________________
શારદા શિમણિ ]
| [૩૧૩ પ્રભુના જ્ઞાનની સૂક્ષમતા કે સટતાને મર્યાદા નથી. જેને પ્રભુના જ્ઞાનને પરિચય થાય તેને ઈન્દ્રાદિના જ્ઞાનથી સંતોષ થતો નથી. પ્રભુના જ્ઞાનની સરખામણીમાં ઈન્દ્રાદિનું જ્ઞાન સાગરમાં બિંદુ જેટલું પણ નથી.
કેવળી ભગવંતોની વાણીનું પાન કરવાને સેનેરી અવસર મળે છે. આ જગતમાં શ્રવણ કરવા જેવું કંઈ હોય તે કૃતવાણી છે.
રવિથી ટળે રાત્રિનું તિમિર, જ્ઞાનથી ટળે અજ્ઞાન અંધકાર,
જ્ઞાન તણે જ્યાં હેય સમીર, તે તે ભાવે બન્યા અમીર.
અમાસની રાત્રિને ઘનઘોર અંધકાર હેય છતાં સૂર્યનું એક કિરણ બહાર નીકળે એટલે અંધકારને અસ્ત થઈ જાય અને પ્રકાશ પુંજ પથરાઈ જાય, તેમ આત્મા પર લાગેલા અજ્ઞાનના અંધકારને દૂર કરવા માટે જ્ઞાન રૂપી સૂર્યની જરૂર છે. જેના જીવનમાં જ્ઞાનરૂપી સૂર્ય પ્રકાશી ગયું છે તે સાચા અમીર બની ગયા છે. જ્ઞાનથી આપણું જીવનમાં કેટલા ગુણ આવે છે? જ્ઞાન આપણને શું આપે છે તે સમજવા માટે એક ન્યાય આપું.
એક વ્યક્તિએ ડોલને દેરડાથી બાંધીને કૂવામાં નાંખી. કૂવે પાણીથી ભરપૂર ભરેલે હતે. તે માણસ કૂવામાં ઝેલ નાંખીને વાંકે વળ્યો અને ડેલને પણ વાંકી વાળી, એટલે ડોલમાં પાણી ભરાઈ ગયું. પછી તે ડોલને બહાર કાઢી લીધી. બીજા દિવસે એ જ ભાઈએ ડેલને દેરડા સાથે બાંધી પાણી ભરવા માટે બીજા કૂવામાં નાંખી. એ ડોલને કુવામાં નાંખીને પાણી ભરવા માટે બે ચાર વાર હલાવી તે ખનખન અવાજ આવ્યો, પણ ડોલમાં ટીપું પાણી પણ બહાર આવ્યું નહિ, પણ ખાલી પાછી આવી. આનું શું કારણ? કુવામાં પાછું જ ન હતું. એક કૂવામાં પાછું હતું ને બીજે કુ ખાલી હતે. પહેલા કુવામાં ડોલ નાંખી, તેને બહાર કાઢતાં પાણી લઈને તે બહાર આવી,
જ્યારે બીજા કૂવામાં ડોલ નાંખી તે તે પથરા સાથે અથડાઈને બહાર ખાલી પાછી આવી. જે કૂવામાં પાણી ન હોય તે કૂવામાં પચાસ વાર કે સે વાર ડોલ નાંખે તે પણ ડોલમાં પાણું નહિ આવે અને જે કુવામાં પાણી છે તેમાં એક વાર ડોલ નાખશે તે પણ પાણી લઈને બહાર આવશે. દેરડું, ડેલ, ખેંચનાર વ્યક્તિ તે એની એ જ છે પણ કુવામાં પાણી છે કે નહિ તે જોવાનું છે. એકમાં પાણી છે, બીજામાં નથી.
જૈનદર્શને આત્મા માટે આ ન્યાય આપે છે. તે આત્મા! તું સમજ. પાણી સમાન ક્રોધાદિ કષાય છે. નિમિત્તો બધા ડેલ જેવા છે. કુવા સમાન સંસાર છે. આ આત્મા સંસારમાં રહ્યો છે. તેને સેંકડો નિમિત્તો મળે છે. સંસાર રૂપી કુવામાં કપાયે રૂપી પાણી ભરેલું છે. ડોલ સમાન નિમિત્તો મળી જાય છે ત્યારે આત્મામાં કપાયે રૂપી પાણી ભરાઈ જાય છે. કારણ કે તેનું અંતર રાગ-દ્વેષના કીચડિયા પાણીથી ભરેલું છે. જે કુવામાં પાણી છે તેમાં ડોલ નાંખી કે તરત પાણી આવી ગયું, તેમ સહજ નિમિત્ત મળે કે, આત્મામાં કષાયનું પાણી ભરાઈ જાય. જે ખાલી કૂવો છે તેમાં ડેલ ગમે