________________
૩૦૮ ]
[ શારદા શિરેમણિ ભયંકર રોગમાં સપડાઈ જાય એ ખબર નથી. તમારે વફાદાર નોકર ક્યારે બેવફા બની જશે એ ખબર નથી. જે દીકરા આજે પપ્પા પપ્પા કરે છે એ જ દીકરા પૈસા ખાતર મારી નાંખતા અચકાતા નથી. પુણ્યના ઝાકઝમાળને જો તમારું જીવન સેંપી દેશે, એની હૂંફમાં જે તમારી સલામતી માની લેશે તો જ્યારે દુઃખના દિવસો આવશે ત્યારે તેમાં હિંમત રાખી શકશે નહિ, માટે ક્યાંય વિશ્વાસ મૂકશો નહિ. તમારા જીવનની તિજોરી કેઈના ભરોસે સેંપી દેશે નહિ. જ્ઞાની પુરૂએ પુણ્યને વંઠેલી બૈરીની ઉપમા આપી છે. વંઠેલી બૈરી ધણીને કાબૂમાં ન રહી શકે. પુણ્યના ઉદયે પાંચ ઈન્દ્રિયોનાં અનુકુળ સુખ મળ્યા હોય તે એમાં ફસાઈ જશો નહિ. એ સુખે દગાબાજ છે. ગમે ત્યારે દગો દઈ દેશે, માટે પુણ્યના ઉદયમાં સાવધાન રહેજે અને બને તેટલી આરાધના કરી લેજે.
પુણ્ય કેવું : પુણ્ય વંઠેલી બૈરી જેવું છે. તે એક ન્યાયથી સમજાવું. એક શેઠ મોટા એંજીનિયર હતા. તેમને પ્રભાવ, માન, સન્માન સમાજમાં ખૂબ. સૌથી મોટો ગુણ તે ચારિત્રને હતો. તે ગમે ત્યાં જાય તે પણ કેઈને શંકા કુશંકા ન થાય. મકાન ગમે તેટલું મોટું ને સુંદર હોય પણ જે તેને ધાબું ન હોય તો તે મકાનની કઈ કિંમત નથી, તેમ ચરિત્ર એ મકાનના ધાબા સમાન છે. જે ચારિત્ર ન હોય તે જીવનની કઈ કિંમત નથી. આ શેઠને ૨૪ મિત્રો હતા. મિત્રાચારી જળવાઈ રહે તે માટે દર રવિવારે બધા એક બીજાને જમવાનું કહેતા. આ શેઠ સૌથી મોટા હતા. તે કઈ દિવસ પિતાને ત્યાં જમવાનું કહેતા નથી. બધા વિચાર કરે છે કે આપણા મોટા મિત્ર શેઠ તે સજજન છે, ધનાઢય છે, ને નિર્લોભી છે. કંજુસીયા નથી પણ ઉદાર છે. તેમના આંગણે જે રડતા જાય તે હસતા થઈને આવે છે. તેને પાંચ પચીસ રૂપિયા દઈ દે છે. આપણું કરતાં પણ વધુ દાનમાં પૈસા વાપરે છે. છતાં કઈ દિવસ મિત્રોને પોતાને ત્યાં જમવા કેમ બોલાવતા નથી ? બધા સરખા સ્વભાવના નથી લેતા. બે ચાર મિત્રો કહે, શેઠ બોલે કે ન બેલે પણ આપણે તેમને સામેથી કહી દઈએ. ૨૪ રવિવાર પતી ગયા છે. માત્ર એક રવિવારને વારે બાકી છે. તે આપણા મોટા શેઠને ત્યાં રાખી દઈએ. શેઠને આ સાંભળીને ખૂબ આનંદ થયો. તેની આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા. આપ બધાની સેવાને લાભ મને મળશે, આપના પુનિત પગલા મારા ઘેર થશે. આપ બધા રવિવારે સાંજે છ વાગે આવી જજે.
કેટલા હુકમ છેડશે? : શેઠ ઘેર આવ્યા. આજે તેમના મુખ ઉપર અપૂર્વ આનંદ દેખાતો હતો. શેઠાણી કહે, આજે આ૫ના મુખ ઉપર અપૂર્વ ઉલ્લાસ દેખાય છે. તે આ આનંદ શેને છે તે મને કહે. શેઠ કહે-શેઠાણી! આજે આનંદની રંગોળી પૂરવાની છે. મારો આ આનંદ ક્યારે ટકે? આપ તેમાં રંગ પૂરો તે. શેઠાણીએ કહ્યું ભલે, આપના આનંદને ટકાવી રાખવા માટે હું અવનવી રંગોળી પૂરીશ. જો, વાત એમ છે કે મારા ૨૪ મિત્રો છે. તને ખબર છે ને? હું દર રવિવારે તેમને બધાને ત્યાં