________________
શારદા શિરોમણિ ]
[ ૨૫૭
ગઈ. અરે ! મારા દીકરા! તું કયાં ગયા છે? જ્યાં હેાય ત્યાંથી જલ્દી આવી જા. એમ ખેલતા બેભાન થઈગયા. દાંત ફીટ થઈ ગયા. શેઠ પણ હવે હિંમત ગુમાવી બેઠા. એમનુ અંતર પશુ રડી રહ્યું હતું. હવે સાત માળના મહેલ સ્મશાન જેવા લાગે છે. સ`પત્તિ, અંગારા જેવી લાગે છે. આખા મહેલ શૂનકાર બની ગયા છે. આ વાત ત્યાં રહી. હવે પુણ્યસારનુ શુ બન્યુ તે જોઈ એ.
શરણું તે। નવકારમંત્રનું પુણ્યસાર વાઘવરૂના ભયથી ઝાડની બખોલમાં પેસી ગયા. નવકારમંત્રના સ્મરણથી તેનાં મનમાં સ્મૃતિ આવી. ઝાડની ખખોલમાં તે મંગલાના અનુભવ કરવા લાગ્યા. આ શું બન્યુ ? થોડીવાર થઇ ત્યાં એકદમ ઝબકારો થયા અને અજવાળા (૨) થઇ ગયા. ઘૂધરા વાગવા લાગ્યા. છેકરાના મનમાં થયું કે બધા કહે છે કે જગલમાં ભૂત-પ્રેત, ડાકણુ હાય છે તે આ જ હશે ! ભલે ને એ ગમે તે હાય પણ મારી પાસે નવકારમંત્રનું મેટું શરણુ' છે; પછી ગમે તે હોય, મને શી ચિ'તા ? તેણે આંખા ખેાલીને જોયુ તે બે સાક્ષાત્ દેવીએ આવીને ઊભી છે. એકને દેખા અને ખીજીને ભૂલેા એવા એમના સૌ ય હતાં. એકેશ્વેતવસ્ત્રો પહેર્યાં હતા અને ખીજીએ પીળા વસ્ત્રો પહેર્યાં હતા. બંને એકબીજાના સામુ જોઈ ખડખડાટ હસી રહી હતી. પુણ્યસારના મનમાં થયું કે કેણુ હશે આ ? ભૂત-પ્રેત ! ચૂડેલ કે દેવાંગના ! શા માટે આવી હશે ? શુ તે પૃથ્વી પર ફરવા આવી હશે ? ઘેાડી વાર તે ડર પણ લાગ્યા. ભૂત-પ્રેત હશે તેા ! મનમાં હિંમત રાખીને નવકારમ`ત્ર ખેલવા લાગ્યા. આ દેવીએ શુ કરે તે જોવા લાગ્યા. આ મને દેવીએ તે ગરમા ગાવા લાગી, સંતાકૂકડીના દાવ રમવા લાગી. ખૂબ મધુર સ્વરે ગાવા લાગી. એ દેવભાષામાં ગીત ગાતી હતી એટલે પુણ્યસાર કંઈ સમજી શકયો નહિ. માત્ર મીઠા મધુર અવાજ સ`ભળાયેા. તેમના ગરબા, રમત બધું પૂરું કરી બંને દેવીએ વાતા કરવા લાગી. પછી એક દેવી ખીજી દેવીને કહે છે, અહીં કાઈ મનુષ્ય સંતાયેા હોય એવું મને લાગે છે. મને માનવીની દુર્ગંધ આવે છે. બીજી દેવી કહે, અહીં કાણુ આવે ? કોઈ ન આવે પણ કોઈક છે ખરુ, હાય તા ભલે ને, તેમાં તારૂ શુ' જાય છે? આ વડલામાં કઈ ક સંતાઈને બેઠુ હાય એવું લાગે છે. બેઠા હાય તેા ભલે બેઠે. પુણ્યસારના મનમાં થયું, હું અહી બેઠો છું એ એને ખખર પડી ગઈ. પિતાએ મને ઘરમાંથી કાઢી મૂકયો, આ દેવીએ મને અહીથી કાઢી મૂકશે. હું કેવા સપડાઈ ગયા છું ? હવે મારું શું થશે ? આ રીતે તે ગભરાયા છે. હવે ત્યાં શુ' ખનશે તેના ભાવ અવસરે.
શ્રાવણ સુદ ૧૫ બુધવાર
વ્યાખ્યાન ન. ૩૦
તા. ૩૧-૭-૮૫
અનંત જ્ઞાની, અનંત દેશ'ની પ્રભુએ જગતના જીવેા સમક્ષ એ મા` રજૂ કર્યા. એક છે શ્રેયના અને બીજો છે પ્રેયના. શ્રેયના માગ કાંટાળા ને કઠીન છે. જયા૨ે પ્રેયના માગ
૧૭