________________
૩૦૨]
[ શારદા શિરેમણિ આવી પ્રતિજ્ઞા લીધી છે તો તે એક વાર જરૂર ઠેકાણે આવી જશે. પિતાજી તે ગુજરી ગયા. તેમની બધી અંતિમ ક્રિયા કરી. લક લાજે ૧૫ દિવસ તે ઘરમાં રહ્યો. જુગાર, દારૂ બધું ૧૫ દિવસને બંધ કર્યું, પછી તેને થયું કે શું આ નાની ઓરડીમાં પડયા રહેવાનું ? અહીં તે કાંઈ મઝા આવતી નથી. ઘરમાં બધું સૂનકાર દેખાય છે. લાવ જવા દે મઝા માણવા.
પિતાની ભૂલને ભૂલ માનતા કરેલે પશ્ચાત્તાપ : એમ વિચાર કરી પગ ઉપાડ ને ઘરની બહાર ગયે, ત્યાં યાદ આવ્યું કે પિતાજીએ કહ્યું છે કે જે તને જુગાર છૂટે નહિ ને રમવાનું મન થાય તે ૧૨ થી ૧રા વાગે જુગારીયાને ઘેર જજે પછી આવીને જુગાર રમજે. તે તે ૧૨ વાગે જુગારીયાને ત્યાં ગયો. તે ત્યાં તેની પત્ની રડે. બાળક રડે. પત્ની કહે છે–મારા પિયરનો કરિયાવર અને સાસરાના દાગીના બધું આપે જુગાર પાછળ સાફ કરી નાંખ્યું. અત્યારે ઘરનું પુરૂ કરવા ઘટીને પૈડા ચલાવી મજૂરી કરી માંડ બે પૈસા મેળવું છું તે પણ આપ લઈ જાય છે. આ કરતાં મને રંડાપિ આવ્યો હોત તો સારું હતું કે હું મજૂરી કરીને મારા બાળકનું ભરણપોષણ તો કત ને! આ રીતે પત્ની પિતાને બળાપો કાઢતી. આ દશ્ય જોઈને, સાંભળીને આ છોકરાના મનમાં થયું કે મેં પણ શું કર્યું છે? મારા પિતાની બધી મિલ્કત મેં સાફ કરી નાખી. ઘરબાર વેચી નાખ્યા છતાં મારા મા-બાપ સારા કે મને ઘરમાં રાખ્યો. મને ધક્કો મારીને ઘરની બહાર તો નથી કાઢી ને? તેમની પણ આવી દશા થઈ હશે ને ! મારી પત્ની પણ આ રીતે રડતી હશે ને ! તે બધા કાળ કલ્પાંત કરતા હશે. હવે મારે આજથી જુગાર રમ નથી. તે તો તેના ઘરના પગથીયા ઉતરી ગયેા. માનવ માત્ર ભૂલને પાત્ર છે પણ જે ભૂલને કબૂલ કરી ભૂલ સુધારે તે સાચે. માનવ. ભૂલને ભૂલ માને નહિ તે દાનવ. છેકરાને ખૂબ પશ્ચાત્તાપ થયો. મારા કારણે માતાપિતા કેટલા દુઃખી થયા. પિતા તે મરી ગયા. હું સીધી રીતે સુધર્યો નહિ એટલે પિતાએ મને સુધારવા માટે આ રસ્તો શોધે લાગે છે. તેનામાં માનવતા પ્રગટી ગઈ. હવે જુગાર નહિ રમવાને દઢ નિર્ણય કરી લીધું.
બીજે દિવસે મિઠાઈ ખાવાનું મન થયું ત્યાં પિતાના શબ્દો યાદ આવ્યા કે તારે મીઠાઈ ખાવા જવું હોય તે કંઈની દુકાને બે વાગે જજે. મધખતે ઉનાળે. તે બે વાગે કંદોઈની દુકાને ગયે. કંઈ પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો. તેના કપડાં તે ગંધાતા મેલા હતા. તેના પરસેવાના ટીપા તેમાં પડતાં હતાં. ઘરમાં જરા અસ્વછતા દેખાય તે થાળી પછાડીને ઊભા થઈ જાય. છોકરાએ આ બધું જોયું. એટલે તેણે નિર્ણય કર્યો કે કંદોઈની દુકાનની મિઠાઈ મારે ખાવી નહિ. બે વાતમાં તો સુધરી ગયા. થોડા દિવસ થયા એટલે તેના મનમાં થયું કે મને કાંઈ મઝા કે આનંદ આવતો નથી. મનમાંથી કામને કીડો હજુ ગયો નથી એટલે વેશ્યાને ઘેર જવા તૈયાર થયો. ઘેડે આનંદ કરી આવું. ત્યાં પિતાના શબ્દો યાદ આવ્યા કે તારે વેશ્યાને ઘેર જવું હોય તો સવારે ઊઠીને તરત જજે. તે બીજે દિવસે સવારે ઊઠીને તરત ગયે.