________________
૩૦૬ ]
(શારદા શિરેમણિ પ્રાપ્ત કરવી જોઈએ. આપણે આત્મા અનંતકાળમાં કેટલીય વાર ભગવાન પાસે જઈ આવ્યો, તેમની વાણી પણ સાંભળી છે; છતાં હજુ આત્મા પાપભીરૂ બન્યો નથી. તેને ભવની ભીતિ લાગી નથી તેથી સંસારમાં રખડવાપણું ચાલુ છે. '
જિનવાણી સાંભળ્યા પછી આત્મામાં એ ચોટ લાગવી જોઈએ કે હવે મારી ભવકટ્ટી કેમ થાય? આ માનવ ભવ પામીને જે મારી ભવપરંપરા ઘટે નહિ તે આ માનવજન્મ નિરર્થક છે. હૃદયમાં જે ચોટ લાગે તે ખોટ પૂરાય. વીરવાણી સાંભળતાં હૈયામાં ચોટ લાગવી જોઈએ. ચોટ લાગે તે સમ્યફ મેળવવા દોટ મૂકાય. દેટ મૂકાય તે આત્માની ઓટ પૂરાય, પણ ભોટ આત્મા આ બધું સમજે ત્યારે ને? આત્મા સમજે નહિ એટલે ચોટ લાગે નહિ ચોટ લાગે નહિ. એટલે આત્મકલ્યાણ તરફ દોટ મૂકાય નહિ એટલે આત્માની ખોટ પૂરાય નહિ. ચોટ એટલે શું? એક જ વાર સાંભળી કામ કરવાનો નિર્ણય કરીએ તેવી અસર થાય તેનું નામ ચોટ. સંસારમાં કઈ તમને કંઈ કહે તે કેવી ચોટ લાગી જાય છે? તે કામ કરે છૂટકો કરે, શાલિભદ્રે એક શબ્દ સાંભળ્યું કે મારા માથે ધણી છે. ચેટ લાગી તે શાલિભદ્રને ઉપદેશની પણ જરૂર ન રહી, આ ચોટ કેવી લાગી કે દોટ મૂકી ને સંયમ માર્ગ તરફ પ્રયાણ કરી ગયા. દશાર્ણભદ્રને ભૌતિક ઠાઠમાઠમાં ઈદ્ર મહારાજાએ હરાવ્યું એટલે ચેટ લાગી તો ત્યાં ને ત્યાં દીક્ષા લીધી અને ઈદ્રો બધા તેમના ચરણમાં પડી ગયા. તેમને એકવાર આવી ચેટ લાગે તો કામ થઈ જાય. પ્રભુ પાસે ક્યારેય આવી માંગણી કરી છે કે મને આવી ચોટ કયારે લાગશે ? તમે જેને દિલથી ત્યાગ કર્યો હતો તેવું દિલ મને આપજો. તમારી માંગણી કેવી હોય ? શાલીભદ્ર જેવી રિદ્ધિ આપે. અભયકુમાર જેવી બુદ્ધિ આપે. માંગણી કરે તે એવી કરે કે શાલિભદ્ર, ધન્યકુમાર, મેઘકુમાર આ બધા સમક્તિ પામી ચારિત્ર ધર્મ સુધી પહોંચી ગયા. મને આ અવસર જલદી આવો. જે પ્રભુના વચનની અસર થઈ જાય તો જીવનમાં જે જે કસર (દેશ) હેય તે નીકળી જાય. જિનવાણુ મહારત્નની ખાણ છે અને આત્મિય સુખની ઉજાણી છે. ભગવાનની વાણી તે અલૌકિક અદ્દભૂત છે. તારી વાણી રસાળ શું અમૃત ભર્યું, તારા નયનમાં જાણે શું જાદુ ભર્યું,
જોતાં લાગે ભર્યો જાણે માતાને પ્યાર કે પામે છે. હે પ્રભુ! તારા દર્શનથી દેહના દર્દો તે જાય પણ આત્માના જન્મ, જરા, મરણના દઈ પણ જાય. આનંદ ગાથાપતિ વિવેકપૂર્વક ભગવાનની વાણી ઝીલી રહ્યા છે. જેનામાં વિવેક આવે તેનામાં ઉપશમ આવે. ઉપશમ એટલે ઉપશમાવવું. કષાયોને ઉપશમાવે. જે કષાયોનો સર્વથા ક્ષય થાય તે બેડે પાર થઈ જાય. ૧૧ મા ગુણસ્થાને ૨૮ પ્રકૃતિને ઉપશમ કરે છે. તે ગુણઠાણાની સ્થિતિ અંતર્મુહુર્તની છે. એ સ્થિતિ પૂરી થાય એટલે દશમા ગુણઠાણે આવે. ત્યાં સજાગ ન બને તે ગબડતા ગબડતો પહેલે સુધી પહોંચી જાય, માટે જ્ઞાની કહે છે કે કષાયને દૂર કરવા ઉપશમ ભાવ કેળવો.