________________
શારદા શિરામણ ]
[ ૩૧૧
આજે સાતમેા દિવસ છે. ત્યાં એ કૌતુક થશે કે સાતેને પરણવા કોણ આવશે ? ખૂબ આશ્ચય જેવી વાત છે. જો તારી ઇચ્છા હાય તે આપણે ત્યાં જોવા જઈ એ. તેં મને પૂછ્યુ કે કોઈ કૌતુક જોવા જેવું છે. તેથી મેં તને કહ્યું બીજી દેવી કહે, તમે જે વાત કરી તે મને ખૂબ ગમી ગઇ. આપણે કેવી રીતે જઈશું ? પહેલી દેવી કહે-આપણે આ ઝાડ પર બેસી જઈ એ ને ઝાડને જ ઉડાડીએ. ત્યાં કૌતુક જોવામાં ખૂબ રંગ જામશે.
આ બંને દેવીઓ વચ્ચે થયેલી વાતેા પુણ્યસારે સાંભળી. તેના મનમાં થયું કે અત્યારે મારા પુણ્યના ઉદય છે. તેા મારા મનની બધી ચિંતાઓ છેડીને હવે આ દેવીએની સાથે ઝાડમાં બેસીને કૌતુક જોવા જાઉ. આવેા અવસર મને ફરી ફરીને નહિ મળે. એમ વિચાર કરી તે ઝાડની ખખાલમાં બેસી ગયા. ઝાડ તેા આકાશમાં ઉડવા લાગ્યું. પુણ્યસારને તે દેવિવમાનમાં ઉડતા હોય એવુ લાગ્યું. તેને તે ખૂબ મઝા આવી ગઈ. અંધારી રાત હતી, એટલે બધે કાળુ કાળું દેખાતુ હતુ, ઉંચે તેા તારા હતા. આ તે દેવની શક્તિથી ઝાડ ઉડી રહ્યું છે. દેવાની શક્તિ તેા અલૌકિક છે. આકાશમાં પક્ષી ઉડે તેમ ઝાડ ઉડી રહ્યું છે.
વલ્લભીપુરમાં આગમન : આ ઝાડ ઉડતું ઉડતું થેાડી વારમાં તેા વલ્લભીપુર આવી ગયું. તે નગરની બહાર ઉદ્યાનમાં ઉતર્યું, પછી અને દેવીએએ મનુષ્યાણીનુ રૂપ લીધુ.. જાણે ગુજરાતણા જોઇ લે. દેવના વચનથી ધન્ના શેઠે ચાર માણસેાને આ દરવાજે માકલ્યા હતા. તેમને ખાસ ભલામણ કરી હતી કે આ નગરના દરવાજામાં સવારમાં પ્રથમ બે સ્ત્રીએ દાખલ થશે. તે સ્ત્રીઓની પાછળ એક યુવાન છેકર આવતા હશે. તે યુવાનને આપ હાથ પકડીને અડી લઈ આવો. તેમાં વિલ`ખ કરશેા નિહ. આ બંને દેવીએ ઝાડ પરથી ઉતરીને નગર તરફ જાય છે. પુણ્યસારના મનમાં થયું કે હું આ ખખાલમાંથી બહાર નીકળીને દેવીઓ જે તરફ જાય છે ત્યાં હું પણ તેમની પાછળ પાછળ જાઉ’. એમ વિચાર કરીને તે બંને દેવીએની પાછળ ચાલ્યા. દેવીએને ખબર નથી કે અમારી પાછળ યુવાન છેકરો આવી રહ્યો છે. બંને દેવીએ આગળ અને પુણ્યસાર પાછળ, તે તા કૌતુક જોવા આવી રહી છે. નગરના દરવાજે પુણ્યસાર આવ્યે એટલે શેઠના માસા તેની પાસે આવ્યા. તેને પકડયા, પુણ્યસાર તેા બિચારો ગભરાવા લાગ્યા, મને શા માટે પકડતા હશે ? શું મને હામ હવનમાં હેમવા લઈ જતા હશે? મારો શુ'ગુના હશે ? શેઠના માણસા કહે, ભાઈ ! આપ ગભરાશે। નિહ. આપ અહી' ભલે પધાર્યાં. અમે તેા ક્યારના તમારી રાહ જોતા હતા. આ સાંભળીને પુણ્યસારના મનમાં થયુ` કે આ લાકા આમ શા માટે કહેતા હશે ? હું તેા પરદેશી મુસાફર છું. મારી રાહુ શા માટે જોતા હશે? હુ તા આ દેશને સાવ અજાણ્યા છું. કાઈ ને એળખતા નથી. તમે કોની વાટ જોતા હતા ? જે કારણ હેાય તે આપ મને કહે, મારે તા આ ગામમાં થઈને ખીજા ગામમાં જવુ છે, મારા હાથ શા માટે પકડે છે ?