________________
[૩૧૯
શારદા શિરોમણિ ] ગામના પાદરે પહોંચી. ત્યાં એક કે હતો તે કૂવામાં પોતાના નાના નાના ચાર ફૂલ જેવા બાળકોને નાંખી દીધા અને પછી પોતે પણ પડી. થોડા શા ક્રોધના કારણે પાંચ પાંચ જેવોની ઘાત થઈ ગઈ! પતિ પત્ની વચ્ચે ગુસો થયો, તેમાં નિર્દોષ બાળકેએ શો ગુને કર્યો કે તેમને પણ કૂવામાં નાંખી દીધા. કોધનું કેવું ભયંકર પરિણામ આવ્યું ! ક્રોધ આવે ત્યારે તે ભવિષ્યના પરિણામને વિચાર નથી કરતા. આપણે નમે અરિહંતાણંના, નમો સિદ્ધાણુંના ભાવે જે સમજ્યા હોઈએ તે કપાય કરવી જોઈએ નહિ. ક્રોધી માણસ કુટુંબને સદ્ભાવ ગુમાવે એટલું નહિ પણ કલ્યાણ મિત્રો પણ ગુમાવે. શરીરથી તે ઘસાતે જાય, સાથે વેપાર ધંધામાં પણ મોટા ભાગે ખોટ ખાય. ડગલે ને પગલે ઠોકર ખાવાનું તેના નસીબમાં લખાયેલું હોય ! આવી ને આવી સંકલેશવાળી સ્થિતિમાં જીવન પૂરું કરીને તે જાય પરકમાં, ત્યાંની રિખામણીનું, વેદનાઓના ગુણાકારનું તે પૂછવું જ શું ?
આંતરશત્રુ ક્રોધ બહુ ખરાબ છે. આ પત્નીને કેવો તીવ્ર ભયંકર ક્રોધ આવ્યું હશે કે જે બાળકોને પિતાનાથી ઘડી પણ દૂર નહિ કરનાર એવા નાના ફૂલ જેવા નિર્દોષ બાળકને કૂવામાં નાંખી દીધા ! તીવ્રક્રોધ આ ભવમાં આપણું અહિત કરે છે અને પરલેકમાં પણ તેના કટુ વિપાક ફળ ભોગવવા પડે છે. બાહ્ય શત્રુઓ જેટલું નુકશાન નથી કરતાં એટલા આંતરશત્રુઓ કરે છે. આજે આપણા અંતરંગ શત્રુઓ કામ-ક્રોધ એ બે જીવનું કેટલું અહિત કરે છે તે વાત સમજ્યા. હવે માન અને લેભની વાત અવસરે.
આપણું અધિકારમાં આનંદ ગાથાપતિ ભગવાનની અમૃતમય વાણીનું પાન કરી રહ્યા છે. જિનવાણી સાંભળતા વિવેક, ઉપશમ અને સંવેગ જોઈ એ. ચેાથે બોલ છે નિર્વેદ. નિર્વેદ એટલે ભવ પ્રત્યે બેદ. સંસાર પ્રત્યે અરૂચી. નિવેદ આવે એટલે સંસાર પ્રત્યે અને સંસારના તમામ પદાર્થો પ્રત્યે અરૂચી પેદા થાય. એ બધું તેને હેય લાગે. નિર્વેદ આવે એટલે તે આત્મા શિવ માલુણ સિરિઝણું માઘસુ નિષે સુદામાજી” દેવ, મનુષ્ય અને તિ"ચ સંબંધી જે કામગ છે તેનાથી નિવૃત્ત થાય. સંવેગથી મેક્ષ તરફને વેગ ઉપડે અને નિવેદથી સંસાર પ્રત્યે અરૂચી થાય અને બધા વિષયેથી વિરક્ત થઈ જાય. બધા વિષયેથી વિરક્ત થયેલે જીવ આરંભ પરિગ્રહને ત્યાગ કરે. આરંભ પરિગ્રહને ત્યાગ કરીને સંસારના માર્ગને નાશ કરી દે અને મોક્ષમાર્ગને પથિક બની જાય. આનંદ ગાથાપતિ ભગવાનની વાણી સાંભળી રહ્યા છે. હવે શું બનશે તે ભાવ અવસરે.
ચરિત્ર:-પુણ્યસારને લેવા માટે દરવાજે બે માણસે આવ્યા છે. પુણ્યસાર કહે, મને શા માટે લઈ જાવ છે? તે લેવા આવનાર કહે, અમારા શેઠ મોટા ઝવેરી છે. તેમને સાત દીકરીઓ છે. તેમના લગ્ન લીધા છે. લગ્નની કુલ તૌયારીઓ થઈ ગઈ છે. તે દીકરીઓના વર કાણુ થશે ? તે માટે મુંઝવણમાં છે. અમારા શેઠને દેવે કહ્યું છે કે