________________
૩૧૨]
[ શારદા શિરમણ મન મૂંઝવણમાં ને ચિત્ત ચિંતામાં શેઠના માણસો કહે, ભાઈ! આપ ચિંતા ન કરશે. આપને કોઈ વાંક ગુને નથી. અમે આપને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમે તે ચિઠ્ઠીના ચાકર છીએ. આ નગરીમાં મોટા ધનાઢય ધન નામે શેઠ રહે છે. તેમણે આપને તેડાવ્યા છે. તે આપની રાહ જુવે છે. માટે આપ અમારી સાથે ચાલે. ભાઈ ! હું તે આ ગામ જોવા માટે આવ્યો છું. સેવકે કહે, આપ જેવા માટે નહિ પણ માણવા આવ્યા છે. તમે કહે છે કે અમારા શેઠ આપને બોલાવે છે, પણ તમે ભૂલ્યા લાગે છે. તમારા શેઠ જેને બેલાવતા હશે તે બીજે હશે. હું તે પરદેશી છું. મને તો તે ઓળખતા–પીછાણતા નથી. તે શા માટે મને બેલાવે ? તમને બીજા કેઈ ને તેડવા મેકલ્યા હશે ? તેને શોધીને આપ લઈ જાવ, તમે ભ્રમમાં ભૂલી ગયા છે. એમ કહીને તે સેવકને હાથ છેડાવીને ભાગવા જાય છે. માણસે કહે આપ કયાં ભાગો છે? અમે તમને નહીં છોડીએ. ભાઈએ ! આપ ભૂલમાં મને લઈ જશો તે હું માર ખાઈશ ને તમે પણ માર ખાશે માટે મારે આવવું નથી. સેવકે કહે, અમને અમારા શેઠે કહ્યું હતું કે આ દિવસે આપણા નગરની આ દિશામાં આવેલા દરવાજેથી સવારમાં પહેલી બે સ્ત્રીઓ દાખલ થશે ને તેની પાછળ એક યુવાન હશે. એ બધા નિશાન અમને બરાબર મળી ગયા છે, માટે આપ અમારી પાસેથી છટકવા માંગશો તે પણ છૂટી શકવાના નથી. પુણ્યસારનું મન મૂંઝવણમાં છે. ચિત્ત ચિંતામાં છે. તે સેવકેની સાથે નહિ જવા માટે આનાકાની કરે છે. હવે ત્યાં શું બનશે તે ભાવ અવસરે.
શ્રાવણ વદ ૭ ને બુધવાર :
વ્યાખ્યાન નં. ૩૬
: તા. ૭-૮-૮૫
કેવળજ્ઞાન અને કેવળ દર્શન પામ્યા પછી ભગવતે વાણીના અમૃતરસના ઝરણું વહાવ્યાં. તેમની વાણીમાં પરમજ્ઞાન અને સત્યને પ્રકાશ રહે છે. જ્યારે બીજા જની વાણીમાં દોષ, સંશય કે અસત્ય હોઈ શકે, કારણ કે તે છમરથની વાણું છે. કેવળીના જ્ઞાનમાં અને છદ્મસ્થ જીના જ્ઞાનમાં કેટલું અંતર છે તે બતાવતા ભક્તામર સ્તોત્રમાં
જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, નેવં તથા હરિહરાદિષ નાયકેષ! તેજસકુરન્મણિષ યાતિ યથા મહત્ત્વ, નૈવતું કાચશકલે કિરણું કુલેપિારા
પ્રભુ પાસે કેવળજ્ઞાન છે કે જેના બળથી એક સમય, એક પ્રદેશ, એક પરમાણુનું શાન થાય છે. બીજા કેઈ જીવ આટલી સૂક્ષમતાથી જ્ઞાન કરી શકતો નથી. કોઈ પણ જીવ કર્મથી લેપાયેલ હોય ત્યાં સુધી આટલી સૂફમતાથી જ્ઞાન થઈ શકતું નથી. એટલા માટે ભક્ત પ્રભુને કહે છે હે પ્રભુ ! તમારું સંપૂર્ણ, ગાંભીર્યવાળું જ્ઞાન જેવું શોભાયમાન લાગે છે તેવું ઈન્દ્ર, દેવેન્દ્ર, નાગેન્દ્ર કે કઈ પણું વ્યક્તિમાં શોભાયમાન લાગતું નથી. દેવકના ઈન્દ્રને તથા બીજા દેને અવધિજ્ઞાન હોય છે પણ તેને મર્યાદા છે, જયારે