________________
૨૮૪ ]
[ શારદા શિરેમણિ આપ સાતે ભેગી થઈને તમારા માટે ધણને શેધી લે. શેઠ કહે-ના. તે હું કાયર કહેવાઉં. મારાથી દીકરીઓને એવું ન કહેવાય. જે હું એવું કહું તો તેને બાપ કહેવાને લાયક નથી. છેવટે વિચાર કર્યો કે આ પ્રશ્ન મારાથી ઉકલે તેવું નથી. અઠ્ઠમ કરીને દેવને પૂછી જોઈએ. તે ઉકેલ કાઢી આપે, તે છે. બાકી બીજે કઈ રસ્તો નથી. શેઠ અઠ્ઠમ કરવા તૈયાર થયા. શેના માટે ? પિતાની ચિંતા દૂર કરવા. મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે પર્યુષણમાં ઓછામાં ઓછી એક એમ કરે ઈ એ. અઠ્ઠમ ન થાય તે ૬ આયંબીલ, નહિતર ૧૨ નીવી, નહિતર ૨૪ એકાસણા કરે, પણ કંઈક કરો તે ખરા, કર્મને ખપાવવાને આ અણમોલ અવસર છે. કોઈ કાલની કે આવતા વર્ષની રાહ ન જોશો, કારણ કે કાલ કરતાં કાળ કયારે આવીને ઝડપી લેશે એ ખબર નથી. એક સત્ય ઘટના કહું.
અમલદારની માનવતા -કુંભાર જાતિમાં મા દીકરો બે હતા. બંને માટી ખોદવા જાય, ને એ રીતે પિતાનું જીવન નિભાવતા. આ બાઈ તે રોજ માટી ખોદે અને દીકરો
જ્યાં માટી દવા જાય ત્યાં નાગ દરમાંથી બહાર ડોકીયું કાઢે. છેકરો તો બિચારો ડરીને ભાગી જાય. બીજે દિવસે છોકરાને બીજી જગાએ ખેદવાનું કહ્યું તે પણ એમ જ થયું. જ્યાં માટી ખોદવા જાય ત્યાં નાગ ડોકીયું કરે. ત્રણ ચાર દિવસ આ રીતે બન્યું. છોકરાએ તેની માને વાત કરી. માતાએ કહ્યું. તું મારે એકનો એક દીકરો છે. તારે હવે માટી ખેવી નથી. માતાએ અમલદારને વાત કરી. ભાઈ ! રોજ આ રીતે બને છે. મારે એક દીકરો છે, કંઈ થાય તે હું શું કરું? અમલદાર કહે, હું આપને બીજી જગાએ કામ માટે મોકલીશ. આપ ચિંતા ન કરશો. આ મા દીકરો બીજી જગાએ કામ સેપ્યું ત્યાં જાય છે પણ ભાગ્ય શું કરે છે? ચાલતા જતાં કેવી દશા થાય છે? - કાળ આવવાને એ આવવાનેઃ જે નાગ બહાર નીકળ્યો એવી સમડી આવી ચઢી. તેણે તો નાગને મોમાં લઈ લીધો. તે તે ઉડતી ઉડતી મા દીકરો જ્યાં ચાલ્યા જાય છે ત્યાં સમડીએ જોરથી નાગ પછાડ્યો. તે નાગ છોકરાના પગ ઉપર પડ્યો. નાગ સમડીના મુખમાં પકડાયેલે એટલે કોધિત તે હતો એટલે જે છોકરાના પગ પર પડ્યો તે જ તેને જોરથી ડંખ માર્યો. આજુબાજુના લેકેને ખબર પડતાં બધા ભેગા થઈ ગયા પણ છોકરાને તે ઝેર ચઢવા લાગ્યું. થોડીવારમાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું. અમલદારે છોકરાને નાગથી બચાવવા મા દીકરાની બીજી જગાએ બદલી કરી દીધી પણ નાગને છોકરા સાથે પૂર્વનું કેઈ વૈર હશે. કયાં સમડીનું નાગને પકડવું અને કયાં ઉડતાં (૨) છેકરાના પગ પર પછાડે? મૃત્યુથી બચવા માતાએ સ્થાન બદલ્યું, પણ કાળ આગળ તે સ્થાન બદલે કે ગમે ત્યાં જાવ પણ એ આવવાનો એ આવવાની. માટે જ્ઞાની કહે છે કે કાળ કયારે અને કઈ મિનિટે આવશે એની કેઈ ને ખબર નથી, માટે જે સોનેરી તક મળી છે, તેનો સદુપયોગ કરી લો.