________________
૨૮૮ ]
[શારદા શિરેમણિ બેટી દયા ન કરે. એને કઈ ને કઈ કામમાં રાખો. નહિતર “નવરું મન નખેદ વાળે. ” પણ માતાને દીકરીની ખૂબ દયા આવતી. એટલે એને કઈ કામ બતાવે નહિ. છોકરીને કેઈ કામ કરવાનું નહિ એટલે ઘરની બારીએ ઊભી ઊભી બહારનું દશ્ય જોયા કરે. બહારના દશ્ય જોવા મળ્યાં, ખાનપાન રેજ સારા મળે, આ દિવસ કઈ પ્રવૃત્તિ નહિ. એટલે તેના નવરા મનમાં વિચારને સડે પિઠો. જ્ઞાની કહે છે કે જેને બ્રહ્મચર્ય વિશુદ્ધ પાળવું હોય તેને જ સારા સારા ભોજનને, મજશેખનો ત્યાગ કરવો પડે. તેણે કાંઈ ને કોઈ પ્રવૃત્તિ કરતા રહેવું, પણ મનને નવરું ન પડવા દેવું. શ્રમજીવી જીવન જીવવું જેથી તેનું મન કેઈ ને કઈ પ્રવૃત્તિમાં પરોવાયેલું રહે એટલે મનમાં પેટા વિચારે આવે નહિ. આગળ સાંભળજો કે તે છોકરીનું પોતાનું જીવન સ્વાવલંબી ન હોવાના કારણે સુખ સંપત્તિમાં, મજશોખમાં અને વૈભવવિલાસમાં ગળાડૂબ રહેવાને કારણે તેનું મન
નવરું મન નખેદ વાળે : કામરાગ તેને સતાવવા લાગ્યો. તેના ઈદ્રિયોના ઘેડા દડવા લાગ્યા. હવે તેનું મન કાબુ બહાર ગયું. છેવટે તેણે પોતાની દાસીને બોલાવીને કહ્યું, હવે મારું મન કંટ્રોલમાં રહી શકતું નથી, માટે તું એક સારો છોકરો શોધી લાવ. દાસી આ શબ્દો સાંભળતાં ધ્રુજી ઊઠી, આ કરી શું બોલે છે ? મારા શેઠની આબરૂ શી ! ઈજજત શી! ખાનદાન ઘરની છોકરીમાં આ વિચાર હાય એ વખતે તે એને શાંત પાડવા દાસીએ કહ્યું, ભલે હું શોધ કરીશ, પછી દાસીએ આ વાત શેઠાણીને કરી. શેઠાણી પણ આ વાત સાંભળતા ધ્રુજી ઊઠયા. અરે, મારી કુંખે જન્મેલી છોકરીમાં આવા ભાવ કયાંથી આવ્યા ? શેઠાણીએ શેઠને વાત કરી. શેઠ કહે, આનું કારણ તમે છે. મેં તમને પહેલેથી કહ્યું હતું કે એને નવરી ન બેસવા દો. એને કામમાં રોકે. તમે મારી વાત ન માની, તેથી વાતાવરણ બગડયું. ખેર, હવે તમે ચિંતા ન કરશે. તે માટે હું એક કિમિ શોધી કાઢીશ. આ છોકરીને સુધારવા માટે શેઠે પિતાથી બુદ્ધિથી ઉપાય ઘડયો હતો. હવે દીકરી આખે દીવસ કામમાં રહેતી. જરાય નવરી પડતી નહિ. એટલે શેઠાણીએ તેની દાસીને કહ્યું, હવે તું દીકરીના વિચારો જાણી લાવજે. દાસી બેન પાસે ગઈ. જઈને કહે છે બેન ! તમે થોડા દિવસ પહેલા મને કહેતા હતા તે સારે છેકરે લઈ આવું ? આ શબ્દો સાંભળતા બેનને ક્રોધ આવે. અરે દાસી ! તને આ શબ્દ બોલતાં શરમ નથી આવતી? આપણા ખાનદાન ઘરમાં આવી વાત કરતાં તેને લજજા નથી આવતી? મારા માતાપિતાનું કુળ કેણ? સંસ્કારી ઘરમાં આવું છાજે? દાસી સમજી ગઈ કે બેન ઠેકાણે આવી ગઈ છે. બ્રહ્મચર્યની રક્ષા માટે કેઈ વ્યવસાય જોઈએ. - ભગવાને એટલા માટે સંતને સ્વાવલંબી બનાવ્યા છે. છ ખંડના સ્વામી ચક્રવતી પણ દીક્ષા લઈને નીકળ્યા ત્યારે પિતાનો બેજે પોતે જાતે ઉપાડતા. કેવી છે પ્રભુના શાસનની બલિહારી છોકરી એશઆરામી ને પરાવલંબી બનવાથી વિષયના રાગે તેને કેવી સતામણી કરી ! માટે જ્ઞાની પુરૂએ રાગ-દ્વેષને ત્યાજ્ય-હેય કહ્યા છે. રાગ બે પ્રકારને. પ્રશરત રાગ અને અપ્રશસ્ત રાગ. જગતની તમામ વસ્તુઓ જડ અને ચેતન પ્રત્યે જે