________________
૨૨]
|| શારદા શિરેમણિ યંત્ર દ્વારા મરજીવાને પ્રાણવાયુ પહોંચાડતે રહે છે. એક દિવસ એક મરજીવાને દરિયામાં ઉતરવાનો પ્રસંગ આવ્યો. બધી તૈયારી કરી લીધી પણ પંપયંત્ર પાસે જે માણસ બેઠો હતો તેને જોઈને મરજીવાએ દરિયામાં ઉતરવાનો ઈન્કાર કરી દીધે. કેપ્ટન કહે- કેમ ભાઈ? હવે ના પાડે છે ? જુઓ સાહેબ ! પપયંત્ર પાસે આ જે માણસ બેઠો છે તેની સાથે મારે થોડા દિવસ પહેલા અણબનાવ થયે છે. હું દરિયામાં ઉતરું અને આ માણસ પંપયંત્ર બંધ કરી દે તો તે મારું મેત જ થઈ જાય, માટે હું આવું જોખમ ખેડવા તૈયાર નથી. એ માણસને તે સ્થાનેથી ઉઠાડી મૂકે તે હું નીચે ઉતરું. જેના હાથમાં આપણી જીવનદેરી હોય તેની સાથે આપણે સંબંધ તે સારો હવે જોઈએ.
આ કેવી સરસ મજાની બેધપ્રદ વાત છે. આપણા જીવનના તમામ સુખ, શાંતિ, સમાધિ વગેરેને મુખ્ય આધાર હોય તો તે છે જિનાજ્ઞા. શ્રી જિનેશ્વર ભગવંતે, ઉપકારી ગુરૂદેવો અને આરાધનામાં સહાયક બનતા સ્વધમીએ આ બધાની સાથે આપણો સંબંધ કેવો હોવો જોઈએ? આપણે અનંતકાળથી રખડી રહ્યા છીએ તેનું મૂળ કારણ આ છે કે આપણા તારક જિનેશ્વરની જિનાજ્ઞા સાથેનો સંબંધ તોડી નાંખે છે. દુર્ગતિમાં વેઠેલા તમામ દુઃખ અને જીવનમાં ફાલીકુલીને તગડા બનેલા અગણિત પાપો એ બધાનું મુખ્ય કારણ આ જ હતું.
નિગોદમાં અનંતા જેની સાથે જ્યારે આપણે કે પૂરાયા હતા ત્યારે પગ તારક તીર્થંકર પ્રભુએ આપણી વાસ્તવિક હિત ચિંતા કરેલી. આપણું આત્માએ મનુષ્ય ભવમાં આવીને ભોગમાં ભાન ભૂલી અને મેહમાં મસ્ત બનીને ન કરી પરલેકની ચિંતા ! ન નજરમાં આવ્યા દુર્ગતિનાં દુઃખે, ન વિચાર્યા પાપ કર્મના કટુ વિપાકે, જગતને ખુશ કરવા જગત પતિની સામે પડયા. રાગીઓની આજ્ઞા ખાતર વીતરાગની આજ્ઞાને નેવે મૂકી. પાપક્રિયાઓને ક્ષણિક આનંદ મેળવવા ખાતર તારક ધર્મકિયાઓની ઠેકડી ઉડાવી ! ઇન્દ્રિયના વિષયો પાછળની આંધળી દોટથી સંયમી જીવનની ઉપેક્ષા કરી. આ રીતે જીવે ભગવાનની આજ્ઞાને અનાદર કર્યો છે.
આપણે વાત ચાલતી હતી કે પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગની. દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યેને રાગ પ્રશસ્ત છે, એવા દેવ અરિહંત ભગવાનની આજ્ઞા માં આપણું શ્રેય રહેલું છે. પ્રશસ્ત રાગ એ વીતરાગી દશા પામવાને ઉપાય છે. એનાથી નિર્જરા પણ થાય, નિર્જરા ન થાય તો વીતરાગ દશા શી રીતે પમાય ? વીતરાગ દશા પામ્યા વિના મુક્તિ નથી. “જે વીતરાગને રાગ થાય તે વીતરાગ નહિ અને આપણને પ્રશસ્ત રાગ ન થાય તો ધમી નહિ. માટે જે અપ્રશસ્ત રાગ-દ્વેષ છે તેને પ્રશસ્ત બનાવવાની મહેનત કરવાની છે. અપ્રશસ્ત રાગદ્વેષવાળા જીવની દશા એ આત્માની બિમારી રૂપ છે. તેની જડ આ આત્મામાં એટલી બધી દઢ બની ગઈ છે કે તેને જડમૂળથી નાશ કરવો અશક્ય નથી પણ અત્યંત મુશ્કેલીનું કામ તો છે જ. તે માટેનો પ્રયત્ન શરૂ કર્યો કે તરત તે નાશ થઈ જતા નથી. તે માટે તે કેટલા દીર્ધકાળ સુધી પુરૂષાર્થ ચાલુ