________________
૩૧૦ ]
( શારદા શિરેમણિ મોક્ષ તરફને વેગ કરવો તેનું નામ સંવેગ. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે
મંતે નવે વિ કાય? સમ્યક પ્રકારના વેગથી જીવને શો લાભ થાય? संवेगेण अणुत्तर धम्म सध्ध जणयइ । अणुत्तराए धम्मसध्याए संवेगं हव्वमागच्छइ । અનંતાનુબંધી ક્રોહ, માન, માયા, ઢોé a Rā ર વ ા ધરૂજ્યારે આત્મામાં સંવેગ આવે છે ત્યારે અનુત્તર ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ થાય. તે અનુત્તર ધર્મશ્રદ્ધા થાય એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભને ખપાવે છે. અને નવા કર્મોને બંધ કરતું નથી. કર્મબંધના નિમિત્ત કારણ મિથ્યાત્વની વિશુદ્ધિ કરીને ક્ષાયિક સમ્યકત્વને આરાધક થાય છે. સમ્યકત્વની વિશુદ્ધિથી વિશુદ્ધ બનેલા કેઈ છે તે ભવમાં સિદ્ધ થાય છે અને જે તે ભવમાં મેક્ષ નથી જતા તે ત્રણ ભવમાં મેક્ષે જાય છે. ક્ષાયિક સમકિતી જે ત્રણ ભવથી વધુ ભવ નથી કરતા. આત્મા સ્વને ઓળખે તો તેને વેગ સાચે ઉપડે. આજે જગતના જે વિષયભગ પાછળ ખુવાર થઈ ગયા છે અને અનતે સંસાર વધારી રહ્યા છે. કારણ કે તેમને વેગ સંસાર તરફને છે. વિષયભોગ તરફથી વેગ ઘટાડો અને શુદ્ધ બ્રહ્મચર્યમાં આવે. માટીના ટોપલા ઉપાડતી જશમા ઓડણ પર સિદ્ધરાજ હિત થયે. તેને કહ્યું, તારા ટોપલા ઉપાડવાના મૂકી દે. હું તને મારી પટ્ટરાણી બનાવીશ. જશમા સિદ્ધરાજની વાત માને તે સતી શાની ? તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હે સિદ્ધરાજ ! આ મારી કાયા મૃત્યુને ભેટશે પણ તારા હાથમાં તે નહિ જ આવે. જશમાએ સિદ્ધરાજની વાત ન માની, ત્યારે સિદ્ધરાજે શું કહ્યું? તારા દેખતા તારા પુત્રોની વાત કરી નાંખીશ. માટે તું મારી વાત માની જા અને પટ્ટરાણીપદ નો સ્વીકાર કર. છતાં જમા ન માની. તેની નજર સામે સિદ્ધરાજે તેના પુત્રોને તલવારથી માર્યા. શીલ પ્રત્યેને કેટલે વેગ ! તે જરા પણ શીલથી ચલિત ન થઈ. આજે પંદરનું ઘર છે. તે કેર કરીને જગાડે છે. તે આત્માઓ! તમે ચાર સંજ્ઞા તરફને વેગ ઘટાડો અને દાન, શીયળ, તપ, ભાવ તરફ વેગ વધારે. આહાર સંજ્ઞાને તેડવા માટે આ મહામંગલકારી તપના દિવસે આવ્યા છે. બની શકે તે તપ કરશો, અને આપ ન કરી શકો તે અનુમોદન આપજો. તપ કરવાથી આત્મા વિશુદ્ધ બને છે અને વિશુદ્ધ બનેલે આત્મા ધીરે ધીરે મુક્તિને પામે છે. તેના સંસારને અંત આવી જાય છે. આનંદ ગાથાપતિને ભગવાનની વાણી સાંભળતા સંવેગના ભાવે આત્મામાં રમતા થઈ ગયા છે. હજુ આગળ શું ચાલશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર : દેવના કહેવાથી ધન શ્રેષ્ઠિએ ગામમાં દીકરીઓના લગ્નની તૈયારીઓ કરવાનું શરૂ કર્યું. આ તે વર વગરની જાન છે. તમાશાને તેડું હેય ! શેઠે મંડપ નાંખી દીધા. ઠેર ઠેર તોરણે બાંધી દીધા. આખું ગામ રોશનીથી ઝળહળી ઊઠયું. મંડપ પર રેશમી કીનખાબના પડદા શેભી રહ્યા હતા અને મખમલની જાજમ પાથરેલી હતી. ટેલ, નગારા અને શરણાઈઓ વાગી રહી હતી. આ રીતે લગ્નની કુલ તૈયારીઓ થઈ રહી છે. બધાના મનમાં થાય છે કે આ લગ્નની તૈયારીઓ તે થઈ ગઈ છે, પણ સાત દીકરીઓને પરણનાર કેણું આવશે ? આ બધી વાત એક દેવી બીજી દેવીને કહી રહી છે,