________________
શારદા શિરોમણિ ]
[ ૩૨૧ એમની સાથે લગ્ન કરીને મારી ચિંતા ઓછી કરે. પુણ્યસાર કહે–સાવ અજાણ્યા, અણુઓળખીતાને આપની દીકરીઓ શા માટે આપે છે? આપ મને પૂછો તો ખરા કે કઈ નાતજાતના છે? મારી પાસે ખીસામાં સવા રૂપિયો પણ નથી. આ પહેરેલા કપડે હું અહીં આવ્યો છું. એક પત્નીને સાચવવી ભારે પડે તેમ છે, તો સાતને હું કેવી રીતે સાચવીશ? આપ એ બાબતની ચિંતા કરશે નહિ, ગભરાશો નહિ. હું દેવના વચનથી આપની સાથે મારી દીકરીઓને પરણાવવા તૈયાર થયો છું. પુણ્યસાર કહે, તમારા દેવ પડો દરિયામાં ને તમે પડો ખાડામાં. મને કયાં આ વળગાડો છે?
પુણ્યસાર મનમાં વિચારે છે કે મારે આ છોકરીઓને કયાં પરણવાની હતી? મારે તે રત્નસુંદરી પરણવાની છે. હવે જે આ સાત મને પરણશે તો તે કઈ હિસાબે રત્નસુંદરી આવશે નહિ. મેં તે રત્નસુંદરી સાથે પરણવાને દઢ સંકલ્પ કર્યો છે. એ મને પરણે નહિ તે મારે વટ રહે નહિ. સાત સાતને પરણવાનો પ્રસંગ આવ્યું છે છતાં મનમાં આનંદ નથી, ઉલ્લાસ નથી, તેનું મન ઠરતું નથી. આ બાજુ સાતે છોકરીઓને ખબર પડી ગઈ કે આપણને પરણનાર આવી ગયો. તે બધાના મનમાં થયું કે પરણવા આવ્યા છે ખરા પણ આપણને બધાને તે ગમશે કે નહીં? અથવા તે આપણે તેને ગમીશું કે નહિ? આમ વિચાર કરી રહી છે, અહીં પુણ્યસારનું મન કરતું નથી છતાં લગ્ન કર્યા વિના બધા છોડે તેમ નથી. હવે ત્યાં શું બનશે તે અવસરે. શ્રાવણ વદ ૮ ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૩૭ : તા. ૮-૮-૮૫
જ્ઞાની ભગવંત ફરમાવે છે કે આ વિરાટ સંસારમાં ભમતાં અને મહાન પુણ્યોદયે ઉત્તમ માનવ જન્મ મળે છે. જ્ઞાની ભગવંતે આ જીવનના મૂલ્યાંકન કર્યા છે. આપણે એ વિચારવાનું છે કે કેવળી ભગવંતે જેના મૂલ્યાંકન કર્યા તે જન્મ આપણને મળી ગયો છે. તે તેની કિંમત કેવી રીતે કરવી તે આપણે સમજવું છે. શાસ્ત્રકાર ભગવંતે આ મનુષ્ય જન્મને સુવર્ણ પાત્ર સાથે સરખાવ્યો છે. એક ભિખારી કે જેને કોઈ જ્ઞાન નથી, સાવ અજ્ઞાન છે, તેની એક જ વૃત્તિ છે કે ભીખ માંગવી, તેમાં જે મળે તે ખાવું. આવા ચપ્પણિયામાં ભીખ માંગતા ભિખારીને સુવર્ણ પાત્રની પ્રાપ્તિ થાય કયાંથી? કદાચ કોઈની તેના પર રહેમ દષ્ટિ થઈ જાય અને તેને સોનાનું પાત્ર ભેટ આપી દે, તો એ ભિખારી એ પાત્રને સારે ઉપયોગ કરશે કે કેમ એ શંકા છે. એ સોનાનું પાત્ર લઈને ભીખ માંગવા જશે. એ ભિખારીએ અત્યાર સુધીની પિતાની જિંદગીમાં પિતાની પાસે રહેલા ચપ્પણિયામાં હલકી ચીજો ભરી છે. કયારેક કઈ તેને સારી વસ્તુ આપે, તે કયારેક ખાધા પછી વધેલે એંઠવાડો આપે. એ બધું ચપ્પણિયામાં ભરે છે. હવે ચપ્પણિયાને બદલે તેને સોનાનું પાત્ર મળી ગયું, પણ તેને આ પાત્રની કિંમત સમજાણી નથી, એટલે તેમાં એ એંઠવાડે ભરવાને. કેઈ કદાચ સારી વસ્તુ
૨૧