________________
શારદ શિરોમણિ]
[ ૨૬૧ જાઉં. લેકે બોલે છે કે આપણા ભગવાન અનેક પ્રકારના અર્થની સમજુતી આપે છે. કઈ ગમે તે પ્રશ્ન કરે તે તેનું સમાધાન કરે છે. ભગવાન મહાવીર સ્વામી બધાના મન મનની અને ઘટ ઘટની વાત જાણે છે. મન મનની એટલે સંજ્ઞીપંચેન્દ્રિય છે છે તેમના મનની અને જેમને મન નથી તે બધાના ઘટ ઘટની વાત જાણે છે. આનંદ ગાથા પતિને એ ઉલ્લાસ અને ઉમંગ આવ્યો કે જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી મારા નગરમાં પધાર્યા છે તે હું પણ દર્શન કરવા જાઉં. આ ઉલ્લાસ અનતા કર્મોની નિર્જરા કરે છે. આધ્યાત્મિક ક્ષેત્રના કેઈ પણ કાર્યમાં આવેલા ઉલ્લાસમાં એવી અજોડ તાકાત છે કે એ આત્માના પ્રદેશ પર ડેરા નાંખીને પડેલા જુગ જુગના પાપ, વાસનાના કચરાને અલ્પ સમયમાં સાફ કરી નાંખે છે. ધર્મકાર્યમાં ઉલ્લાસ એ કર્મનાં દળિયા સાફ કરવા માટેની એક સંજીવની છે. ઉલ્લાસ પર મને એક વાત યાદ આવે છે.
વસ્તુપાળ અને તેજપાળ ભગવાનના પરમભક્ત હતા. જૈન ધર્મની યથાર્થ શ્રદ્ધાવાળા હતા. તેમની શ્રદ્ધા ડેલતી ધજા જેવી ન હતી પણ મેરૂ જેવી અડોલ હતી. પ્રાણ જાય તે કુરબાન પણ શ્રદ્ધાથી ચલિત ન થાય એવા દઢ શ્રદ્ધાવાન હતા. એ સમજજો કે સારા સામે ખેટા, પંડિત સામે મૂર્ખ હોય પણ બધામાં સમતલપણું ન ગુમાવવું, તેને સાચું સમજ્યા કહેવાય. આ બંને ભાઈઓ વિરધવલ રાજાને ત્યાં નેકરી કરે છે. રાજાને કેઈ ઈર્ષાળુ માણસેએ કાનભંભેરણી કરી. ઈર્ષાળુ માણસ બીજાનું ખરાબ ન કરે એટલું ઓછું. વસ્તુપાળ તેજપાળ વિચાર કરે છે કે આપણા જીવનમાં જરૂરિયાત કેટલી? આપણે પગાર મોટો છે. મિલ્કત ઘણી છે. રાજાની કૃપાદૃષ્ટિ છે તો આટલું બધું ધન શું કરવું છે? તમને એ વિચાર થાય કે મારે આટલું બધું શું કરવું છે? તમને તે વધુ ને વધુ મેળવવાની ઝંખના છે. તમારે પેટ ભરવું નથી પણ પટારા ભરવા છે. પટારાના તળિયા પણ તૂટી ગયા છે, એટલે એ કયારે પણ ભરાય નહિ. તૃષ્ણા જીવનમાં આગ લગાડે છે. વસ્તુપાળ તેજપાળે નિર્ણય કર્યો કે આપણી આજીવિકા ચાલે તેટલા પૈસા રાખીને બીજા સ્વમીની સેવામાં વાપરીએ. રસોડે સ્વધર્મી જમી જાય, કઈ અતિથિ આવે તે પણ જમી જાય. પચાસ સો માણસોનું રસોડું ચાલતું હોય ત્યાં સંતની ગૌચરીને પણ લાભ મળી જાય. સાધુ આવે કે સંન્યાસી કોઈ જાતના ભેદભાવ નહિ.
આ રીતે દાન દેવાથી તેમના ગુણ ખૂબ ગવાવા લાગ્યા. તેમનો યશ બધે ફેલાઈ ગયો. ઈર્ષાળુ માણસેથી આ સહન ન થયું. તેમણે વરધવલ રાજાના કાન ભંભેર્યા. આપ શું ઊંઘો છે? તમારા ભંડારના તે તળિયા દેખાય છે. મિલક્ત તમારી, તમારા પૈસાથી રસોડા ચલાવે છતાં ગુણ તેમના ગવાય. અમને તો કાંઈ નથી પણ તમારા ભલા માટે કહીએ છીએ. રાજાને આ વાત ગળે ઉતરી ગઈ. તેમને એ ક્રોધ આવ્યો કે આ આ બંનેને મારી નાંખ. ક્રોધ તે આત્માને મોટામાં મોટો શત્રુ છે. ક્રોધને કંટ્રોલમાં લાવવાની જરૂર છે. વિરધવલ રાજાને કોધ આવ્યો. વસ્તુપાળ અને તેજપાળને મારવા