________________
૩૨૨.]
[ શારદા શિરોમણિ આપે તો પણ તે સેનાના પાત્ર આગળ તે સાવ તુચ્છ છે. ભીખ માંગતો કઈ વાર દારૂડીયાઓ પાસે ગયા. તેમને કહ્યું-મને કંઈક આપો. દારૂડિયાઓ તે શું આપવાના દારૂ. તો તે ભિખારી એ દારૂ પણ સોનાના પાત્રમાં ભરવાને. તેને જ્ઞાન નથી કે આવા કિમતી સોનાના પાત્રમાં દારૂ ભરાય ખરો? આ ભિખારી ફરતે ફરતો બજારમાં તમારી દુકાન પાસે આવ્યો. તમે તેને સોનાના પાત્રમાં એંઠવાડ ભરતો જોયો. દારૂ ભરતો જોયો. તે તમારા મુખમાંથી એવા ઉદ્દગાર સરી પડશે કે આ કે મૂર્ણ છે કે સેનાના પાત્રમાં દારૂ અને એંઠવાડે ભરે છે!
બસ, આ સ્થિતિ જગતના જીની છે. સેનાના પાત્ર કરતાં અધિક મૂલ્યવાન માનવજીવન મળ્યું છે. સેનાના પાત્રની કિંમત કેટલી? ૨૫ હજાર, ૫૦ હજાર, અરે એક લાખ. તેનાં મૂલ્ય તે અંકાય છે ને! જ્યારે આ જીવનની કિંમત કેટલી ! એનાં મૂલ્ય થાય છે ખરા? ના, આ માનવજીવન તે અમૂલ્ય મળ્યું છે. દરેક ગતિના દરેક ભવમાં તેણે ઈન્દ્રિય રૂપી ચપ્પણિયામાં ભીખ માંગી છે. તે ભીખ શેની? ઈન્દ્રિયના વિષયેની. મને પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો કેમ મળે એ તેના જીવનનું લક્ષ્ય રહ્યું છે. કૂતરાના ભવમાં ગયા તો જેટલાના ટુકડા ખાતર બીજા કૂતરાઓ સાથે લડ્યો છે. મંકડે બનીને ગોળના રવા પાછળ દોટ મૂકી છે, કીડી બનીને સાકર પાછળ દોટ મૂકી છે અને ભૂંડના ભવમાં ગમે તે વિષ્ટા ચૂંથવામાં જિંદગી પૂરી કરી છે. નરકગતિમાં તો ઈન્દ્રિયને અનુકૂળ વિષયે મળવા મુશ્કેલ છે, છતાં ત્યાંય જીવને તલસાટ ઓછો નથી હોતો. પિતાના શરીર પ્રત્યેના રાગે ત્યાં રહેલા બીજા નારક જીવને ખૂબ દુઃખ આપ્યા છે. પડે તે માર ખાય છે, દુઃખ ભોગવે છે, પણ બીજાને મારવાની એકેય તક તેણે ગુમાવી નથી. દેવગતિમાં આવા દુઃખ નથી. ત્યાં દેવતાઈ રિદ્ધિવૈભવ ઘણું છે, તેમાં દેવે મૂછિત બની ગયા છે. આ રીતે ત્રણે ગતિઓમાં કુસંસ્કારના જથ્થા પડેલા છે. તેમાં પુણ્યદય જાગ્યો ત્યારે સુવર્ણ પાત્ર સમાન મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે, આ ભવમાં પણ એ ભૂતકાલીન ચેષ્ટાઓ કરે છે. એટલે ઇન્દ્રિયના વિષયેની ભીખ માંગી રહ્યો છે, દરેક ભવમાં સામગ્રીની પસંદગી કરે છે પણ મૂળ ભૂલ તે કાયમ રહે છે.
સુવર્ણપાત્રમાં દારૂ ભરનાર ભિખારીને આપણે મૂર્ખ કહેશું પણ આ માનવજીવન રૂપી સુવર્ણ પાત્રમાં જીવ શું ભરી રહ્યો છે? પાંચ ઈન્દ્રિયના વિષયોના ભિખારીપણા સિવાય છે શું ? લાખ રૂપિયા મળી જાય છતાં ભિખારીપણું ગયું નથી. આ જીવન સુવર્ણ પાત્ર નહિ પણ રત્નપાત્ર છે, એમ કહું તે પણ ઓછું છે. કેટલા પુણ્યનો રાશિ ભેગે થયો હશે ત્યારે આ માનવજીવન રૂપી રત્નપાત્ર મળ્યું છે. તેમાં શું ભરી રહ્યા છે? આવું સુંદર જીવન પામ્યા પછી પણ આ જીવ પાપકર્મો કરતો રહ્યો છે. આ રીતે જિંદગી બરબાદ કરી રહ્યો છે. આપ જે શાંતચિત્ત જીવનનો વિચાર કરશો તો આંખમાંથી આંસુ આવ્યા વિના નહિ રહે. અંતરમાં પશ્ચાતાપ થશે કે આ રત્નપાત્ર સમાન જિંદગી પામીને મેં કર્યું છે શું ? મારી જિંદગીને બરબાદ કરી નાંખી છે.