તેમાં બે મત નહિ. રાજ્યના માણસને, નેકરોને, મંત્રીઓ, સામંતે, લશ્કર, સિન્ય બધાને બોલાવીને કહ્યું કે આવતી કાલે ૨૪ કલાક માટે આ રાજા થવાના છે તે તમારે બધાને એ જે આજ્ઞા કરે તે પાળવાની. બધાએ તેમાં મંજુરી આપી. બીજે દિવસે તે નકર રાજાનો પોશાક પહેરીને સિંહાસને બેઠો. બેસીને તરત એ આજ્ઞા ફરમાવી કે આ જૂના રાજાને અત્યારે જ ફાંસીએ ચઢાવી દો. ૨૪ કલાક પણ રાહ જોવાની નથી. તેમાં વિલંબ કર્યા વિના આજે ફાંસી આપી દે.
નોકરમાંથી અન્ય રાજા-અને લીધા પ્રાણઃ નવા રાજાની આવી આજ્ઞા સાંભળતા બધા વિસ્મય પામી ગયા. આ શું ? બધાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. અમારા ભલા ભેળા, પ્રજાનું સદા હિત ઈચ્છનારા, ન્યાયી, પ્રમાણિક રાજાને આ આજ્ઞા! હવે અમારા પાલક રાજા શું ચાલ્યા જશે! આ રાજાએ પ્રજાને પ્રેમ ખૂબ સંપાદન કર્યો હતો એટલે તેમના માટે આ શિક્ષા સાંભળીને પ્રજાને ખૂબ આઘાત લાગ્યો. ગામમાં હાહાકાર મચી ગયો. પ્રજા કહે–મહારાજા ! અમે આ આજ્ઞા માનવા તૈયાર નથી. અમે આપને ફાંસી નહિ આપવા દઈએ. રાજા કહે મેં તેને લેખિત સંપૂર્ણ સત્તા દઈ દીધી છે. તેમની આજ્ઞાનું પાલન કરવા બંધાયેલું છે. એટલે હવે કાંઈ ચાલે નહિ. તેમની આજ્ઞા સ્વીકારવી જ પડે. ગણતરીની પળોમાં જૂના રાજાને ફાંસી અપાઈ ગઈ. નવા રાજાએ બધી જગાએ પિતાના માણસોની નિમણુંક કરી દીધી. એક દિવસ માટે રાજા બનેલે નેકર કાયમનો રાજા બની ગયે. નેકરને જે એક દિવસ માટે રાજ્ય આપ્યું તે રાજ્યના જૂના માલિક રાજાના પ્રાણ લીધા. આ જોકર એવા રાજાએ જૂના રાજાને એક વાર મૃત્યુ આપ્યું પણ જે પાંચ ઇન્દ્રિયે અને મન એ આત્માના માલિક બની જશે, એની સત્તા નીચે જે આત્મા આવી જશે તે અનંતી વાર મૃત્યુના ભંગ બનવું પડશે. જે આત્મા માલિક રહે અને પાંચ ઈન્દ્રિયો અને મન તેની સત્તામાં રહે તે આત્મા પિતાની સર્વોપરિ સત્તા ચલાવી શકશે.
-આજે સંસારમાં જોઈએ છીએ કે મોટી મોટી પેઢીએ દેવાળું કાઢે છે. તેનું કારણ એ છે કે શેઠ મોજશોખમાં પડી જાય અને પેઢી નેકરને સેંપી દે પછી પેઢી ફૂલ જ થાય ને! તેમ અહીં પણ આત્મા ભાન ભૂલે અને ઇન્દ્રિયને આધીન બની જાય તો