________________
શારદા શિરેમણિ ]
[૨૮૯ રાગ વતે છે તે અપ્રશસ્ત રાગ છે. અપ્રશસ્ત રાગથી પાપ બંધાય છે અને પ્રશસ્ત રાગથી પુણ્ય બંધાય છે. દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યેનો રાગ પ્રશસ્ત રાગ છે. કોઈ પણ જાતની આકાંક્ષા, દેલ રહિત દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યેને રાગ તે પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે. અનાદિકાળથી જીવનો સ્વભાવ રાગદ્વેષમાં એટલે બધે સુદઢ બની ગયો છે કે તે રાગ-દ્વેષને હેય માનવા છતાં પણ ત્યાગ કરી શકતો નથી, માટે રાગદ્વેષથી મુક્ત થવાને માટે સર્વ પ્રથમ અપ્રશસ્ત રાગને હટાવી પ્રશસ્ત રાગને આશ્રય લે જરૂરી છે. જીવને અપ્રશસ્ત રાગમાં લીન બનાવી રાખનાર મિથ્યાત્વના સંબંધને પ્રશસ્ત રાગથી તેડી શકાય છે. જે આત્મા રાગને એકાંત ત્યાગ માની રાગના ત્યાગની અવસ્થામાં પ્રશરત રાગને આશ્રય લેતું નથી તે જીવ દિનપ્રતિદિન અપ્રશસ્ત રાગની જાળમાં ફસાતે રહીને દુર્ગતિને ભક્તા બને છે. પ્રશસ્ત રાગથી જીવ કૃતજ્ઞ અને ગુણાનુરાગી બને છે. ગુણાનુરાગથી આત્માના ગુણોનું ભાન થાય છે. આમાના ગુણેનું ભાન થવાથી તે ગુણોના
ધક ત પ્રત્યે તિરસ્કાર ભાવ જાગે છે. તિરસ્કાર ભાવ જાગે એટલે ગુણેના રોધક તને હટાવવાનો પ્રયત્ન થાય. જેમ જેમ પ્રયત્ન કરીએ તેમ તેમ તે રોધક તને નાશ થાય અને સ્વગુણે પ્રગટ થતાં જાય. એ રીતે અનુક્રમે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય ગુણેની પૂર્ણતા પ્રગટ થતાં આત્મા કૃતકૃત્ય બની જાય છે.
પ્રશસ્ત રાગથી બંધાતું પુણ્યાનુબંધી પુણ્ય જીવને ભવાંતરમાં મેક્ષસાધક સાધનોને પ્રાપ્ત કરાવી તે સાધનો દ્વારા સાધ્ય સિદ્ધ થાય છે. રાગ-દ્વેષને નાશ કરવાની આજ્ઞા ફરમાવનારા ભગવંતે આપણને કહ્યું છે કે રાગ દ્વેષના નામ માત્રથી ડરવાનું નથી પણ એ જોવાનું છે કે એ રાગ પ્રશસ્ત છે કે અપ્રશસ્ત? પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો જીવન બેડો પાર થઈ જાય અને આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ તો કેટલું નુકશાન થાય છે તે એક ન્યાયથી સમજાવું.
એક મોટા કરોડપતિ શેઠ હતા. એમને રહેવાને બંગલે ખૂબ મેટો. જાણે આલેશાન ભવન જોઈ લે ! બંગલાને ફરતો વિશાળ બગીચે હતા. આ બંગલ અને બગીચાનું ધ્યાન રાખવા માળીએ, નેકરે અને બે ચોકીયાતે રાખ્યા હતા. એક રાતને અને બીજો દિવસને. બંને ચેકીયાતો શેઠના બંગલાને ફરતા આંટા મારતા ને બંગલાનું બરાબર ધ્યાન રાખતા. એક વખત શેઠને લંડન જવાનું નક્કી થયું. એમની ટિકિટ પણ આવી ગઈ. એક દિવસ સવારમાં ચાપાણી પીતા હતા ત્યારે રાતને ચેકીયાત દેડતે આવ્યા. આવીને શેઠના પગ પકડીને કહે છે શેઠજી! આપ ત્રણ દિવસ પછી લંડન જવાના છે પણ હું આપને નહિ જવા દઉં. ચોકીયાતની વાત સાંભળીને શેઠને ગુસે આ મૂરખા...ગયા વિના ન ચાલે. અરે બેવકૂફ! મારે લંડન જવાનું છે ને તું અપશુકન કરવા કયાં આવે? તારા જેવા અભણ માણસે મારા કાર્યમાં ડખલગીરી કરવી નહિ. એ મૂર્ખ ! ગેટઆઉટ.” તું બહાર ચાલે છે.