________________
ઉ૦૦ ]
[ શારદા શિરેમણિ આદિ જેમણે મારા આત્માને સંસારમાં રખડા છે! તેમને મારું તે આ સંસારને અંત આવી જાય. જે કર્મો ઉદયમાં આવ્યા છે તે ખપે તેટલા ખપાવી લઉં.
જેને કડવા ઘૂંટડા પચાવતાં આવડે એને ક્ષમાદિ સવળી ચાલ સહેલી થઈ પડે. ડોકટરની દવા કડવી હોય છે, છતાં કેમ પી જાવે છે? આરગ્ય માટે. તે આત્માના આરોગ્ય માટે બીજાના ગુસ્સાભર્યા, પ્રતિકૂળ વચન, વર્તનના કડવા ઘૂંટડા પણ હસતા મુખે પી જવાના. જીવનમાં વિવેક જગાડવા મહાપુરૂષોના જીવનને વિચાર કરેઃ વિવેક એટલે મનમાં હિતાહિતનું વસવું ઠસવું ને રસવું. વિવેક આવ્યો એટલે હિતાહિત મનમાં વસી ગયું, મનમાં ઠસી ગયું અને રસી ગયું. એટલે મન, હિતના આદરનું અને અહિતના ત્યાગનું રસિયું બની ગયું.
વસવું ; જેના મનમાં હિતાહિતના અને હેય-ઉપાદેયના વિચાર આવે પણ બીજા આલતુ ફાલતુ વિચારે ન આવે તેને આત્મા જાગતો કહેવાય. હિતાહિતને છેડીને જે આડાઅવળા વિચારો કર્યા કરે તેને આત્મા અવ્યક્ત મૈતન્યવાળો ગણાય. વેપારધંધામાં મોટા માણસોને વેપાર કેમ કરે? એમાં નફો કેમ થાય? નુકશાન કેમ ન થાય? વગેરે હિતાહિતની તેમને ખબર પડે છે. તેમના મનમાં એ એવું વસી ગયું હોય છે કે એમને બસ એના વિચાર આવ્યા કરે. જેમ નાના બાળકને દુકાને બેસાડે તો એ વેપાર કરવામાં શું સમજે ? નફાતોટાને વિવેક કરવાને ખ્યાલ એને ક્યાંથી આવે ? એ વિવેક નથી તો એના મનમાં નફાટાના વિચાર આવે જ કયાંથી ! કારણ કે એના મનમાં હજુ એ વસી ગયું નથી. તેમ આત્માના હિતાહિત-હેય, ઉપાદેય જેના મનમાં વસી ગયા નથી તેને એના વિચાર આવતા નથી. જેમ કે અચરમાવતી જીવ.
ઠસવું ? આત્માના હિતાહિતને, હેય-ઉપાદેયને મનમાં વસાવી દીધા પણ સાથે ઠસાવવાની જરૂર છે. ઠસાવવા એટલે શ્રદ્ધા સાથે એને દઢ સચોટ નિરધાર-નિર્ણય. આ નિર્ણય એ કે ગમે તેવા સંયોગો આવે કે ઉપસર્ગો આવે તે પણ એ બદલાય નહિ. એને ક્ષમા હિતરૂપ લાગે, ક્ષમા તારણહાર લાગે, પછી કદાચ સામેથી માથાવાઢ ઘા આવે તો પણ તેને ક્રોધ ન આવે પણ ક્ષમા રાખવી એ તેનું કર્તવ્ય લાગે. ક્ષમાને એવી ઠસાવી દીધી કે ગમે તેવા કપરા પ્રસંગમાં પણ ક્ષમા જ હિતકારી લાગે.
રસવું : આત્માના હિતાહિતને દિલમાં વસાવવા, ઠસાવવા ઉપરાંત રસાવવાની જરૂર છે. રસાવવું એટલે દિલ એનું રસિયું બનાવવું. જે બીડી પીતો હોય એવા બીડીના વ્યસનીનું દિલ એવું રસીયું બની ગયું હોય છે એટલે આઘોપાછો જાય, બીડી પીવાને રસ એવો કે ઝટ બીડી ફેંકવા માંડે. બીડી ન મળે ત્યાં સુધી એને બેચેની લાગે. એ મળે ત્યારે એ ફૂંકતા ખૂબ આનંદ અનુભવે છે તેમ ભગવાનની વાણી જેના દિલમાં વસી ગઈ, દિલને ઠસી ગઈ પછી તેનું દિલ વીર વાણી સાંભળવાનું રસીયું બની જવાનું. જ્યારે વીરવાણી સાંભળવાને રસીયો બને પછી એને જ્યાં સુધી વીરવાણી ના સાંભળે ત્યાં સુધી ચેન ન પડે. એને એક જ ઝંખના હોય કે મને જિનવાણી