________________
શારદા શિરમણિ]
| [૩૧૭ બાંધી દઈને ઘાસલેટ છાંટીને મેં તેને જીવતી સળગાવી મૂકી. નિર્દોષ એવી પત્નીની મેં હત્યા કરી નાંખી. મેં કેવું અધમ પાપ કર્યું ! આનાથી ઘેર પાપ બીજું કયું હોઈ શકે ? પાપ તો કર્યું ને ઉપરથી પાપને બચાવ કરવા તમારી પાસે આવ્યો ચાલાકીથી તમને પણ છેતરી ગયે. તમે મારી ફેવરમાં આવ્યા. કેસ મજબૂત થયે. હું જીતી ગયા. અને મારા સસરા હારી ગયા. વકીલ કહે, હવે તમે પેલી છોકરી સાથે લગ્ન કરી લીધા કે નહિ? સાહેબ! જ્યારે હું એ છોકરી પાસે ગયે ને લગ્નની વાત કરી ત્યારે તેણે મને કહ્યું કે તમે લગ્ન કરવા તૈયાર થયા છે પણ તમે છૂટાછેડા લઈ લીધા? અરે ! મેં તો તેને સંપૂર્ણ રીતે છૂટી કરી દીધી. કેવી રીતે? મેં તેને બધી વાત કરી. મારી વાત સાંભળીને તે છોકરીએ મને કહ્યું કે તમારા જેવા ખૂની પર હું જરાય વિશ્વાસ રાખતી નથી. હવે ક્યારે પણ મારા ઘરને ઓટલે ચઢશે નહિ. કદાચ આવશો તો ધક્કામુક્કા કરીને કાઢી મૂકીશ. જેની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, એવી નિદોષ પત્નીને તમે મારા પ્રેમમાં પડીને જીવતી સળગાવીને મને પરણવા તૈયાર થયા છે તો કાલે મારાથી અધિક રૂપાળી કન્યા તમને મળે તો મને પણું સળગાવી નહિ મૂકે એની શી ખાત્રી ? આજે મેં આપની પાસે મારું પાપ પ્રગટ કર્યું છે. હું આપને એક વાત પૂછું છું કે મેં સ્ત્રી હત્યા કરી તે ગુનાની શિક્ષા તરીકે હવે મને ફાંસી અપાય કે ન અપાય? વકીલ કહે, હું ફાંસી આપું કે ન આપું પણ કર્મની ફાંસી તો મળવાની છે. એમાંથી છૂટકારો થવાનો નથી. કામશત્રનું જોર વધે છે, તે મન પર સવાર થઈ જાય છે, ત્યારે કેવા ભયંકર અનર્થો ઊભા થાય છે ! યુવક તેની હોશિયારીથી આ ભવમાં ફાંસીની શિક્ષામાંથી બચી ગયો પણ બીજા ભવમાં તે તે કર્મો ભેગવ્યા વિના છૂટકારો થવાનો નથી.
આ આંતરશત્રુ કામને જીતવા સતત પ્રયત્ન કરે, સતત જાગૃતિ રાખે. આ વાત સાંભળીને આપ એટલો નિર્ણય કરજો કે ક્યારેક જીવનમાં પતનની આવી કાતિલ પળો આવીને ઉભી રહે તો હું ખૂબ સજાગ રહીશ. રોમેરોમમાં, અણુઅણુમાં કામશત્રુના બહિષ્કારની ભાવના રાખજે. વિજય શેઠ અને વિજયા શેઠાણીની જેમ આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારે તો તે ઉત્તમમાં ઉત્તમ છે પણ એટલું સ્વીકારી ન શકો તો પોતાની પત્ની સિવાય જગતની તમામ સ્ત્રીઓને માતા અને બહેન સમાન ગણે. સ્ત્રીને જોઈને ક્યારે પણ વિકાર ઊભો થવો ન જોઈએ. માટે કામ શત્રુ પર વિજય મેળવો. એટલી વાત યાદ રાખજો કે આગને અડનારને આગ બાયા વિના રહેતી નથી અને આગની સાથે અડપલા ન કરનારને આગ કયારેય બાળતી નથી. એવી રીતે કુનિમિત્તોને સેવનારાને એ નિમિત્તો પછાડચા વિના રહેતા નથી અને કુનિમિત્તોથી સો ગાઉ દુર રહેનારાઓને કુનિમિત્તો કયારે ય પછાડતા નથી. આ કામશત્રુ પર વિજય મેળવવા માટે કામને ઉત્તેજિત કરે તેવા ભેજનને, પહેરવેશને અને તેવા વાંચનને સર્વથા ત્યાગ કરી દો અને તેનાથી વિપરીત વિકાને ઊઠવા ન દે તેવા ધર્મસ્થાનકમાં, સત્સંગમાં જતા રહે અને ધાર્મિક વાંચન કરે તે કામશત્ર પર વિજય મેળવી શકશે.