________________
શારદા શિરમણિ]
[ ર૭૫ દીક્ષા નહિ લેવા માટે કાલાવાલા કર્યા પણ હવે શેઠ શકાય ખરા? છેવટે શેઠ ઘર છોડીને ગુરૂની શોધમાં ચાલી નીકળ્યા. ગુરૂદેવ મળતાં તેમના ચરણમાં જીવનનૈયા ઝુકાવી દીધી. સંયમનો માર્ગ એ સાધનાનું સોપાન છે. જ્ઞાની ભગવંત એ જ સમજાવે છે કે તમે સંયમ ન લઈ શકે અને સંસારમાં રહે છે તેમાં રમે નહિ.
લાલાજીએ સંતની પાસે જઈ દીક્ષા લઈ લીધી. તેમ આનંદ ગાથા૫તિ પણ ભગવાનના દર્શને જવા તૈયાર થયા છે. તે સારા સારા કપડાં, કિંમતી દાગીના પહેરીને તૈયાર થયા. ગામને સમૃદ્ધ, સુખી, પ્રતિષ્ઠિત માણસ જો ઠાઠમાઠથી જાય તે જનતા ઉપર તેને પ્રભાવ પડે. આનંદ ગાથાપતિ ભગવાનના દર્શને જાય છે એ સમાચાર કુટુંબીજનો, વજન, નેકરે બધાને મળ્યા. એટલે તેઓ પણ આનંદની સાથે ભગવાનના દર્શને જવા તૈયાર થયા. આપણે કેટલા પુણ્યોદય હોય ત્યારે તીર્થકર ભગવાનના પવિત્ર દર્શનને લાભ મળે. મને ઘણી વાર વિચાર આવે કે જીવે કેટલાં પુણ્ય કર્યા હશે કે આ ઉત્તમ મનુષ્ય જન્મ અને ઉત્તમ કુળ મળ્યું છે. એટલે જન્મથી સંસ્કાર સારા હોય. જયારે જીવ બિલાડીના ભાવમાં ગમે ત્યારે બિલાડી પોતાના બચ્ચાને જન્મ થતાં શું શીખવાડે છે? ઉંદરને દેખ અને ઝપટ મારજે. મારમારને માર. હિંસા, હિંસાને હિંસા. બિલાડી પોતાના બચ્ચાને જન્મ થતાં આ સંસ્કાર આપે છે. બિલાડીના ભાવમાં ચોવીસે કલાક ઉંદર મારવાની સતત વિચારણા ચાલતી હોય છે. કૂતરાના અવતારમાં પણ ચકલી આદિને મારવાની હિંસક વૃત્તિ પડેલી છે. આ અધમ પાપથી કદાચ વાઘવરૂના અવતારમાં જાય ત્યાં કેટલાય નિર્દોષ જીનો શિકાર કરે. ચકલીના ભાવમાં પણ નાના જીવજંતુઓને મારવાની પ્રવૃત્તિ હોય છે. આ બધા કર્મો બાંધવાના કેવા અવતાર !
જ્યાં ઘેર પાપના પિોટલા બાંધવાના. આ પાપ પછી જીવને નરક ગતિમાં ફેંકી દે. ત્યાં અનતી વેદના જીવ ભેગવે, નરકમાં થતી ભયંકર કષાય એવી કેઈક કષાય-ભરપૂર ગતિની ભેટ આપી દે. આ રીતે સતત દુઃખ ભરપૂર પાપભરપૂર દુર્ગતિઓની પરંપરા ચાલ્યા કરે. આમાંથી છૂટવું મુશ્કેલ છે. - બિલાડી, વાઘ, સિંહ આદિ ભવે કે જે ભવમાં પાપ આચરણ સિવાય બીજી પ્રવૃત્તિ નહિ એવા ભવમાંથી આજે આરાધનાને યોગ્ય એવા માનવભવમાં આવ્યા છીએ. બધાના માતાપિતાએ સંતાનને કેવા સંસ્કાર આપ્યા હશે ? બેટા! આપણાથી કીડી, માંકડ, મરછર આદિ નાના મોટા ને મરાય નહિ. એમને મારીએ તે આપણને પાપ લાગે. સંતાને થોડા સમજણું થાય ત્યારે સંસ્કારી માતાપિતા કહે છે. આપણાથી રાત્રિભેજન ન થાય. રાત્રિભેજન કરતા કેટલાય છિની હિંસા થઈ જાય છે, તેથી આપણને ખૂબ પાપ લાગે છે. આ રીતે રાત્રિભેજન કરતા અટકાવે છે. જેમાં અનંતકાય છની હિંસા છે એવા કંદમૂળ ખાતા અટકાવે છે. આ રીતે આપણા માતાપિતા પાપ કરતા રોકે છે. જે જેને આપણે મારીએ તે બીજા ભવમાં આપણને મારશે. આપણને જન્મથી આ સંસ્કાર મળ્યા છે, એટલે પાપ કરતાં હયું અચકાશે. જેવા પાપ કર્મો કરીશું એવાં