________________
૨૯૦]
| [ શારદા શિરેમણિ તે સમયે તે તે જતો રહ્યો. સાંજ પડી એટલે ફરી વાર આવ્યું. શેઠના પગમાં પડીને કહે છે કે હું આપના રોટલા ખાઉં છું. આપનું લૂણ મારા પેટમાં પડયું છે. આપ મને ગેટ આઉટ કરે કે મારી નાંખે. જે કરવું હોય તે કરો પણ આપને નહિ જવા દઉં. છતાં શેઠે ચેકિયાતની વાત ન માની.
ચેકિયાત શેઠાણી પાસે ગયો. જઈને કહ્યું –બા ! આપ શેઠને ગમે તે રીતે સમજાવો. જે ૧લેનમાં જવાના છે તે પ્લેનમાં લંડન ન જવા દેશે. ભાઈ ! તું શા માટે જવાની ના પાડે છે ? એ વાત પછી તમને કહીશ. ના...એનું કારણું કહો. બા! આજે રાત્રે મને એવું સ્વપ્ન આવ્યું છે કે શેઠ જે પ્લેનમાં જવાના છે તે લેન અહીંથી થોડે દૂર ગયું ને સળગ્યું અને ધરતી ઉપર તૂટી પડ્યું, માટે આપ શેઠને એ પલેનમાં ન જવા દેશો. તે તે હું પણ કેમ જવા દઉં? શેઠાણી આવ્યા શેઠ પાસે અને વિનંતી કરીને કહે છે, આપે પરમ દિવસે જે પ્લેનમાં જવાના છે તે પ્લેનમાં આપને જવાનું નથી. શેઠાણી ! તે દિવસે તો ત્યાં કેટલીય મિટીંગે છે. તે સિવાય ઘણું કામ છે. મારે ગયા વિના ન ચાલે. હું આપને નહિ જવા દઉં. ટિકિટ કેન્સલ કરાવી દે. ન કરે નારાયણ અને એનું સ્વપ્ન સાચું પડી જાય તો ? ત્યારે શેઠ તાડૂકીને કહે છે કે એ તે મૂર્ખ છે. તું પણ એના જેવી મૂખી કયાં બને છે? એના સ્વપ્ના કોઈ સાચા પડતાં હશે ! હું તો જવાનો છું. તને કાંઈ ભાન છે કે નહિ ? મારા વિના ત્યાં કેટલું કામ અટકી જશે? તમે બધા મારી મુસાફરીને શું ત્રણ પત્તાની રમત સમજે છે ? શેઠ તો ખૂબ ગરમ થઈ ગયા પણ શેઠાણીએ હઠ પકડી કે ગમે તેટલું નુકશાન થાય તે ભલે થાય. જે થવું હોય તે ભલે થાય... પણ હું તમને નહિ જવા દઉં; છતાં જો આપ જશે તો હું અને પાણીને ત્યાગ કરીશ. હવે શેઠ શું કરે ? પેલા ચેકિયાતને ગેટ આઉટ કર્યો પણ શ્રીમતીજીને કંઈ ગેટઆઉટ કરાય ? (હસાહસ) ચેકિયાતનું કહ્યું ન માન્યું પણ શ્રીમતીજીનું કહ્યું તે માનવું પડે ને ! એમની આજ્ઞાનો સ્વીકાર કરવો પડે ને ! શેઠાણીના હઠાગ્રહની પાસે શેઠને નમતું મૂકવું પડયું, છેવટે શેઠને ટિકિટ કેન્સલ કરાવવી પડી.
ત્રીજે દિવસે પ્લેન ઉપડયું. થોડે દૂર ગયું ત્યાં ટાંકી ફાટી જવાથી પ્લેન જમીન પર પડ્યું. પ્લેનમાં બેઠેલા બધા માણસો મરી ગયા. રેડિયા પર સમાચાર આવી ગયા. ત્યાં તો બીજે દિવસે પેપરમાં સમાચાર ઝળકયાં ! આ સમાચાર વાંચતા શેઠનું આખું કુટુંબ આનંદમાં આવી ગયું. શેઠના દીકરાઓ કહે છે ભાઈ ચેકિયાત ! તે તો અમારા પિતાજીની જિંદગી બચાવી લીધી. શેઠાણ કહે ભાઈ ! તેં તે મારા પતિને બચાવીને મારો સૌભાગ્યને ચાંદલે અમર રખાવે છે. આખા કુટુંબને, સગાસનેહીઓને ખૂબ આનંદ થયે પણ જે પ્લેનમાં બિચારા મરી ગયા એમના પત્ની, પરિવારનું શું થશે ? એનું કેઈના દિલમાં દુઃખ થયું ? ના, ના. આ સંસાર સવાર્થને સીમાડો છે.