________________
શારદા શિરેમણિ ]
[ ૨૯૩ રાખવું પડે છે. આ માટે એક ભવમાં પુરૂષાર્થ કરવાથી સફળતા મળી જતી નથી. તે માટે બીજા ભવમાં પણ પુરૂષાર્થ કરે પડે છે. કઠીન લેખંડના ટુકડાને કાપવા માટે મજબૂત ધણના કેટલાય ઘા મારવા પડે છે ત્યારે તે કપાય છે. કેઈ વ્યક્તિ બે ચાર ઘણના ઘા મારે અને પછી કહે કે કપાતું નથી, તો લેખંડના ટુકડાને કાપવા માટે બે ચાર ઘા કામ નહિ આવે. ત્યાં નિરાશ થઈને બેસી જવાથી તે લેખંડના ટુકડા થઈ શકતા નથી. તે માટે તે ઘા મારવાને પુરૂષાર્થ ચાલુ રાખવું પડે છે, તેવી રીતે રાગ-દ્વેષની વૃત્તિઓને હટાવવા માટે લાંબા સમય સુધી આત્માએ પ્રયત્ન ચાલુ રાખવો પડે છે. પાછળથી થતાં ધના ઘાથી લોખંડના ટુકડા થઈ ગયા પણ તેથી એમ ન માની શકાય કે પહેલાં કરેલા ઘણના ઘા નકામા છે. લેખંડના ટુકડા કરવામાં પહેલા કરેલા ઘા ને હિસ્સો રહે છે. તે રીતે છેલા ભવમાં રાગ-દ્વેષને હટાવવાના જે પ્રયત્નો કર્યા તેનાથી રાગ-દ્વેષ નાશ થયા પણ તે રાગ-દ્વેષ ક્ષય થવામાં આગળના ભાવમાં કરાયેલા પ્રયત્નોને પણ હિસ્સો હોય છે. તે પ્રયત્ન કાંઈ નિષ્ફળ જતા નથી. - જ્યાં સુધી આત્મા પર મિથ્યાત્વ અને અજ્ઞાનને ગાઢ અંધકાર છવાયેલે છે ત્યાં સુધી આત્માને રાગ-દ્વેષ હોય છે, ત્યાજ્ય છે, એ સમજાતું નથી, પરિણામે તે આત્માનું પરિભ્રમણ અટકતું નથી.
राग दोसे य दो पावे, पापकम्म पवत्तणे ।
ને મિત્રÇ મા નિદર, તે ન જઈ મંછે ! ઉત્ત. અ. ૩૧. ગા. ૩ પાપકર્મમાં પ્રવૃત્તિ કરાવવાવાળા રાગ-દ્વેષ એ બે પાપ છે તેને જે સાધુ હંમેશા રોકે છે. તે આત્મા સંસારમાં પરિભ્રમણ કરતા નથી. અપ્રશસ્ત રાગ-દ્વેષ એ પાપની પ્રવૃત્તિ કરાવે છે માટે હેય છે, પ્રશસ્ત રાગ-દ્વેષથી પોપ બંધાતું નથી, પણ કર્મની નિર્જરા થાય છે. આ રૂડો મનુષ્ય ભવ અને વીતરાગનું વિરાટ શાસન પામીને અપ્રશસ્ત રાગદ્વેષને દૂર કરી તેને પ્રશસ્ત બનાવવાનો પુરૂષાર્થ કરવાને છે. વીતરાગી બનવા માટે તે છેલે એ રાગ પણ છેડવાને છે. પણ જ્યાં સુધી એ કક્ષાએ પહોંચ્યા નથી ત્યાં સુધી પ્રશસ્ત રાગ જરૂરી છે. એ રાગ વીતરાગી પદ સુધી પહોંચાડે છે. આત્માનું શ્રેય કરાવનાર સારી વસ્તુ તરફ રાગ થાય એટલે આત્માનું ખરાબ કરાવનાર સામગ્રી તરફ અણુગમે પેદા થયા વિના ન રહે. સાધક વસ્તુ ઉપર રાગ થાય એટલું એનું આચરણ કરવાનું મન થાય અને બાધક વસ્તુઓ ઉપર અણગમો થાય એટલે એનાથી દૂર થવાય. એ રીતે કરતા સાધ્યની સિદ્ધિ થાય. પ્રશસ્ત રાગ નહિ કેળવાય તે અપ્રશસ્ત રાગ તે માર મારી રહ્યો છે. અપ્રશસ્ત રાગ તે બધી ગતિમાં છે, અપ્રશસ્તમાંથી પ્રશસ્ત રાગ કેળવવાનું અમૂલ્ય કામ આ માનવભવ સિવાય બીજે કયાંય નહિ થાય. અનાદિ અનંત કાળથી જીવ સંસારમાં ભટકી રહ્યો છે તેનું કારણ એ છે કે, અપ્રશસ્તરાગને છેડીને પ્રશસ્ત રાગને પકડો નથી માટે જે વસ્તુઓ તરફ અણગમે પેદા થે જોઈએ તે વસ્તુઓ તરફ