________________
૩૨૦ ]
[ શારદા શિરેમણિ આ દિશામાંથી આવી રીતે બે સ્ત્રીઓની પાછળ જે છોકરો આવે તેમને લઈ આવો. ભાઈ! તમે મને કેઈકને બદલે કેઈ ને લઈ જતા નથી ને? એ લનમાં અત્યારે તમારી ખાસ જરૂર છે. લગ્નનું મુહુર્ત નજીક આવી રહ્યું છે. એ બધી વાતે રસ્તામાં કરીશું. આપ અત્યારે અમારી સાથે ચાલે. પુણ્યસાર વિચારે છે કે મારા ભાવિમાં જે થવાનું હશે તે થશે.
ભાવિના લખ્યા લેખ લલાટે ઠેકર ખાય ખાય ખાય... જુગટુ રમતાં હારી ગયેલ છું, માબાપે તો કાઢી મૂક્યો છે,
આવ્યો જંગલ કેરી વાટ, ઠોકર ખાય ખાય ખાય ભાવિના.
મારું ભાવિ દુઃખમય હશે એટલે આ બધું બની ગયું. હું મારા માબાપને દેવ પાસે માંગીને લીધે એકનો એક દીકરી હતે. ત્યાં કેવા સુખ ભોગવતો હતો. હું કુળદીપકને બદલે કુલાંગાર નીકળે ! હું જુગાર રમ્યા ત્યારે મારી આ દશા થઈને ? - કયાં મારા માતાપિતા અને કયાં હું ! કયાં મારું ગોપાલપુર અને કયાં આ વલભીપુર !
આ રીતે ઝાડ પર બેસીને આવવું ! તેણે ભૂલ કરતા કરી છે પણ હવે તેના પશ્ચાતાપને પાર નથી. મને આટલા બધા કાલાવાલા કરીને શા માટે લઈ જતા હશે? શું કરવું ? જવું કે ન જવું? આ બે માણસો કોણ હશે? જે વધુ બેલવાનો અવાજ થશે તે આગળ દેવી જાણી જશે. માટે હવે બોલવું નથી. મને લઈ જવામાં તેમનું કોઈ કાવવું તો નહિ હોય ને! આ રીતે મનમાં વિચાર કરતો (૨) તે બે માણસોની સાથે ચાલવા લાગ્યો. થોડા આગળ ચાલ્યા ત્યાં બીજા માણસે ઘોડા પર બેસીને આવ્યા. એકના માથે પાઘડી હતી. હાથમાં હીરાની વીંટી શેભી રહી હતી. તે ખૂબ સુખી હોય તેવું લાગતું હતું. બીજે માણસ સાવ સાધારણ હતું. તેણે કહો ને ટોપી પહેરી હતી. તેઓ એક વધારાને ઘેડો સાથે લાવ્યા હતા. તેમણે પુયસારને કહ્યું, આપ ઘોડા પર બેસી જાવ.
દેવના વચનથી દીધેલી દીકરીઓ - પુસાર વિચારે છે કે આ લેકે મને ઓળખતા પારખતા નથી અને ઘોડે બેસાડવાની વાત કરે છે, ઠીક જે થાય તે જોવા દે. તે ઘોડા પર બેસી ગયા. રસ્તામાં ઘોડા પર બેઠેલા સુખી દેખાતા માણસને કહ્યું આપનું નામ શું? મારું નામ ધનપાળ. પુણ્યસારને તે એ વાત જાણવી હતી કે પોતે અહીં આવવાનું છે એ પિતાને પણ ખબર ન હતી તે આ લોકોને કયાંથી ખબર પડી ગઈ હશે? મારું તે અહીં કોઈ ઓળખીતું નથી. પુણ્યસારને લઈને ગયા. શેઠને ખબર આપી કે આપ જેની રાહ જોતા હતા તે આવી ગયા. આ સમાચાર સાંભળતાં શેઠને તે હર્ષ સમાતું નથી. દૂરથી જમાઈને જોયા. અહે! શું મારા જમાઈ છે! હજુ બરાબર જોયા નથી. દેવે કહ્યા પ્રમાણે બધું માને છે. શેઠ કુંવરને હાથ ઝાલીને પિતાના મહેલે લઈ આવ્યા. સારા આસન પર બેસાડ્યા અને પછી હાથ જોડીને કહ્યું કે, મારે સાત દીકરીઓ છે તેમને આપની સાથે પરણાવવાની છે. આપ