________________
શારદા શિમણિ ]
[ ૩૦૧ સાંભળવા ક્યાં અને ક્યારે મળે? જ્યારે સાંભળવા મળે ત્યારે એને અવર્ણનીય આનંદ થાય છે.
આ બધાનો સાર એ છે કે આત્માના હિતાહિતને વિવેક લાવવા માટે હિતાહિતને દિલમાં વસાવી, ઠસાવી, રસાવી લેવાના. આનંદ ગાથાપતિ ભગવાનની વાણુને દિલમાં વસાવી દેશે, ઠસાવી દેશે અને રસાવી દેશે. એ વાત આપ આગળ સાંભળો. તે અત્યારે ભગવાનની સન્મુખ બેસીને વિવેકપૂર્વક વાણી સાંભળી રહ્યા છે. જેનામાં વિવેક હોય તે તર્યા વગર રહે નહિ. જ્ઞાની ભગવંતે સંતને પણ વિવેક કરવાને બતાવ્યું છે. ગુરૂ ભગવંત શિષ્યને કાંઈ કામ હોય ને અવાજ કરે ત્યારે અવાજ સાંભળતાં કહે ગુરુદેવ! શું કહે છે? હું આવું છું. ગુરૂ બૂમ પાડે. શિષ્ય સાંભળે છતાં જવાબ ન આપે તો તે પાપને અધિકારી થાય છે, કારણ કે તે ગુરૂ ભગવંતને વિનય વિવેક ચૂક છે. ઉપાધ્યાય ગુરૂ બોલાવે ને જવાબ ન આપે તો પહેલા કરતા વિશેષ પાપ લાગે. આચાર્ય બોલાવે ને જવાબ ન આપે તો એથી વિશેષ પાપના ભાગીદાર થાય છે. તે શિષ્ય સ્વચ્છેદી બની જાય છે. સંસારમાં પણ વિનય વિવેક તે જોઈશે. જેનામાં આ ગુણ છે તે આત્મા કદાચ પાપના ઉદયે પતનના રસ્તે ગયો હશે તે પણ ઠેકાણે આવી જશે.
સંગને રંગ : એક ધનાઢય શ્રીમંત શેઠને દીકરે ખરાબ મિત્રોના સંગે ચઢી ગ. સંગ તેવો રંગ આવ્યા વિના રહે નહિ. તે ખરાબ મિત્રોના સંગથી સાતે વ્યસનમાં પૂરો થઈ ગયો. દારૂ, જુગાર, ચેરી, વેશ્યાગમન બધા વ્યસને તેનામાં આવી ગયા. આ વ્યસનોમાં બાપના પૈસા પૂરા કર્યા. ભંડારેના તળિયા દેખાવા લાગ્યા. પિતાની આબરૂ, ઈજજત પર કલંક લગાડ્યું. એક સમયે તેના પિતા બિમાર પડ્યા. પિતાની અંતિમ ઘડીએ નજીક દેખાણી. દીકરાને સમાચાર મોકલ્યા કે તારા પિતા સિરીયસ છે. તેમને મૃત્યુ નજીક દેખાય છે માટે એકવાર તું ઘેર આવી જા. પિતાના વચન ખાતર ઘેર આવ્યા તો ખરે. પિતા કહે બેટા! મારી એક વાત સાંભળીશ? મારે તમારે ઉપદેશ સાંભળવો નથી. દીકરા! મારે તને ઉપદેશ આપે નથી. તારે જે રસ્તો છે તે એમ જ રહેશે. એમાં કઈ બાધા-પીડા નહિ આવે તેવી વાત મારે કરવી છે. બોલ. તે તું સાંભળીશ ને ? ભલે, પિતાજી! મારા રસ્તામાં વાંધો આવતો ન હોય તો આપ જે કહેવું હોય તે ખુશીથી કહો. હું તે સાંભળીશ.
દીકરાને સુધારવા પિતાજીએ આપેલી પ્રતિજ્ઞા : પિતા કહે, બેટા! મારી ત્રણ વાત યાદ રાખજે. તને જુગાર છૂટે નહિ અને જુગાર રમવાનું મન થાય તે તારે જુગારીયાઓને ઘેર બપોરે ૧૨ થી ૧૨ વાગ્યા સુધીમાં જવું. તે પછી જુગાર રમ. બેલ આમાં તને વાંધે છે? ના. આમાં મને કોઈ વાંધો નથી. ભલે હું તેમ કરીશ. (૨) તારું મન વિકારેથી કોઈ હિસાબે જીતાય નહિ અને વેશ્યાને ત્યાં જવાનું મન થાય તે સવારમાં ઉઠીને તરત ત્યાં જજે. (૩) મિઠાઈ ખાવાનું મન થાય તે કદેઈની દુકાને બે વાગે જજે. છોકરાને થયું કે આ ત્રણ વાતમાં મને કઈ વાંધો આવે તેમ નથી. એટલે તેણે પિતાની ત્રણે વાતને સ્વીકાર કર્યો. પિતાના દિલમાં ઠંડક થઈ