________________
શારદા શિરેમણિ ]
[ ૩૨૩ જ્ઞાની કહે છે વિચાર કર. અજ્ઞાન દશામાં જીવે ભૂલો ઘણી કરી છે. હવે આ સમજણવાળો ભવ મળ્યો છે. આ ભવમાં જે ભૂલ કરીશું તો તે ભૂલ કયાં જઈને સુધારીશું? આપણું ભવભવને બગાડનાર આંતર શત્રુઓ છે. આપણે ગઈ કાલે કામ અને ક્રોધ એ બે આંતર શત્રુઓની વાત કરી હતી. કામે કેટલે અનર્થ કર્યો અને ક્રોધે તે પાંચ પાંચ ઈવેની ઘાત કરી. આગ કરતાંય કોઇ ભયંકર છે. જેના જીવનમાં ક્રોધે અડ્ડો જમાવ્યો છે એ બધાના જીવનને તેણે સળગાવી દીધા છે. તેણે સંયમીને સંયમી નથી રહેવા દીધા. સજજનોને સજજન નથી રહેવા દીધા. માણસને હેરાન બનાવ્યા છે. તે ચેરને મોટો ડાકુ બનાવ્યું છે. આ દુનિયાને ભયંકરમાં ભયંકર મોટામાં મોટે ડાકુ પણ કદાચ તમારું ધન લૂંટી લે તે કરોડો, અબજો રૂપિયા લૂંટી જાય, પણ આ કોઈ તે પૂર્વકોડના ચારિત્રના મહામૂલા ધનને લૂંટી જનાર સૌથી વધારે ખૂનખાર ડાકુ છે. તેને આપણા જીવનમાં પેસવા કેમ દેવાય?
આત્માને ત્રીજો શત્ર છે માન-મંદ. આ શત્રુ પણ જીતવા જેવું છે. જેના આત્મા પર આ શત્રુએ અડ્ડો જમાવ્યો છે તેવા ભલભલા આત્માઓ ધર્મથી ટ્યુત થઈ ગયા છે. તેનું પતન થઈ ગયું છે. બાહ્ય શત્રને તો બીજા જોઈ શકે પણ આ તે મિત્રના લેબાશમાં રહેલે કટ્ટર શત્ર છે. માન એટલે અભિમાન. અભિમાની માણસ પોતાની જાતને બીજાથી ઊ' સમજે છે, અને પિતાનું જરા પણ નીચું દેખાય એ સ્થિતિ સહન કરવા એ તૈયાર નથી. પિતાનું ઊંચું રાખવા જે કંઈ કરવું પડે એ કરવા તે સદા તૈયાર હોય છે. આનું કારણ શું? પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠ મન એ નોકર છે અને આમા તેનો માલિક છે. આત્માની દુર્દશા શાથી થઈ છે! જે કરે છે તે માલિક થઈને બેઠા છે અને માલિક નેકર જેવો બની ગયા છે તેથી પાંચ ઈન્દ્રિયો અને મન રૂપી નેકરોએ આત્મા પર એવું માલિકપણું જમાવ્યું છે કે તેણે આત્માની દુર્દશા કરી છે. વર્તમાનકાળે જીવાતા જીવન પાછળ માલિક એવા આત્માને ફાળો નથી પણ નેકર એવા પાંચ ઈનિદ્ર અને મનને ફાળ મટો છે. આ પાંચે ઈન્દ્રિએ પિતાના માલિકપણાને મજબૂત કસ્વા માટે જે પિતે માલિક છે એવા આત્માનું શું થશે તેની કેઈ પરવા કરી નથી.
જેમ કે આંખને સારું રૂપ જોવા મળ્યું. ત્યાં એને થયું કે કેવું સરસ રૂપ છે ! આંખે રૂપ જોઈ લીધું એટલે પતી ગયું, ભલે ને પછી તેના પ્રત્યેના વિકારી ભાવના કારણે તેને માલિક દુર્ગતિમાં રવાના થાય. રસેન્દ્રિયને મનગમતા ભેજન મળ્યા. ખૂબ ટેસ્ટથી ખાધા. ભલે પછી એ આસક્તિ આત્માને ડુક્કરના ભવમાં લઈ જાય ! સ્પર્શેન્દ્રિયને અનુકૂળ મુલાયમ પદાર્થોને સ્પર્શ મળે એટલે તે ખુશ થઈ જાય, ભલે પછી તેના પ્રત્યેને રગ માલિકને નરકાદિ દુર્ગતિઓનો મહેમાન બનાવે! શ્રોતેન્દ્રિયને સારું સાંભળવા મળે, ઘાણેન્દ્રિયને ગુલાબ આદિ સુગંધી પદાર્થોની સારી સુગધ મળે. ભલે ને પછી તેની આસક્તિના કારણે માલિકની દુર્દશા થાય! કારણ કે દરેક ઈન્દ્રિયે પોતાના