________________
શારદા શિરેમણિ ]
[ ૩૦૭ બે મિત્રો હતા. એક મિત્રે પોતાના આંગણામાં આંબો વાવ્યો અને બીજા મિત્રે તેના આંગણામાં બાવળીયો વાવ્યા...જેણે આંબો વાવ્યો છે તેને દર વર્ષે સારી કેરી મળે છે. આંબાને મેર આવે ત્યારે કાચી કેરી ખાય અને પાકી જાય ત્યારે પાકી કેરી ખાય. આ રીતે ટેટથી કેરીઓ ખાય અને જલસા કરે છે. બે ત્રણ વર્ષ સુધી કેરી આવી, પછી એક વર્ષ ન આવી. આંબા પર મોર ન આવ્યા પછી કેરી મળવાની તે આશા
ક્યાં રાખવી? કેરી ન આવવાથી તે ઉદાસ–ગમગીન બની ગયે. તે સમયે એક તત્ત્વચિંતક ત્યાંથી નીકળે. આ ભાઈને ઉદાસ જોઈને પૂછ્યું, તમે આટલા બધા ઉદાસ કેમ છે? ભાઈ! ચાલુ વર્ષે આંબાના ઝાડ પર મેર આવ્યું નથી, તો પછી કેરી આવશે ક્યાંથી ? તત્વચિંતક કહે-ભાઈ! તું કેટલા વર્ષોથી કેરી ખાય છે? ચાર વર્ષથી. તું એને પોષણ આપે છે ખરો? ના. તો તું વિચાર કર. કેરી ખાઈએ અને તેને પિષણ ન આપીએ તે કેરી ક્યાંથી આવે? એને પિષણ આપવાની જરૂર છે.
જેણે આંગણામાં બાવળ વાવ્યો હતો ત્યાંથી આ તત્ત્વચિંતક પસાર થયો ત્યારે તે ભાઈ બેઠો બેઠો કાંટા વિણતે હતે. રાત્રે સાફ કરે. સવારે તે પડયા હેય તે રોજ કાંટા વીણીવીણીને કંટાળી ગયે. તત્ત્વચિંતક પૂછે છે ભાઈ! આ શું કરે છે ! બાવળીયાના કાંટા વણું છું. હવે તે હું વીણતાં વણતાં કંટાળી ગયો છું. ચિંતક કહે, તું આ વેઠ
ક્યાં સુધી કરીશ? બાવળીયા વાવ્યા છે તે કાંટા આવવાના તું આ રીતે કાંટા વીણવીણ કરે તે કાંટા જાય ખરા? જે તારે કાંટાને દૂર કરવા છે તે બાવળીયાનું મૂળ ઉખેડવાની જરૂર છે. જેથી એ ઝાડ ઉગે નહિ. તત્ત્વચિંતકે એક ઝાડને મૂળમાંથી ઉખેડવાનું કહ્યું અને એક ઝાડને પોષણ આપવાનું કહ્યું. આ જ રીતે ક્ષમા, સમતા, શાંતિ, આદિ ગુણે આંબા સમાન છે. તેને જેમ પિોષણ મળતું રહેશે તેમ તેમ તે ગુણ વધતા રહેશે. બાવળીયાનું મૂળ ઉખેડવા સમાન ક્રોધાદિ કષાય છે. તેને મૂળમાંથી ઉખેડવાની જરૂર છે.
જ્યાં સુધી કષાયની જડ ઊભી છે ત્યાં સુધી સંસારમાં કાંટા વાગવાના છે, માટે કષાયોને ઉપશમ કરવાની જરૂર છે. પ્રતિકૂળ સંગે આવે તે પણ કોઈ નહિ કરતાં શાંતિ રાખવી તેનું નામ ઉપશમ.
હવે જેનામાં ઉપશમ આવ્યો તેનામાં સંવેગ આવે. સંવેગ એટલે સમ્યક્ પ્રકારને પુરૂષાર્થ. આ જીવે સંસાર તરફ પુરૂષાર્થ ઘણે કર્યો છે. વેપાર ધંધામાં લાખોના કરોડના વેપાર ખેડે છે તે પુરૂષાર્થથી કરી શકે છે. એનજીનીયરની મેટી ડીગ્રી મેળવવી હોય તે તે પુરૂષાર્થથી મેળવી શકે છે.
આ બધે વેગ સંસાર તરફને છે. કર્મ બંધાવનાર છે. સંસારમાં પુરૂષાર્થ કરીને લક્ષ્મી મેળવશે પણ એ બધું પુણ્યને સિતારે ઝળકે છે ત્યાં સુધી. આ પુણ્યને વિશ્વાસ કરવા જેવું નથી. વર્તમાનમાં મળેલા સુખમાં અંજાઈ ન જતા. ગઈ કાલે એ વૈભવ કયાં હતે? કદાચ આવતી કાલે પણ નહિ હોય તો શી નવાઈ? આજની સંપત્તિ આવતી કાલે તિજોરીમાંથી પગ કરીને ચાલી પણ જાય. આજનું અલમસ્ત શરીર ક્યારે