________________
૨૯૬ ]
. ( શારદા શિરોમણિ જાય. તમે દવા લાવ્યા. ડોકટરે કહ્યું કે તમે ચાર કલાકે એક ડોઝ લેજો. એ રીતે દિવસમાં ત્રણ વાર દવા પીવાની. ત્રણ વાર પીવાને બદલે એક વાર પી જાવ તે સુખને બદલે દુઃખ વધે, દવા વિધિથી પીવાય તે રોગ મટે.
આનંદ ગાથાપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને તિકખુત્તને પાઠ ભણીને વંદન કરે છે. તિકખુત્તો એટલે ત્રણ વાર, આયોહિણુંબે હાથ જોડી ડાબા કાનથી જમણું કાન સુધી–આવર્તન, પાહિણું-પ્રદક્ષિણા કરીને, વંદામિ-હે પ્રભુ! હું આપને વંદન કરું છું. આપના ગુણનું સ્તવન કીર્તન કરું છું. નમંસામિ-બે હાથ, બે પગ અને મસ્તક એ પાંચ અંગ નમાવીને નમસ્કાર કરું છું. સરકારેમિ-સત્કાર કરું છું. સમાણેમિ-સન્માન કરું છું. સક્કરેમિ અને સમાણેમિ આ બે શબ્દો દેખાવમાં, અર્થમાં સરખાં દેખાય છે, પણ બંનેમાં ફરક છે. શો ફરક છે? આપને ખબર છે? દેખાવમાં સરખા લાગે પણ ભાવમાં તફાવત પણ છે. સકારેમિ ગુરૂ પધારે ત્યારે આપ ઉભા થઈ સાત આઠ પગલા તેમના સામા જઈ પધારે ગુરૂદેવ પધારે. આજે મારું જીવન ધન્ય બન્યું છે, હું કૃતાર્થ થયો છું. આ રીતે આદર, સત્કાર આપે એનું નામ સકારેમિ-સત્કાર કરે. સમાણેમિ આપના ઘેર ગુરૂ ભગવાન પધાર્યા. તેમને ૪૨, ૪૭, તથા ૯૬ દેષરહિત નિર્દોષ આહાર પાણી વહોરા, તે તેમનું સન્માન કર્યું કહેવાય. બાર વતમાં ૧૧ વ્રત સ્વતંત્ર છે. ૧૨ મું વ્રત પરતંત્ર છે.” અતિથિ સંવિભાગ.” જેની આવવાની કઈ તિથિ ન હોય તેનું નામ અતિથિ. ૧૧ વ્રત ધારે ત્યારે કરી શકે, પણ બારમું વ્રત ધાર્યું ન થાય. તમારી ભાવના વહેરાવવાની હોય પણ અંતરાય તૂટી હોય તે લાભ મળે. આ રીતે નિર્દોષ આહાર પાણી ઉત્કૃષ્ટ ભાવે વહેરાવવા તેનું નામ સન્માન. ભગવાન કહે છે કે જેના મહાન ભાગ્યેય હેય, તેને સુપાત્રદાન દેવાનો અવસર મળે. ઉત્કૃષ્ટ ભાવે દાન દેવાથી અનંતા કર્મોની નિર્જરા થાય છે. કલ્યાણું-આપ કલ્યાણ રૂપ છે. મોક્ષને માર્ગ બતાવનાર લેવાથી કલ્યાણ રૂપ છે. મંગલમ-આપ મંગલ રૂપ છે. દેવયં–આ૫ દેવ સ્વરૂપ છે. ચેઈયં-આપ વિશિષ્ટ જ્ઞાનવાન છે. પજજુવાસામિ-હું વિનયપૂર્વક આપની સેવા કરું છું.
આનંદ ગાથાપતિ આ રીતે ભગવાનને ત્રણ વાર વંદન નમસ્કાર કરી ભગવાનની દેશના સાંભળવા બેઠા. જિતશત્રુ રાજા પણ ત્યાં બેઠા છે. આનંદ ગાથાપતિ તે હજુ પહેલી વાર ભગવાનની દેશના સાંભળવા આવ્યા છે. જ્યાં તીર્થકર ભગવાનના મુખમાંથી અમીધારા વરસતી હોય ત્યાં શી ખામી હોય! ભગવાનની દેશના સર્વ જી પર સમાન ભાવથી વરસતી હોય છે. આચારંગ સૂત્રમાં ફરમાવ્યું છે કે “s goveણ ક્રાફ્ટ તણા તુરૂ થરૂ, કાં તુછાત વરથર્ ત પુરા થ૬ ” સાચા ઉપદેશક જે ઉપદેશ એશ્વર્ય સંપન્ન વ્યક્તિને આપે છે તેવો ઉપદેશ સામાન્ય રંકજને આપે છે. જેવા ભાવથી તે નિર્ધનને આપે તેવા ભાવથી અશ્વર્યવાનને આપે છે. તેમની દષ્ટિમાં અમીર, ગરીબ, ઊંચ, નીચ, રાજા, રંક, ધની, નિર્ધન, છૂત, અછૂત, પાપી કે ધમાં કઈ