________________
[ ર૧
શારદા શિમણિ ].
શું રાતને ચોકિયાત રાતે ઊંઘે? શેઠ મોટા મિલમાલિક હતા. બીજે દિવસે પિતાના દુકાનના, મિલના, ઘરના બધા માણસોને અને પોતાના સગાં-સ્નેહીઓને બોલાવ્યા. બધાને ભેગા કરીને ચેકીયાતે પોતાના પ્રાણ બચાવ્યા તે બદલ ખૂબ પ્રશંસા કરી. બીજા લોકોએ પણ એની પ્રશંસા કરી. શેઠે તેને ફૂલહાર પહેરાવી પ૦૦૦ રૂપિયાનો ચેક તેના હાથમાં મૂકો. સાથે સાથે એને નોકરીમાંથી કાયમ માટે ડિસમીસ કરવામાં આવે છે એમ જાહેર કર્યું.
ત્યાં બધા એક સાથે બોલી ઊઠયા કે આ શું? આમ કેમ ? જેણે શેઠને બચાવ્યા તેનો ઉપકાર તો જિંદગીમાં ન ભૂલવું જોઈએ. ચોકિયાત તો આ સાંભળીને રડવા લાગ્યો. મારે શું વાંક ગૂને ? વાંક ને કાંઈ નહિ. આ તમારે ચેક ને ફૂલહાર પાછા લઈ લે. મારે નોકરીમાંથી છૂટા થવું નથી. આપ મને કાયમ માટે પાછે નોકરીમાં સ્વીકારી લે, એવી મારી નમ્ર વિનંતી છે ત્યારે શેઠે કહ્યું- ભાઈ તેં મારા પ્રાણ બચાવ્યા તે બદલ તારે ઉપકાર માનીને તારો સત્કાર કરીને રૂા. ૫૦૦૦ નો ચેક લખી આપે, પણ મારી તને આજ્ઞા શી હતી ને તે શું કર્યું ? મારી આજ્ઞા એ હતી કે આખી રાત એક પણ ઝેકું ખાધા વગર ખડે પગે ચેક કરવાની. ત્યારે તું કહે છે કે મને આવું સ્વપ્ન આવ્યું ? તો તું કહે કે સ્વપ્ન ક્યારે આવે ? તું ઊડ્યો હોય તે સ્વપ્ન આવે ને ! રાતના ચેકિયાતથી ઊંધાય ખરૂં ? આ રીતે આખી રાત જાગવાની મારી આજ્ઞાને તે ભંગ કર્યો છે. આજ્ઞાને ભંગ કરીને થતું કેઈપણુ લાભ મારા માટે નકામે છે. ભલે, તે મારા પ્રાણ બચાવ્યા, એ બદલ મેં તારે ઉપકાર માનીને તારો સત્કાર કર્યો પણ મારી આજ્ઞાને ભંગ કર્યો એના દંડરૂપે હું તને નેકરીમાંથી કાયમ માટે રજા આપું છું.
દેવાનુપ્રિયે ! આજ્ઞાપાલનનું કેટલું મહત્વ છે એ તમે સમજ્યા ને ? ચોકિયાતે શેઠની આજ્ઞાને ભંગ કર્યો તે શેઠે એને કાયમ માટે નોકરીમાંથી રદ કર્યો. આ વાત આપણે પણ સમજવાની છે. શેઠ તે આપણું તીર્થંકર પ્રભુ અને ચેકિયાત સમાન આત્મા. જ્યારે અમે દીક્ષા લઈએ ત્યારે પ્રભુને કેલ આપીએ છીએ કે હે પ્રભુ ! હું આપની આજ્ઞા પ્રમાણે ચાલીશ. વીતરાગ આજ્ઞા એ જ અમારું જીવન છે. એ જ અમારે શ્વાસ અને પ્રાણ છે. જમાલીએ ભગવાનની આજ્ઞા ન માની ને તેમનાથી અલગ થયા અને ભગવાનના વચન ઉથલાવ્યા તે મરીને કિલ્વિીષી દેવ થયા. જે ભગવાનની આજ્ઞાનું પાલન કરતા નથી તેને અનંત સંસાર વધે છે. પ્રભુની આજ્ઞાનું પાલન કરવામાં જીવને મહાન ફળની પ્રાપ્તિ થાય છે.
દરિયાના પેટાળમાં પડેલા રત્ન લેવા માટે મરજીવાઓ જ્યારે દરિયામાં ઉતરે છે ત્યારે તેઓને પ્રાણવાયુ લેવામાં તકલીફ ન પડે તે માટે એક ચોક્કસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપર રહેલા વહાણમાંથી એક લાંબી નળી મરજીવાના શરીર સાથે જોડવામાં આવે છે. તેને એક છેડે વહાણમાં રહેલા પંપમંત્ર સાથે જોડાયેલ હોય છે. આ પંપયંત્ર પાસે એક માણસને બેસાડવામાં આવે છે. તે માણસ આ પંપ