________________
૩૧૮ ]
[ શારદા શિરોમણિ
પહેલે છે કામશત્રુ અને બીજો છે ક્રોધ. ક્રોધ શત્રુ પણ જેવા તેવા નથી. ક્રોધ એ આત્માના ભયંકર શત્રુ છે. ક્રોધ એ કાતિલ કરવત છે. તે દ્વારા પોતે મરે છે, બીજાને મારે છે ને આત્માને દુગ`તિના દ્વારે ધકેલી દે છે. જીવનને દુઃખી કરે છે, મનને લુષિત કરે છે ને શરીરની બરબાદી કરે છે. ક્રોધના ગણ્યા ન ગણાય તેટલા કર્યુ વિપાકો છે. કેવા છે કાતિલ ક્રોધ ! સજ્જનને શાંતિથી જપવા ન દે. અરે! એ ક્રોધની કાલિમા તેા સાધુને શયતાન બનાવે. તમારું ધાર્યું બધુ ધૂળમાં મેળવી દેનાર, મૂળમાંથી શૂળ જેવા સાલતા ક્રોધ, ફૂલમાં ય કાંટા ઊભા કરીને જીવનને પાયમાલ બનાવી દે છે. એક એવા દાખલા બતાવા કે ક્રોધ કરવાથી તમારું કંઈ કામ થઈ ગયું હોય. ક્રોધ સ સુકૃતાના નાશ કરી જીવનને દુર્ગાંતિમાં પાડે છે એક-વખત ક્રોધ જો તમારા કાળજાના કબજો કરી લેશે તેા પછી એને દૂર કાઢવો મુશ્કેલ ખની જશે. ક્રોધ કરનાર પર કોઈ ને સદ્ભાવ રહેતા નથી. તેની હાજરી કોઈને ગમતી નથી. તેની સાચી સલાહ સ્વીકારવા પણ કોઈ તૈયાર થતું નથી.
સામાન્ય રીતે જોઈશું તે પેાતાનું ધાર્યું ન થતાં જીવ ગુસ્સે થઈ જાય છે. ક્રોધ કરી બેસે છે. ક્રોધનુ' મેટામાં મેાટુ' નુકશાન કોઈ હોય તેા તે છે સત્ર થતી અપ્રીતિ. “ોદ્દો પીરૂં વળાલે” ક્રોધ પ્રીતિના નાશ કરે છે. ક્રોધ ા જીવને એવા હેરાનપરેશાન કરે છે કે ન પૂછે! વાત. કદાચ સમકિત પામ્યા હોય તેા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેાભ ન હોય પણુ અપ્રત્યાખ્યાની આદિ કષાયે તે પડેલી છે. અપ્રત્યાખ્યાની ગઈ હોય તે પ્રત્યાખ્યાની આઢિ પડેલી છે. પ્રત્યાખ્યાની ગઈ હોય તેા સંજવલનની ચાકડી એટલે કુલ ૧૬ અને દન મેહનીયની ૩ એટલી જતી રહે તે આપણે આ સ્થાને બેઠા ન હોત. આપણા જીવનમાં કષાયેા રૂપી પાણી ભરેલું છે એટલે સ્હેજ નિમિત્ત મળે કે ભડકા થતાં વાર ન લાગે. તેમાં મગજ પરથી જો ક'ટ્રાલ ગુમાવી દે તે તા કેવા ભયંકર અનર્થા સજાઈ જાય છે.
ક્રોધનુ` ભયંકર પરિણામ :- એક ભાઈ આખા દિવસ મજૂરી કરીને સાંજે ઘેર આવ્યેા. ખૂબ કકડીને ભૂખ લાગી હતી. આવીને જમવા બેઠા. રોટલા, ખીચડી ને શાક થાળીમાં પીરસાયું છે. હજુ જમ્યા નથી, ત્યાં પત્ની કડે છે કે હું તમને ત્રણ દિવસથી કહું છું કે ઘાસલેટ થઈ રહ્યું છે, છતાં સાંભળતા નથી અને લાવતા નથી. કેટલી વાર કહું તમને! આમ તેના કકળાટ શરૂ થયા. ભાઈ એક તા થાકયા પાકયો આવેલેા, તેમાં આ કકળાટ શરૂ થયા. આથી તેને ગુસ્સા આવી ગયા. મને શાંતિથી ખાવા તેા દે. એમ કહીને પત્નીના ગાલ પર જોરથી તમાા માર્યાં એટલે પત્નીને પણ ગુસ્સા આન્યા. તેને છ મહિનાના બાળકથી લઈ ને આઠ વર્ષ સુધીના ચાર ખાળકો હતાં, તેને લઈને ઘરની બહાર નીકળી ગઈ. પતિ ગુસ્સામાં હતા એટલે તે કહેવા ન ગયા કે તુ' મહાર ન જઈશ. તેના મનમાં એમ કે કયાં જવાની છે? હમણાં આવશે. એટલે તે તેને પાછી વાળવા ન ગયેા. પત્ની પણ ગુસાના આવેશમાં બહાર નીકળી ગઈ. તે તે