________________
શારદા શિરેમણિ ]
[૨૮૫ આ શેઠે સંસારના સુખ માટે અઠ્ઠમ કર્યો. ત્રીજી રાત્રે પાછલા પ્રહરે એકદમ અજવાળું થયું. દેવ પૂછે છે બોલે, શેઠ! આપે મને કેમ યાદ કર્યો ? હું અત્યારે ખૂબ મુંઝવણમાં છું. તારે શી મુંઝવણ છે ? તારી ચિંતા હોય તે કહે. દેવે તે અવધિજ્ઞાનના ઉપયોગથી જઈ શકે છે કે આ શેઠને શી મુંઝવણ છે ? છતાં દેવે તેમને પૂછ્યું. શેઠ કહે હે દેવ! મારે સાત દીકરીઓ છે. તેમણે એ અડગ નિર્ણય કર્યો છે કે અમે પરણીશું તે સાતે એક વરને પરણીશું. આ માટે હું આખા દેશમાં ફરી વળે. કંઈક છોકરાઓને જોયા પણ કઈ હિસાબે મેળ બેસતો નથી. મારે હવે શું કરવું? આપ મને દુઃખમાંથી છોડાવે. અત્યારે તો આપ મારા આધારભૂત છે. શેઠ હવે દેવને ખૂબ કરગરશે ને શું બનશે તે અવસરે. શ્રાવણ વદ ૪ને રવિવાર : વ્યાખ્યાન નં. ૩૩ : તા. ૪-૮-૮૫
અનંત જ્ઞાની ભગવાન ફરમાવે છે કે જગતના દરેક જીવે સુખને ઈચ્છે છે, દુઃખ સ્વપ્નમાં પણ ઈચ્છતા નથી. સુખ મેળવવાની અને દુઃખ દૂર કરવાની ઈચ્છા હોવા છતાં પ્રમાદને કારણે સુખ મળતું નથી અને અજ્ઞાનના કારણે દુઃખ ટળતું નથી. પુણ્યથી સુખ અને પાપથી દુઃખ પરંતુ બંનેના સર્વથા ક્ષય પછી શાશ્વત એવા આત્મિક સુખની પ્રાપ્તિ થશે અને દુઃખને સદા માટે અંત આવશે. પરમ શાંતિ ને સુખના અનુભવી અને આત્મ સ્વરૂપના માર્ગે ચાલનાર સંત મહાત્માઓના સમાગમ વિના જીવ સુખના સાચા માર્ગને પામી શકતો નથી. પુષ્ય અને પપ એટલે શુભ અશુભ કર્મો. તે બંને બેડી સમાન છે. પુણ્ય ઉત્તમ હોવા છતાં પણ સેનાની બેડી સમાન છે. પાપ તે લોખંડની બેડી સમાન છે. શાશ્વત સુખને પ્રાપ્ત કરવા માટે છેવટે તે પુણ્ય પણ હોય છે. પુણ્યથી મળતું સુખ સંસારી જીવોની દષ્ટિએ ગમે તેટલું ઉત્તમ હોય પણ તે નશ્વર છે. સ્થાયી નથી, માટે એવા સુખને પણ જ્ઞાનીઓએ દુઃખરૂપ કહ્યા છે. સાંસારિક સુખ અને દુઃખ બંને ત્યાજ્ય હોવાથી બંનેની પ્રાપ્તિમાં કારણભૂત પુણ્ય અને પાપ બને ત્યાજ્ય છે. એ બંનેની મુક્તિથી જીવ શાશ્વત સુખનો ભેતા બની શકે છે, પણ અમુક સમય સુધી પુણ્યની પણ આવશ્યકતા રહે છે. તે પુર્ણય પણ માત્ર પુણ્યાનુબંધી પુણ્ય.
- પુણ્યાનુબંધી પુણ્યથી જીવને અનુકૂળ સામગ્રી મળે છતાં તે સામગ્રી પર તેને રાગ ન થાય કે સામગ્રી મળ્યાનું અભિમાન પણ ન હોય. તે સામગ્રીમાં મારાપણાની બુદ્ધિ હોતી નથી. ભેગ ઉપભોગની અનુકૂળ વિશિષ્ટ સામગ્રીઓ મળવા છતાં તેમાં આસક્ત નથી બનતા પણ તેના પ્રત્યે અનાસક્ત ભાવથી રહે છે. પુણ્યાનુબંધી પુણ્ય આત્મ ગુણેની ખીલવણી કરાવે છે. આત્મા ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન ન પામે ત્યાં સુધી આ પુણ્યાનુબંધી પુણ્ય ભોમિયા જેવું કામ કરે છે. વિકટ રસ્તાને ભોમિયા માનવીને તેના ઈચ્છિત સ્થાને પહોંચાડ્યા પછી જેમ પાછે વળી જાય છે તેમ તેરમાં ગુણસ્થાને પહોંચાડીને તે પુણ્યાનુબંધી પુણ્ય રૂપી ભૂમિ આપ