________________
૨૫૮]
[ શારદા શિરેમણિ સુંવાળો છે. પ્રેયનો માર્ગ રેતીના ઢગલા જે મુલાયમ ખરે પણ તેમાં વિકાસની કઈ શક્યતા નથી. શ્રેયને માર્ગ ખડકાળ ટેકરી જે ભારે, કઠોર છે છતાં તેને સ્વીકાર કરવામાં ક૯૫ના બહારનો વિકાસ થાય છે. મુલાયમ રેતીના ઢગલા પર ચઢવા માટે રેતી પર પગ મૂકશો તે કેમે ય કરી એ રેતીના ઢગલા ઉપર ચઢી શકાશે નહિ કારણ કે રેતી એટલી બધી મુલાયમ હેય છે કે તેના પર પગ મૂકતા અંદર ખેંચી જાય. તે રેતીનો સુંવાળે સ્પર્શ ગમે ખરે પણ તે રેતી પર પગ ટકાવવા મુશ્કેલ પડે છે. એટલે એ ઢગલા પર ચઢવાનો પ્રયત્ન કઈ ન કરે. બીજી બાજુ એક ખડકાળ ટેકરી કે જેના પર ઢંગધડા વિનાના પથરાઓ છે. કોઈ પથ્થરો તે એવા ધારદાર હોય કે પગ મૂકવામાં જરા પણ ગફલત થાય તો લેહીની ધારા થાય. આવા માર્ગ ઉપર ચઢવાની કોઈ શરૂઆત કરે તે પથ્થરાઓ વિચિત્ર પ્રકારના ને અણીદાર હોવાથી મુશ્કેલી તો ઘણી પડે, છતાં એ પથરાઓ કડક છે એટલે મૂકેલા પગ તેના ઉપર ટકી શકે. આ રીતે ધીમે ધીમે સાવધાનીપૂર્વક પગ મૂકતા ટેકરીના શિખર ઉપર પહોંચી જાય. ટેકરી ઉપર પહોંચ્યા પછી ત્યાંનું જે સુંદર દશ્ય જોવા મળે એ ભૂખ અને થાક બધાને ભૂલાવી દે અને આત્મા આનંદની મસ્તીમાં ઝૂલવા લાગે. - આ જ વાત આધ્યાત્મિક ક્ષેત્રમાં છે. આ ક્ષેત્રમાં પ્રવેશ કરતાં રેતી જેવા સુંવાળા રસ્તા આવશે અને ખડકાળ ટેકરી જેવા કઠોર રસ્તાઓ પણ સામા આવશે. બેમાંથી કો રસ્તે પસંદ કરે તે આત્માએ પોતાને વિચારવાનું છે. જેમ સ્વયંવરમંડપમાં કેને વરવું તે કન્યા પિતે પસંદ કરે છે તેમ આ સંસાર એક સ્વયંવરમંડપ છે. તેમાં શ્રેયના માર્ગે જવું કે પ્રેયના માર્ગે જવું તે પિતાની ઈચ્છા ઉપર આધાર રાખે છે. દીર્ધદષ્ટિવાળો માણસ શ્રેય અને પ્રેય પર યથાયોગ્ય વિચાર કરી શ્રેય માર્ગને શ્રેષ્ઠ સમજી તેને ગ્રહણ કરે છે. એક વાત યાદ રાખજો કે આ જીવ અનાદિકાળથી અનુકૂળતાઓનો રાગી બન્યા છે. જ્યાં અનુકૂળતા દેખાય ત્યાં એ ખેંચાઈ ગયો છે અને પ્રતિકૂળતાએથી ભાગતો ફર્યો છે. પ્રતિકૂળતા આવવાની વાત તે બાજુમાં રહી પણ તેની કલ્પનાઓથી પણ તે ભયભીત બન્યો છે. એટલે કે રેતીના ઢગલા તરફ તેણે કદમ ભર્યા છે અને ખડકાળ ટેકરી જોઈને તેણે પીછેહઠ કરી છે. રેતીને સ્પર્શ સુંવાળો, તેમાં પગને તકલીફ નથી પડતી, એટલે રેતીના ઢગલા તરફ પગ ભરવા એ સહજ છે. ખડકાળ ટેકરી પર ત્રાસને પાર નથી. પગ લેહી લુહાણ થાય છે તેથી તે માને તે દૂરથી નવગજના નમસ્કાર કરે છે, પણ તેમાં નુકશાન કેટલું? રેતીના ઢગલાએ મુલાયમ સ્પર્શ કરાવ્યો પણ ઉપર ચઢવા ન દીધા. એટલે ટેકરી પર રહેલા કુદરતી સૌંદર્યને નીરખવાનો આનંદ પણ ન મળે. જ્યારે ખડકાળ ટેકરીએ પગમાંથી લેહી કાઢયા, ત્રાસ આપ્યા છતાં ઠેઠ ટેકરી ઉપર પહોંચાડ્યા. તેણે સૌંદર્યને નીરખવાનો આનંદ આપ્યો અને ઠંડક આપી. ભલભલા આત્માઓ આ માર્ગની પસંદગી કરવામાં ગોથા ખાઈ ગયા છે.
પૌગલિક સુખ એટલે પ્રેય અને આત્મિક સુખ એટલે શ્રેય. જે શ્રેયને માગ