________________
શારદા શિશમણિ ]
[ ૨૮૭
તેમની જિંદગીમાં એક જ વાર રડયા છે. તે પણ રડવા જેવુ` હતુ` માટે પિતાજી ! આપની આંખાના આંસુનું કારણ જે હોય તે કહે. પિતાજીએ કહ્યુ, દીકરી !....આટલું ખેલતા ખેલતા શેઠ ઢીલા થઈ ગયા. હું કંટાળી ગયા . કેમ કંટાળ્યા છે ? ભલે, આપને દીકરા નથી પણ હું દીકરી તેા છું ને ! બેટા ! તને કહીને હું શું કરું! તું પરઘરની વસ્તી ! બાપુજી ! જે હાય તે કહે.. આપણી દુકાનમાં, પેઢીમાં કેટલા બધા માણસા કામ કરે છે. જો હું દુકાનમાં હાજરી ન આપું, તેમની તકેદારી ન રાખું તા નોકરા ગેટે વાળે માટે તકેદારી રાખવી પડે છે. આપણુ' ધર પણ મેટું, તેની સાફસૂફી માટે, કામકાજ માટે નોકર તેા ધણાં છે. તેમની પણ તકેદારી રાખવી પડે. ન રાખીએ તેા ગોટાળા વળી જાય. મારું આ દુ:ખ મારે કોને કહેવું ? મારું મગજ કામ કરતુ નથી. પિતાજી ! આ વાતમાં આટલા બધા ઢીલા થઇ ગયા ! બીજું કાંઇ નથી ને ? હવે આપ ઘરની ચિ'તા ન કરશેા. ઘરની તમામ જવામદારી આજથી હું... સભાળીશ. ઘરના બધા નાકા પર દેખરેખ હું રાખીશ. આપે મને પાળીપાષીને મોટી કરી તેનુ ઋણ હું કાંઇ ન વાળું ? શેઠે નોકરને બોલાવીને બધાને કહ્યું, આજથી ચાવીનો ઝુડે હું મારી દીકરીનેસાંપું છું. આજથી ઘરનો બધા કારભાર તેને સાંપુ છુ.. રસેઈયાએ જે ઘી, ગાળ, સાકર, લાટ, અનાજ, મસાલા જે જોઇએ તે મેન પાસે મ`ગાવવાના. કપડાં ધાનારે સાબુ, ભૂકી જે જોઇએ તે મેન પાસેથી માંગી લેવાના, આખા દિવસમાં કેટલુ વપરાયું તેના હિસાબ સાંજે બહેનને આપવાનો. એમાં જો જરા પણ ગરબડ થશે તેા બધાની ખબર લઇ નાંખીશ. છેકરીએ તેા બધે તાળા મારી દીધા.
વિધવા દીકરીને પિતાએ આપેલ આશ્વાસન : હવે બેનના દરજજો વધી ગયા. કમ્મરે ચાવીના ઝુડા લગાડી ઘરમાં ફરે છે. સવારના પાંચ વાગે ઊઠે ત્યારથી કાઇ આ માંગે, કોઇ તે માંગે. આખા દિવસ નાકરાને વસ્તુઓ આપવામાં જાય. સાંજે ડાયરીમાં બધા હિસાબ કરવા બેસે. રાતે નવ વાગે સૂવા પામે. આખા દિવસની થાકી પાકી હાય એટલે 'ઘ તરત આવી જાય. સવારે પાંચ વાગે એટલે એનના નામની ખૂમ પડે. તે ઊઠીને કામે લાગે. આ રીતે આખા દિવસ કામમાં જાય. જરાય નવરી ન પડે. આ રીતે ૧૫ દિવસ ગયા. ૧૫ દિવસ પછી શેઠાણીએ દીકરીની જે વિશ્વાસુ દાસી હતી તેને ખેલાવીને કહ્યું', તું દીકરીની જડતી લેજે. દીકરીના વિચારો જાણી લે. દાસી કહે, ભલે. વાત એમ મની છે કે આ શેઠની દીકરી પરણીને ૩ મહિનામાં વિધવા થઈ છે. માતાપિતાને તેથી ખૂબ આધાત લાગ્યા. છેવટે શેઠે દીકરીને ખૂબ આશ્વાસન આપ્યુ. અને કહ્યું, તું ચિંતા ન કરીશ. આપણા ઘેર રહેજે ને ધમ ધ્યાનમાં મનને પરોવી દેજે તે જમાનામાં છેકરીએ ફરી વાર પરણતી ન હતી. છેકરીને સાસરીમાં પૈસેા ખૂખ અને પિયરમાં પણુ પૈસે ઘણુા. એટલે કામ કાંઈ કરવાનું નહિ.
બાળવિધવાનું પતન : શેઠ શેઠાણીએ દીકરીને પોતાને ઘેર રાખી. દીકરીની માતા એને આરામમાં ને આનદમાં રાખે છે. ત્યારે પિતા ઘણીવાર કહેતા-તમે દીકરીની