________________
૩૨૪]
[ શારદા શિરેમણિ
વિષયને ગ્રહણ કરતાં થાકે છે. આંખની સામે અવનવા રૂપો આવ્યા કરે. પીકચરો જુઓ. એ જોઈ જોઈને કેટલું જુઓ, પછી છેવટે એ થાકે. ૧૨ લાક, ૨૪ કલાક જુવે પછી કંટાળો આવે. તમને મીઠા ભજન જમવાનું મન થયું, ખાવા માટે જીભ લબકારા મારે છે. કેઈ વખત ફરસાણ જોયું તે ખાવા માટે લુલી લબકારા મારે છે પણ કયાં સુધી ? જ્યાં સુધી ખાધું નથી ત્યાં સુધી. ખાઈ લે પછી થાકી જાય. તમે જમવા બેઠા. શીખંડ એક વાટકો ખાધો. બે વાટકા ભરીને ખાધા. પછી? કઈ પરાણે એક ચમચી જેટલો ખવડાવવા આવે તો પાવું ન ગમે. કેરીને રસ તો બધાને બહુ ભાવે. એક બે ચાર પાંચ વાડકા ખાવ પછી કઈ પરાણે આપે તો જેવો પણ ન ગમે, કારણ કે ત્યાં રસેન્દ્રિય થાકી ગઈ. ખાવામાં તૃપ્તિ આવી ગઈ. આજે તમે બધા ડનલેપની પિચી સુંવાળી ગાદીમાં સૂવે છે. તમને તેમાં સૂવું ગમે છે. તમે સુઈ ગયા. છેવટે તેમાં પણ કંટાળે આવશે કે હવે નથી સૂ છું. મને ઊઠવા દે. સંગીત સાંભળવા બેઠા. પીકચરના, રેડિયાના, ગીતે સાંભળે છે તે બે ચાર કલાક ગમે પછી તો કંટાળો આવે ને! તે રીતે નાકને સારું સારું સુંઘવાનું મળે તે પણ બે ચાર કલાક પછી તો કંટાળો આવે ને ! મનમોહક સુગંધ માણતાં નાક પણ છેવટે થાકે. પાંચે ઈદ્રિયે થાકે છે પણ મન થાકતું નથી. આ ઇનિદ્ર થાકી ન જાય તે માટે એ ખૂબ કાળજી રાખે છે. જીભ થાકે તો એ આંખને રૂપ જેવા તૈયાર કરે. આંખ થાકે તે કાનને સંગીત સાંભળવા તૈયાર કરે. નાક થાકે તે સ્પર્શેનિદ્રયને તૈયાર કરે. સ્પર્શેન્દ્રિય થાકે તો સારા સારા ભજન જમવા જીભને તૈયાર કરે. આ રીતે આત્મા પોતે માલિક હેવા છતાં તેને નોકર જે બનાવી દીધું છે તેથી પાંચે ઈન્દ્રિયે પણ મનની આજ્ઞા માને આત્મા એવા માલિકની નહિ. નોકર જે માલિક બની જાય તે આત્માની કેવી દુર્દશા થાય એક ન્યાયથી સમજીએ.
રાજસિંહાસને બેસવાની માંગણી કરતે નોકર : એક રાજાને ત્યાં કેટલાય વર્ષોથી એક નેકર નેકરી કરતો હતો. તેની સેવાથી, તેના વર્તનથી રાજા તેના પર પ્રસન્ન થયા. એક વાર રાજાએ રાજસભા બેલાવીને તે નેકરને ઊભો કર્યો. રાજાએ સભા સમક્ષ જાહેર કર્યું કે આ નોકર મારે ખૂબ અજ્ઞાંકિત છે. તેણે મારી ખૂબ સેવા કરી છે. અત્યાર સુધી કામકાજની બાબતમાં તેના માટેની કેઈ ફરિયાદ આવી નથી. ગમે તેવા નાના મોટા કાર્યો કરવાને જયારે જ્યારે પ્રસંગ આવ્યું હશે ત્યારે તેણે ખૂબ પ્રમાણિકતાથી વફાદારીપૂર્વક તેણે બધા કામ કર્યા છે. આથી હું તેના પર પ્રસન્ન થયો છું. તે જે માંગે તે આપવા હું તૈયાર છું. નેકરને કહે-માંગ માંગ, જે માંગે તે આપીશ. નોકર કહે-આપની મારા પર કૃપાદષ્ટિ છે. આપ મને કંઈક આપવા તૈયાર થયા છે તે આપની પાસે માંગવા જેવું શું છે ? હે મહારાજા ! હું આપને ત્યાં કેટલાય વર્ષોથી નોકરી કરું છું. આપને વર્ષોથી રાજસિંહાસને બેઠેલા જેઉં છું. આપને સિંહાસને બેઠેલા જોઈને મને પણ એ સિંહાસન પર બેસવાનું મન થઈ જાય છે પણ મારી આ ભાવના તે આકાશમાં ફૂલ ઉગાડવા જેવી છે. અગ્નિમાંથી ઠંડક મેળવવા જેવી છે, ગમે તેમ તે ય હું તે નેકર!