________________
૨૮૨ |
| શારદા શિશમણિ રાજા અને પ્રજા આશ્ચર્યમાં : મહુવાદી પંડિત વિચાર કરવા લાગ્યો કે આ મારાથી જબરે વિદ્વાન છે. તેણે મારું પાણી ઉતારી નાંખ્યું. તે સિંહાસનથી નીચે ઊતરી ગયે અને તેલીના પગમાં પડ્યો. પછી કહ્યું, મહારાજા ! તમારે વાદી જીત્યા ને હું હાર્યો. આજ સુધી મને કેઈ જીતી શકયું નથી પણ આ વિદ્વાને મારી ગુઢ સમસ્યાઓને સામને કરી મને હરાવ્યો છે. હું આ પંડિતને મારા ૫૦૦ ઘોડા અને સેનાચાંદીની જે વસ્તુઓ છે તે બધી તેને અર્પણ કરું છું. આ સાંભળતા અને નજરે જતાં રાજા અને પ્રજા તે આશ્ચર્ય પામી ગયા. શું તેલીની જીત થઈ? સામા વાદીએ પિતાની હાર કબૂલ કરી અને પિતાના ગામને તેલી જીતી ગયે એટલે રાજા તે કુલા કુલા થઈ ગયા, પણ કંઈક માણસને ઈર્ષા આવી ગઈ. તેમણે કહ્યું, મહારાજ ! આ વાદીએ હાર કબૂલ કરી અને તેલી જીતી ગયો એ બધું સાચું પણું એમની મૂંગી સમસ્યા અમે સમજી શકયા નથી. માટે આપ તેમને પૂછે કે કયા પ્રશ્નો કર્યા અને તેલીએ કયા જવાબો આપ્યા?
ગૂઢ સમસ્યાને જવાબ ઃ રાજાએ પહેલા વાદીને પૂછયું, તમે એક આંગળી ઊંચી કરી અને અમારા વાદીએ તેની સામે બે આંગળી ઊંચી કરી એનો અર્થ છે? વાદીએ કહ્યું, મહારાજા! મેં એક આંગળી ઊંચી કરીને કહ્યું કે જગતમાં ઈશ્વર એક છે. આપના વાદી-પંડિતે બે આંગળી ઊંચી કરીને કહ્યું, આપની વાત ખોટી છે. ઈશ્વર છે અને એક બીજી શક્તિ છે. એમ બે ત જગતમાં છે. મેં પાંચ આંગળી બતાવીને કહ્યું કે માનવના શરીરમાં પાંચ ઇન્દ્રિઓ હોય છે, તે જીતવી કઠીન છે. ત્યારે તમારા પંડિતજીએ મારી સામે મુઠ્ઠી બતાવીને મને કહ્યું કે આત્મા અનંત શક્તિવાળે છે. પાંચ ઈન્દ્રિયનું દમન કરવા માટે મેં વ્રત નિયમ રૂપી બ્રેક લગાવી છે. ગુઢ સમસ્થાને આવે સરસ જવાબ આપનાર આજ સુધી કઈ વિદ્વાન મને મળ્યા નથી. તમારા પંડિતે ડીવારમાં મને હરાવી દીધું છે. હું હાર્યો છું ને આપના પંડિત જીત્યા છે. આટલું કહીને તે વાદી તે ત્યાંથી ચાલ્યા ગયે
આડંબરી તેલીએ કરેલી બનાવટ: સભાએ તેલીને જવા ન દીધો. વાદીના ગયા પછી રાજાએ તેલીને પૂછયું, વાદીએ એક આંગળી ઊંચી કરી અને તમે બે બતાવી તે તેમાં વાદીએ તમને શું કહ્યું હતું, અને તમે તેને શું જવાબ આપ્યો હતો? તેલીને તો તત્ત્વનું જ્ઞાન હતું નહિ. તે તત્ત્વની વાતમાં સમજતો ન હતો. તેણે તેની રીતે જવાબ આપ્યો મહારાજા ! હું એક આંખવાળો છું. તે પંડિતે એક આંગળી ઊંચી કરીને મને કહ્યું કે હું તારી એક આંખ ફેડી નાંખીશ. ત્યારે મેં તેની સામે બે આંગળી ઊંચી કરીને કહ્યું-હું તારી બે આંખે ફેડી નાંખીશ. તેની વાત સાંભળીને બધા ખડખડ હસી પડ્યા. તેણે પજે બતાવીને મને એમ કહ્યું કે હું તારી બત્રીસી તેડી નાંખીશ. ત્યારે મેં ગુસ્સામાં આવીને દાંત કચકચાવીને એમ કહ્યું–આ મુઠ્ઠીના પ્રહારથી તારો બરડો બરાબર કરી દઈશ. મારા આ સણસણતા જવાબથી પિતાને મહાપંડિત